બનાસકાંઠાના નદી વિસ્તારમાં
હીમ વર્ષાથી પાકને નુકસાન થતાં ખેડૂતો પાયમાલ
ધાનેરા,
બનાસકાંઠાના નદી વિસ્તારોમાં તાજેતરમાં પડેલ હિમથી દિવેલા પાકને ૮૦ ટકા નુકસાન થયેલ છે જયારે રાઇડો, જીરુ, ઘઉં મેથી બટાટાને ૨૦થી ૪૦ ટકા નુકસાન થવા પામતાં નદી વિસ્તારમાં ખેડૂતોને માથે આભ નીચે ધરતી જેવી દશા થઇ છે. ચોમાસામાં અતિ વરસાદથી અમને ટાઢક હતી પરંતુ છેલ્લા ૪૫ વર્ષ પહેલાં ઠંડી પડેલ તેટલી ઠંડી આ વખતે પડી છે.
દિવેલામાં ૮૦ ટકા, જયારે રાયડો, જીરુ, ઘઉં મેથી અને બટાટામાં ૨૦થી ૪૦ ટકા નુકસાન
હેમ પડતાં નદિપારના લોકોને ઘણું નુકસાન થયું છે જેમાં વહોળા વાળા વિસ્તારના વાવેતર કરતાં લોકો ૪૦ ટકા આસપાસ નુકસાન થયેલ જેને હિમને દિવસે પિયત કરેલ તે લકોને નહંિવત નુકસાન ગયેલ છે. અમારી ખેડૂતોની બદકિસ્મત એ છે કે અમો જે માલ પકવીએ છીએ તેનો ભાવ બીજા લોકો કરે છે જયારે કંપનીઓ જે માલનું ઉત્પાદન કરે છે તેનો ભાવ કંપનીએ ખૂદ કરે છે જેથી ખેડૂતો તો ઠેરના ઠેર જ રહે છે.
આ બાબતે ધાનેરાના ધાખા ગામની મુલાકાત લેતાં ખેડૂત પોતાનો બળી ગયેલ ો દેિવેલાનો પાક બતાવતાં રડી પડયાં હતાં.
ધાનેરા તાલુકામાં રવિ પાકમાં વાવેતર થયેલ વઘુ પડતી ઠંડીના કારણે ધાનેરા તાલુકામાં મહદ્ અંશે આ વિસ્તારની આજુબાજુનાં ખેતરોમાં દિવેલા બટાકા અને રાઇના પાકમાં પાન હિમથી દાઝેલા પાન જોવા મળે છે.
વઘુમાં તેમાં આગોતરા પગલાં લેવા માટે દરેક ગ્રામ્ય અને તાલુકા કક્ષાએથી જયારે જયારે ઠંડીનું પ્રમાણ વધે તે દિવસે પાકને પિયત આપવું અને પિયતની આજુબાજુ ઘુમાડો કરવાથી પાકને બચાવી શકાય છે તે માટે ખેડૂતોને પણ માહિતગાર કરવામાં આવે છે.