home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > ગુજરાત >
ડીસાના મંદિરમાં રૂપિયા ૪.૮૩ લાખની ચોરીથી વાતાવરણ તંગ

ડીસા,

ડીસા પાસેના જુના ડીસા ગામના સુપ્રસિદ્ધ અને પૌરાણિક સિદ્ધ અંબિકામાતાના મંદિરમાં તસ્કરોએ ત્રાટકી રુપિયા ૪ લાખ ૮૩ હજારની માલમત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા. આ ચોરીના બનાવથી સમગ્ર પંથકમાં રોષની લાગણી પ્રગટી છે. અને હિન્દુ મુસ્લીમની સમાન વસ્તી ધરાવતાં જુના ડીસા ગામે આ ઘટનની વિરુદ્ધમાં પોતાના ધંધા રોજગાર બંધ કરી જડબેસલાક બંધ પાળ્યો હતો. અને ગામમાં ઉસ્કેરાટ ફેલાતા જિલ્લા પોલીસ વડા સહિત અન્ય પોલીસ અધિકારીઓ જુના ડીસા ખાતે પહોંચી ગયા હતાં.

વેપારીઓએ જડબેસલાક બંધ પાળ્યો ઃ ગામમાં ઉશ્કેરાટ ફેલાતાં પોલીસ અધિકારીઓ પહોંચ્યા

આ સંદર્ભમાં પ્રાપ્ત થતી માહિતી મુજબ ડીસા શહેરમાંથી ૬ કિલોમીટરના અંતરે ડીસા પાટણ માર્ગ ઉપર આવેલ જુના ડીસા ગામમાં સિદ્ધ અંબિકામાતાનું પૌરાણિક મંદિર આવેલું છે. ૭૦૦ વર્ષ જુના આ ઐતિહાસિક મંદિરને જીર્ણોદ્ધાર દ્વારા નવું રુપ પણ આપવામાં આવ્યું છે. ગુરુવારની ઠંડીમાં તસ્કરોએ આ મંદિર ઉપર ત્રાટકી કંપાઉન્ડના દરવાજાનાં તાળા તોડી મંદિર પરિસરમાં પ્રવેશી મંદિરના મુખ્ય દરવાજાનું તાળુ તોડી મંદિરમાં પ્રવેશ કર્યો હતો અને માતાજીના ગર્ભગૃહના તાળા તોડી અંદરથી પાંચ કિલો વજનનો ચાંદીનો સંિહ તેમજ માતાજીનો ચાંદીનો કુકડો, મોર, હાથી, માતાજીના આભુષણો સહિત ચાંદીની નાની મોટી અન્ય મૂર્તિઓ સહિત રુપિયા ૪ લાખ ૮૩ હજારની કંિમતનો આશરે ૨૩ કિલો ચાંદીના મુદ્દામાલની ચારી કરી ફરાર થઇ ગયા હતા.

વહેલી સવારે આશરે ૭ કલાકે રાબેતા મુજબ મંદિરના પુજારી મંદિર ખોલવા માટે આવ્યા ત્યારે તેમને મંદિરના તુટેલા તાળા જોઇ ગભરાઇ ગયા હતા તેમને તુરત જ આ બનાવની જાણ આજુબાજુના લોકોને કરતાં લોકો એકઠા થઇ ગયા હતા. અને મંદિરમાં જઇ તપાસ કરતાં તેઓ તાત્કાલિક મંદિર પરિસરમાં દોડી આવ્યાં હતાં. આ મંદિરના મુખ્ય ટ્રસ્ટીઓ એવા વૈષ્ણવ વણિકો અમદાવાદ સુરત તેમજ મુંબઇ રહેતાં હોઇ તેમનો તાત્કાલિક ટેલિફોનિક સંપર્ક કરી આ ચોરીની ઘટનાથી વાકેફ કર્યા હતા અને ચોરાયેલા મુદ્દામાલની વિગતો આપી તેની માહિતી આપી હતી.આ બનાવની જુના ડીસા ગામમાં વાયુવેગે થતાં ગામના હિન્દુ મુસ્લીમ આગેવાનો તથા યુવાનોના ટોળા મંદિરના સ્થળે આવી ગયા હતા. જુના ડીસાના આ અતિ પૌરાણિક અને ઐતિહાસિક મંદિરમાં આટલી મોટી ચોરી થતાં ગ્રામજનોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો. અને તાત્કાલિક જુના ડીસા ગામના બજારો બંધ કરવાનો નિર્ણય લઇ હિન્દુ મુસ્લીમની સમાન વસ્તી ધરાવતાં ટોળાએ પોલીસ વિરુદ્ધ સુત્રોચ્ચાર કરી ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. જયારે બીજી તરફ યુવાનોના ટોળા ડીસા પાટણ હાઇવે ઉપર પહોંચી જઇને આસરે એક કલાક સુધી વાહન વ્યવહાર અટકાવી દઇ રસ્તો જામ કરી દીધો હતો.આ ઘટનાની જાણ જિલ્લા પોલીસ વડાને કરાતાં બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા વિપુલ અગ્રવાલ તેમજ ઉચ્ચ અધિકારીઓ જુના ડીસા આવી પહોંચ્યા હતાં. અને મહેસાણાથી ડોગ સ્કવોડ બોલાવ્યા હતા. અને ગ્રામજનોનો ઉશ્કેરાટ જોતા કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો છેલ્લા કેટલાંક સમયથી ડીસા વિસ્તારમાં ઠંડીનો ચમકારો તીવ્ર થતો રહ્યો છે. તેમ તેમ તસ્કરોએ ચોરીઓની માત્રામાં વધાર કર્યો છે એ આમ જનતામાં ભયનું વાતાવરણ ઉભું કર્યું છે.

Copyright   © Gujarat Samachar