home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > ગુજરાત >

નશાબંધીના કેસ હવેથી ડે.કલેકટર નહીં પરંતુ મામલતદાર ચલાવશે

અંજાર ઃ

ગુજરાત સરકારનાં ગૃહ વિભાગે તાજેતરમાં કરેલા હુકમ મુજબ ગુજરાતમાં શરાબીઓનાં કેસ હવે ડેપ્યુટી કલેકટર એટલે કે સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ નહી પરંતુ તાલુકાનાં એકઝીકયુટવ મેજીસ્ટ્રેટ તરીકે ફરજ બજાવતાં મામલતદાર ચલાવશે.

કચ્છમાં ડે. કલેકટર કચેરી દ્વારા નશાબંધીને લગતા કેસોની ફાઈલ સંબંધીત મામલતદાર કચેરીએ મોકલવાનું શરૂ

સતાપરિવર્તન થવાનાં કારણે હવે મોટી સંખ્યામાં પ્રોહિબીશ એકટ ૧૯૪૯ની કલમ ૯૩ (૨) મુજબ જોકોઈ વ્યકિત મદિરાપાન કરે તો પોલીસ તેને પકડી લઈને હોસ્પીટલમાં લોહીચેક કરાવીને કેસ નાયબ કલેકટરની ઓફિસમાં મોકલતી હતી. પરંતુ હવે નવા નિયમના કારણે નશાબંધીનાં કેસ મામલતદારની કોર્ટમાં ચલાવવામાં આવશે.

ગુજરાત રાજય વિધાનસભાની ચૂંટણીની પ્રક્રિયા માંથી વહવટીતંત્ર મુકિત થઈ જતાં કચ્છ જિલ્લાનાં પ્રાંત અધિકારીની કચેરી દ્વારા નશાબંધીનાં જાત મુચરકા જામીનને લગતાં કેસોની ફાઈલને સબંધિત મામલતદાર કચેરીને મોકલવાનું શરૂ કરી દીઘું છે.

માત્ર ભુજ પ્રાંત ઓફિસની વાત કરીએ તો લગભગ ૧૦૦ જેટલી ફાઈલ ભુજ મુન્દ્રા અને માંડવી મામલતદારોને મોકલવામાં આવી હતી આ અંગે જે તે વિસ્તારનાં પોલીસ ઈન્સ્પેકટરોને પણ જાણ કરવામાં આવી છે.

Copyright   © Gujarat Samachar