home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > ગુજરાત >

ગ્રાહકોને છેતરતી ફાર્મા કંપનીઓ પર નવાં નિયંત્રણો
શઁઁછના ભાવ અંકુશ પછી દવાના ઘટક બદલી ભાવ વધારી નહિ શકે

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,

નેશનલ ફાર્માસ્યૂટિકલ્સ પ્રાઈસંિગ ઓથોરિટી દ્વારા ફાર્મા કંપનીઓની દવાના નક્કી કરાતા ભાવને અવગણીનેેે તથા તેણે સૂચવેલી ક્વોન્ટિટીમાં થોડા ફેરફારો કરી દઈને તથા દવાના ઘટકોમાં નાના મોટા ફેરફારો કરી દઈને દવાના ભાવમાં બેફામ વધારો કરી દેતી કંપનીઓ હવે પછી દવાના ભાવની બાબતમાં આડેધડ ફેરફાર ન કરી શકે તે માટેની જોગવાઈઓનો આજથી એટલે કે પહેલી ફેબુ્રઆરીથી અમલ ચાલુ કરી દીધો છે.

ભાવના નિયંત્રણ જાહેર થયા પછી દવાની ક્વૉન્ટિટી બદલી દવાના ભાવમાં ૩૦૦થી ૫૦૦ ટકાનો વધારો કરી દેવાની રમત પર પડદો પડશે

નેશનલ ફાર્માસ્યૂટિકલ્સ પ્રાઈસંિગ ઓથોરિટીએ ૩૧મી જાન્યુઆરીએ બહાર પાડેલા નોટિફિકેશન મારફતે અંદાજે ૨૪૫ દવાઓના કોમ્બિનેશન્સમાંથી બનતી હજારો દવાઓના ભાવ નક્કી કરી આપ્યા છે. આ ઉપરાંત ચાર બલ્ક ડ્રગના ભાવ પણ તેણે નક્કી કરી આપ્યા છે. અગાઉ એનપીપીએ ૧૦૦ એમએલ કે પછી ૫૦ ગ્રામ દવાની ક્વોન્ટિટી પ્રમાણે એક સમાન ઘટકો ધરાવતી દવાઓના ભાવ નક્કી કરી આપતી ત્યારે ફાર્મા કંપનીઓ તેની ક્વોન્ટિટી અને કેટલાક કિસ્સામાં ઘટકો બદલીને તેના ભાવમાં ૫૦૦ ટકા સુધીનો વધારો કરી દેતી હતી. કાયદાની છટકબારીનો તેઓ ઉપયોગ કરીને લાચાર દરદીઓ પાસેથી નાણાં પડાવતા હતા.

