બોટાદ તાલુકા ખરીદ વેચાણ સંઘમાં ફરજ બજાવતા
છ કર્મચારીઓનો પગાર ઘટાડવા સામે મનાઈ હુક્મ
ભાવનગર,
બોટાદ ખાતે આવેલા જિલ્લા ખરીદ વેચાણ સંઘમાં ફરજ બજાવતાં છ કર્મચારીઓને પગાર વધારો અપાયા બાદ એકાએક જ તેમનો પગાર વધારો પાછો ખંચી લેવાતાં તેમણે દાવો દાખલ કરતાં અદાલતે આ પગરવધારો આપવા આદેશ આપ્યો છે.
પગાર વધાર્યા બાદ એકતરફી રીતે તેનો અમલ અટકાવી દેવામાં આવ્યો હતો
આ અંગેની વિગતો એવી છે કે બોટાદ તાલુકા ખરીદ વેચાણ સંઘમાં ફરજ બજાવતાં છ કર્મચારીઓને ગઈ તા.૧.૬.૨૦૦૬થી કાયદેસર રીતે ધારાધઓરણ મુજબ પગાર વધારો આપવામાં આવ્યો હતો. પરંતુ ત્યારબાદ આ સંસ્થા દ્વારા અચાનક જ આ કર્મચારીઓને સાંભળ્યા વિના જ એકતરફી રીતે ડીસ્ટ્રીક્ટ રજિસ્ટ્રારના ઓડિટ રિપોર્ટનો આધાર લઈને પગાર ઘટાડી નાખવા ઠરાવ કર્યો હતો.
આ ઠરાવથી નારાજ કર્મચારીઓએ પોતાના ધારાશઆસ્ત્રી મારફત અત્રેની અદાલતમાં દાવો દાખલ કર્યો હતો. દાવામાં એવી દલીલ કરાઈ હતી કે સંસ્થા દ્વારા પગાર વધારાની તમામ કાર્યવાહી પૂરતી ચકાસણી કરીને કાયદા અનુસાર જ પગાર વધારો કરી અપાયો હતો. કોઈ પણ પ્રકારની ભૂલ વિના જ દંડાત્મક રીતે પગાર ઘટાડી દેવા તે અન્યાય છે. અદાલતે આ રજૂઆત સાંભળી વચગાળાનો હુક્મ કરીને કર્મચારીઓનો જાન્યઆરી-૦૮નો પગાર નહીં કાપવા જણઆવ્યું છે. સાથે જ પગાર ઘટાડવાના ઠરાવના અમલ સામે મનાઈહુક્મ આપ્યો છે.