home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > ગુજરાત >

મનપાના આગામી અંદાજપત્રમાં પાણી ચાર્જમાં દોઢ ગણો વધારો

ભાવનગર,

મહાનગરપાલિકાના સને ૨૦૦૮-૦૯ ના વર્ષના અંદાજપત્રમાં કરવેરા વધારવા માટે મ્યુનિ. કમિશનરે કાચી દરખાસ્ત તૈયાર કરી છે. જેમાં પાણી તથા સફાઈકરનો સમાવેશ થાય છે. જ્યારે સફાઈકરમાં વધારો થશે તે વાત લગભગ નિશ્ચિત મનાઈ રહી છે.

સફાઈ કરમાં વધારો નિશ્ચિત ઃ વેરાવિહિન શાસન આપવાના સત્તાધીશોના વચનનું શું ?

ભાવનગર મહાનગરપાલિકાનું સને ૨૦૦૮-૦૯ ના વર્ષનું વિભાગવાર બજેટ તૈયાર થઈ ગયું છે. કમિશનર તેને આખરી ઓપ આપવાના કામમાં લાગી ગયા છે અને સંભવતઃ ૧૫ ફેબુ્રઆરી સુધીમાં સ્ટેન્ડીંગ કમિટિમાં કમિશનર કક્ષાએથી બજેટ ચર્ચા માટે રજૂ કરી દેવામાં આવશે. ત્યારબાદ ૧૫ દિવસ કારોબારી કમિટિ બજેટ પર ફિફા ખાંડશે અને પુનઃ કમિશનરમાં સુધારા વધારા સાથે પરત કરી જનરલ બોર્ડની બહાલી માટે માર્ચમાં છેક રજૂ કરવામાં આવશે.

મહાપાલિકાના બાંધકામ, આરોગ્ય તથા ડ્રેનેજ વિભાગ ઉપરાંત વોટર વર્કસ ગાર્ડન, બિલ્ડીંગ વગેરે વિભાગના વિભાગીય અધિકારીએ રજૂ કરેલા બજેટમાં કમિશનરે સુધારા વધારા હાથ ધર્યા છે. ગત વર્ષે કોર્પોરેશની ૧૮૮ કરોડનું પુરાંતલક્ષી બજેટ રજૂ થયુ હતું. તેની કદ આ વર્ષે વધીને બે અબજથી પણ વઘુ થવાની ધારણા એકાઉન્ટ વિભાગે વ્યક્ત કરી હતી.

દરમ્યાન મ્યુનિ. કમિશનરે આગામી બજેટમાં પાણીચાર્જ તથા સફાઈ ચાર્જમાં વધારો સૂચવ્યો છે પરંતુ સ્ટેન્ડીંગ કમિટિ તે કેટલો માન્ય રાખે છે તેના પર બઘુ આધારીત છે. આ વર્ષે ઓકટ્રોય બંધ થતા તેના લક્ષ્યાંકો નક્કી નહિ થાય પરંતુ તેના વૈકલ્પિક સ્વરુપે મળતી ગ્રાન્ટની આવક બાજુ નોંધ લેવાશે. વર્ષાન્તે તેમાંથી કેટલી ગ્રાન્ટ આવશે તે નક્કી નથી. ગ્રાન્ટ આધારીત કરવાના થતા વિકાસના કામોને કદાચ બ્રેક લાગશે તેવી ભીતિ સેવાઈ રહી છે.

મ્યુનિ.ના બજેટ પૂર્વે સ્ટેન્ડીંગ કમિટિમાં સૌ પ્રથમ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું અંદાજે ૨૦ કરોડનું બજેટ રજૂ થશે. શિક્ષણ સમિતિ દ્વારા બજેટને ફાઈનલ ઓપ અપાઈ રહ્યો છે. જે ટૂંક સમયમાં રજૂ થશે.

Copyright   © Gujarat Samachar