ેએનપીપીએના નવા આદેશમાં જણાવ્યા પ્રમાણે હવે પછી કોઈપણ ફાર્મા કંપનીએ દવાના ઘટકમાં ફેરફાર કરવો હશે કે તેમાં કોઈ નવા ઘટકનો ઉમેરો કરવો હશે તો તે માટે એનપીપીએ ઉપરાંત સંબંધિત સત્તાવાળાઓ પાસેથી પૂર્વ મંજૂરી લેવી પડશે. હજી નવેમ્બર મહિનામાં જ એનપીપીએએ ૧૩૭ દવાઓના ભાવને અંકુશમાં લેવા માટે ભાવ જાહેર કર્યા તે પછી કંપનીઓએ દવાની તે ટ્યૂબની ક્વોન્ટિટી બદલીને આડેધડ ૩૦૦થી ૫૦૦ ટકાનો ભાવ વધારો કરી દીધો હતો. આ ભાવ વધારો કરનારી કંપનીઓમાં નિકોલસ પિરામલ, રેનબૅક્સી જેવી મોટી કંપનીઓનો પણ સમાવેશ થાય છે. પરંતુ હવે પછી કંપનીઓ દવાના ઘટકો કે તેની ક્વોન્ટિટીમાં ફેરફાર કરીને તેના ભાવમાં વધારો કરી શકશે નહિ. આ રીતે વધારો કરી દેનારી કંપનીઓને એનપીપીએ દ્વારા નોટિસ આપવામાં આવે ત્યારે તેઓ માર્કેટંિગ કંપની મેન્યુફેક્ચરંિગ કંપનીને માથે તે માટેની જવાબદારી નાંખી દઈને છટકી જતી હતી. આ સ્થિતિમાં દવાના ઘટકોમાં કોઈ ફેરફાર કરતાં પૂર્વે સંબંધિત સત્તાવાળાઓ પાસેથી આગોતરી પરવાનગી લેવાની જોગવાઈ દાખલ કરવામાં આવી છે. એનપીપીએ દ્વારા લેવામાં આવેલા નવા પગલાં હેઠળ દમના દરદીઓ માટે થિયોફાઈલિન એનહાઈડ્‌સ ને સાલબૂટામોલમાંથી બનાવવામાં આવતી દવાની ૧૧૦ મિલિલિટરની દવાની બાટલીના ભાવ રૂા. ૧૪.૮૬ નક્કી કરી આપવામાં આવ્યા છે. આ દવા પર ટેક્સ લગાડ્યા પછી રૂા. ૧૭.૧૪ લેવાની છૂટ આપી છે. તેની સાથે જ દવાના પેકંિગની ૧૦ એમએલથી માંડીને ૫૦૦ એમએલની બોટલના ભાવ નક્કી કરી આપ્યા છે. આ સિવાયના પેકંિગમાં પણ તેમણે દવા તૈયાર કરીને બજારમાં મૂકવી હોય તો તેના ભાવમાં તેઓ મિલિલિટરના ફરક દીઠ માત્ર ને માત્ર ૦.૦૬૬૨ પૈસાનો જ ફરક કરી શકશે. આ રીતે નક્કી કરી આપવામાં આવેલા ભાવ મહત્તમ ભાવ છે. તેમાં એક્સાઈઝ, વેટ, વેચાણવેરા અને બીજા સ્થાનિક વેરાને ઉમેરી દેવામાં આવ્યા છે. માર્કેટંિગ કે મેન્યુફેક્ચરંિગ કંપનીઓને તેમાં કોઈ જ ગરબડ કરવાની છૂટ રહેશે નહિ. દવાની સ્ટ્રેન્ગ્થને તે માટે ઘ્યાનમાં રાખવામાં આવી છે. માત્ર સરકાર કે એનપીપીએ દ્વારા આ માટે કોઈ ખાસ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હશે તો જ કંપનીઓ તેમાં છૂટ લઈ શકશે.

ફાર્મા કંપનીઓએ દવાના ભાવ બદલતા પૂર્વે મંજૂરી લેવી પડશે

- જુદા કદની અને પેકંિગની દવાઓના ભાવ નક્કી કરી આપેલા ભાવના પ્રમાણમાં જ વધારવાના કે ઘટાડવાના રહેશે.

- દવાના પેકંિગ માટે ખાસ મટિરિયલ વાપર્યું હોય અને ભાવમાં તેને આધારે ફેરફાર કરવા માગતી કંપનીઓએ તે માટે પણ એનપીપીએ પાસેથી નવેસરથી કે અલગથી પરવાનગી લેવી પડશે.

- કંપનીઓ એનપીપીએની આગોતરી પરવાનગી વિના દવાના ઘટકોમાં ફેરફાર કરી શકશે નહિ.

- કંપનીઓને એક્સાઈઝ ડ્યૂટી, વેટ, વેચાણવેરા અને અન્ય સ્થાનિક વેરાઓ સહિતના ભાવ નક્કી કરી આપવામાં આવશે.

- માર્કેટંિગ કે મેન્યુફેક્ચરંિગ કંપનીઓએ ટેક્સ ભર્યો હશે તો જ તે ટેક્સની રકમ દવાના ભાવમાં ઉમેરી શકાશે.

Copyright   © Gujarat Samachar