અંબાજી મંદિરના શંકાસ્પદ કર્મચારીની આખરે બદલી
પાલનપુર,
યાત્રાધામ અંબાજી મંદિરનાં ભંડારાની ગણતરી દરમિયાન ૧૯મી જાન્યુઆરીના દિવસે ક્લોઝ સર્કિટ કેમેરામાં કર્મચારીઓની શંકાસ્પદ હિલચાલના કારણે હોબાળો મચી ગયો હતો. જેમાં શંકાસ્પદ ભુમિમાં મંદિરના બે અને કોટેજ હોસ્પિટલમાં એક કર્મચારી કુલ ત્રણ જણાને પૂછતાછ કરતાં તપાસમાં કંઇ જ હાથ ન લાગતાં ંમંદિર વહિવટ તંત્રે પોલિસ ફરિયાદ કરવાની ટાળીને ખાતાકીય કાર્યવાહી કરવાનું નક્કી કર્યું હતું. જયારે આ કર્મચારીની બદલી કરતાં ખળભળાટ મચી ગયો છે. જયારે શંકાસ્પદ ભૂમિમાં પકડાયેલા બંને કર્મચારીની મંદિરની બહાર બદલી કરવામાં આવી છે. તેમજ કોટેજના કર્મચારીની ભંડારા ગણતરીમાં પ્રવેશ બંધી ફરમાવવામાં આવી છે. ગત સપ્તાહ દરમયાન અંબાજી મંદિરનાં ભંડારામા આવેલ દાનની રકમની અને સોના ચાંદીના દાગીનાના ગણતરી થતી હતી.
ભંડારામાં ગોઠવાયેલા વિડિયો રેકોર્ડંિગના જીવંત પ્રસારણ દરમિયાન આ ત્રણેય ઇસમો શંકાસ્પદ જણાયા હતા
તે દરમિયાન મંદિરના બે કર્મચારી સોહન વણઝારા, હસમુખ વ્યાસ અને કોટેજ હોસ્પિટલનો કર્મચારી પ્રમોદ ઉપાઘ્યાય દ્વારા તતી શંકાસ્પદ હિલચાલનું ભંડારામાં ગોઠવાયેલાં વિડિયો રેકોર્ડંિગ દ્વારા ટીવીમાં જીવંત પ્રસારણ થઇ રહ્યું હુતં તે જવાબદાર પોલીસ કર્મચારી જોઇ લેતાં તાત્કાલિક પોલીસ સ્ટેશને ફોન કરી પોલીસને બોલાવી લેવામાં આવી હતી અને આ ત્રણેય કર્મચારીએને મંદિરના ભંડારામાંથી પોલીસ સ્ટેશને તપાસાર્થે લઇ જવામાં આવ્યાં હતાં. ત્યાં કડક પુછપરછ અને જડતી હાથ ધરવામાં આવી હતી પરંતુ ત્રણેય કર્મચારીઓ પાસેથી કોઇ પણ શંકાસ્પદ મળી ન આવતાં તેમની ઉપર પોલીસ કાર્યવાહી કરવામાં આવી ન હતી અને મંદિરના વહીવટી તંત્રે ખાતાકીય કાર્યવાહીના ચક્રો ગતિમાન કર્યા હતા. જયારે ફોન પર વહીવટદાર જે.એસ.પ્રજાપતિએ મંદિરના બંને કર્મચારીની બદલી કરી છે, અને કોટેજ હોસ્પિટલના કર્મચારીને મંદિરના ભંડારમાં પ્રવેશ બંધી ફરમાવવામાં આવી છે. તેવા સમાચાર આપ્યા હતાં. પ્રસંગીય કામગીરીથી કર્મચારીઓમાં ખળભળાટ મચી ગયો હતો. જયારે સ્થાનિક ગ્રામજનોએ આ કામગીરીને આવકારી છે.
|