home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > ગુજરાત >

માંડવીની બેંકમાં ૮.૭૩ લાખની ઠગાઇ કરતા ૧૫ સામે ફોજદારી

ભુજઃ

માંડવીની સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રમાં ૯ શખ્સોએ બનાવટી દસ્તાવેજો ઉભા કરી લોન લઇ ૫,૧૯,૬૫૯ની લોન બેંકમાં નહીં ભરી તેમજ અન્ય ૬ શખ્સોએ ખોટા દસ્તાવેજો બનાવી બેંકમાંથી લોન ઉપાડી ૩,૬૩,૦૦૦ પાછળથી ભરપાઇ છે છેતરપીંડી કરતા બે અલગ અલગ ફરિયાદોમાં ૧૫ શખ્સો સામે ફરિયાદ થઇ હતી.

બે અલગ અલગ કિસ્સામાં ખોટા દસ્તાવેજ બનાવી લોન લઇ બેંક સાથે છેતરપીંડી કરાતા ફરિયાદ

બેંક ઓફ સૌરાષ્ટ્ર - માંડવી શાખાના મેનેજર જલારામ પરષોતમ ઠક્કરે નોંધાવેલ ફરીયાદ મુજબ તા. ૫-૧૨-૦૬ થ ૨-૩-૨૦૦૭ દરમ્યાન પંકજ નરશી પટેલ, શૈલેષ મણિલાલ સલાટ, વિસનજી હરજી ભગત (રે. ત્રણેય બિદડા), મહેન્દ્ર માવજી, નાનજી માવજી પટેલ (રે. બન્ને નાની વિરાણી), શામજી દેવજી પટેલ (દુર્ગાપુર), ્‌અમૃતલાલ હરજી પટેલ, પંકજ પ્રહલાદ પટેલ, સંદીપ ક્રિષ્નકાંત વૈશ્નવ (રે. ત્રણેય બિદડા)એ પોતાના નામના બનાવટી દસ્તાવેજો ઉભા કરી સાચા તરીકે માની તેમની બેંકમાં રજૂ કરી લોન ઉપાડી લોનની રકમમાંથી ૫,૧૬,૬૫૦ની રકમ બેંકમાં ભરપાઇ નહીં કરી છેતરપીંડી કરી હતી.

તેમજ સંદિપ ક્રિષ્નકાંત વૈષ્નવ, પંકજ પ્રહલાદ પટેલ, જયંતિલાલ હરજી પટેલ (રે. ત્રણે બિદડા), જયશ્રીબેન શાંતિલાલ પટેલ, જીતેન્દ્ર શામજી પટેલ (રે. બન્ને નાની વિરાણી), હરીલાલ શંકરજી રાજગોર (રહે. બિદડા)એ પોતાના નામના ખોટા દસ્તાવેજો બનાવી બેંકમાંથી લોન મેળવી રૂા. ૩,૬૩,૦૦૦ની રકમ પાછળથી ભરપાઇ કરી બેંક સાથે છેતરપીંડી કરતા માંડવી પોલીસે બે જુદી જુદી ફરીયાદો પરથી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Copyright   © Gujarat Samachar