એસ.બી.એસ. કૃષ્ણનગર શાખાનો બનાવ બેંકનાં ભરણામાં રૂા. ૫૦૦નાં દરની ત્રણ બનાવટી નોટો ઝડપાઈ
ભાવનગર,
એસ.બી.એસ. કૃષ્ણનગર શાખામાં આજે રૂા. ૫૦૦ના દરની ત્રણ બનાવટી નોટો ભરણામાં આવતાં, બેંક મેનેજરે શકમંદ વિરૂઘ્ધ બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
બેંક મેનેજરે શકમંદ વિરૂઘ્ધ ફરિયાદ નોંધાવી
આ અંગે જાણવા મળતી વિગતો મુજબ, સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર કૃષ્ણનગર શાખામાં આજે ગ્રાહકો તરફનાં ભરણા દરમ્યાન રૂા. ૫૦૦ના દરની ત્રણ બનાવટી નોટો આવી હતી. આ અંગે બેંકનાં કર્મચારીએ મેનેજર જીતેન્દ્રભાઈ રાવળને જાણ કરી હતી. જે અંગે મેનેજરે શાખાનાં ખાતેદાર એચ.વી. ચારણીયા વિરૂઘ્ધ શકનાં આધારે બી ડીવીઝન પો.સ્ટે.માં ફરિયાદમાં નોંધાવી હતી. મેનેજરે ફરિયાદમાં ઉમેર્યું ક શકમંદે પહેલા ૪૯ હજારનું ભરણું ભર્યું હતું. બાદમાં, તેમના પુત્ર આ જ ખાતામાં રૂા. ૪૦ હજાર ભરી ગયા હતાં આમ, બે અલગ અલગ ભરણામાં કોઇપણ સમયે આ ત્રણ બનાવટી નોટો ભરણામાં આવી હોવાનું અંતમાં જણાવતા, પોલીસે ગુન્હો નોંધી વઘુ તપાસ હાથ ધરી છે.
|