બોટાદ તાલુકામાંથી ૧૩ લાખની વીજચોરી પકડાઈ
બોટાદ,
બોટાદ તાલુકામાં પી.જી.વી.સી.એલ.ની ચેકીંગ સ્કવોડે જુદી જુદી જગ્યાએ રેડ પાડી ૮૯ કિસ્સામાં વીજચોરી પકડી પાડી ૧૩ લાખનો દંડ ફટકાર્યો હતો.
વિજીલન્સની જુદાજુદા ૩૦ ટીમો દ્વારા ચકાસણી
ભાવનગર જીલ્લા ઈન્ચાર્જ અધિક્ષક ઈજનેર આઈ.કે.સંઘવી ની સુચનાથી આજરોજ બોટાદ શહેર અને બરવાળા તાલુકાનાં ગામડાઓમાં વિજીલન્સ સ્કોડની ૩૦ ગેંગએ સઘન વિજચેકીંગ હાથ ધરી ઘરવપરાશના ૧૮૯૯, કોમર્શીયલનાં ૯ કનેકશનો અને ઔદ્યોગીક એકમનું ૧ વિજજોડાણનું ચેકીંગ કરી ઘરવપરાશનાં ૮૭ જોડાણો, કોમર્શીયલનું ૧ જોડાણ તેમજ ઔદ્યોગીક એકમનાં ૧ જોડાણ મળી કુલ ૮૯ વીજજોડાણોમાંથી વિજચોરી ઝડપી કુલ રૂપીયા તેર લાખ એક હજાર એંશીનો દંડ કરેલ છે. જેના પગલે વીજચોરી કરતા આસામીઓમાં ફફડાટની લાગણી પ્રસરી ગયેલ છે.