home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > ગુજરાત >
કચ્છ યુનિવર્સિટી દોઢ કરોડના ખર્ચે ‘ઓનલાઈન’ થશે

ભુજ ઃ

માત્ર બાંધકામની રીતે જ નહીં પણ આઘુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને રાજયની એક આદર્શ યુનિવર્સિટી બનાવવાની દિશામાં આગળ વધતી ગુજરાત સરકારે કચ્છ યુનિવર્સિટીને રાજયની પ્રથમ ઈ.ગવર્નન્સ માળખું આપવા રૂા દોઢ કરોડનું અનુદાન મંજૂર કર્યું છે. આ પગલાંથી કચ્છ યુનિને ડિજિટલ બનાવવાનો માર્ગ મોકળો થઈ ગયો છે.

ઉચ્ચ શિક્ષણ કમિશ્નર દ્વારા ગ્રાન્ટ ફાળવાતા રાજયની પ્રથમ કોમ્પ્યુટરાઈઝડ યુનિવર્સિટી બનશે

યુનિના કુલસચિવે જણાવ્યું હતું કે, આગામી જૂન સુધીમાં દરેક પ્રાથમિક સુવાિઓને આવરી લેવાનું અમારૂં લક્ષ્ય છે. એ બાદના બે ત્રણ માસમાં સંપૂર્ણપણે કોમ્પ્યુટરાઈઝડ માળખું ગોઠવાઈ જશે. ખાસ કરીને નવા શૈક્ષણિક સત્રને ઘ્યાનમાં રાખીને છાત્રોની સુવિધાઓને અગ્રતા અપાશે. જરૂરી હાર્ડવેર તથા સોફટવેરની આનુષંગિક સુવિધા ઉભી કરવા રૂા દોઢ કરોડની ગ્રાંટ આઈ.ટી. વિભાગ મંજૂર થયા બાદ રાજયના ઉચ્ચ શિક્ષણ કમિશ્નર દ્વારા ફાળવાઈ છે. આ માળખું ઉભુ થયા બાદ રાજયની પ્રથમ યુનિ. બનશે જેનો તમામ વહીવટ, સંદેશાવ્યવહેવાર ઈ ગવર્નન્સ દ્વારા કોમ્પ્યુટરાઈડ નેટવર્ક સાથે જોડાશે. યુનિ. અને તેની કોલેજો વચ્ચેનો સંદેશા વ્યવહાર ઝડપી બનશે.

આઘુનિકરણ બાદ યુનિ.ના દરેક વિભાગના કોમ્પ્યુટરો તથા સંલગ્ન કોલેજોના કોમ્પ્યુટરો એકબીજાની સાથે સોફટવેરથી જોડાઈ જશે. યુનિ.ની લાયબ્રેરી ઈનફલીબનેટ સોફટવેર અને હ ાર્ડવેર દ્વારા કોમ્પ્યુટરાઈઝ બની જશે, જેથી છાત્રો ઘર બેઠા કયા કયા પુસ્તકો લાયબ્રેરીમાં ઉપલબ્ધ છે તેની માહિતી મેળવી શકશે. તથા યુનિ. લાયબ્રેરી નેટ સાથે જોડાયેલી રહેશે. યુનિ.નું કામકાજ બાયોમેટ્રીક સહીની મદદથી પેપરલેસ થઈ શકશે. ઈ-મેઈલ તથા એસ.એમ.એસ. દ્વારા છાત્રોને પરીક્ષાના પરીણામ યુનિમાંથી ઘરબેઠા મળી શકશે. એકવાર છાત્રોએ ફોટા સાથે ભરેલ એડમિશન ફોર્મનો ઉપયોગ તેના આઈકાર્ડ, પરીક્ષા આઈકાર્ડ , માર્કશીટ તથા ડિગ્રી. સાથે વગેરેમાં ઉપયોગ કરી શકાશે. દરેક છાત્રને પર્સનલ આઈડેન્ટી ફીકેશન નંબર આપવામાં આવશે.

જેનાથી યુનિ. સાથે સંકળાયેલો રહેશે તથા નેટ દ્વારા યુનિ કોલેજો સાથેની પર્સનલ વિગતો તેને મળી શકશે. છાત્રોને નેટ પરથી પરીક્ષાનું ટાઈમટેબલ અભ્યાસક્રમ વગેરે ઘરબેઠા મળી શકશે. આ પઘ્ધતિ એકવાર ગોઠવાઈ ગયા બાદ યુનિ. ઓનલાઈન પ્રવેશની વ્યવસ્થા શરૂ કરશે. આ પઘ્ધતિ દ્વારા ઓનલાઈન પરીક્ષા લેવા બાળકો પણ ભવિષ્યમાં વિચારણા કરાશે.

Copyright   © Gujarat Samachar