ભીમાસર ગામે ભિલેશ્વર મહાદેવના મંદિરમાંથી ૪૩ હજારના દાગીનાની ચોરી
ભુજઃ
રાપર તાલુકાના ભીમાસર ગામે ભોમેશ્વર મહાદેવના મંદિરે આજે રાત્રિના કોઈપણ સમયે તસ્કરો મંદિરના તાળાને ડુપ્લીકેટ ચાવીથી ખોલી રૂ।. ૪૭,૪૦૦ની કંિમતના ચાંદીના દાગીના ચોરી કરી ગયા હતા.
ડુપ્લીકેટ ચાવીથી તાળા ખોલી ચોરીઃ જાણભેદુનું કૃત્ય હોવાની શંકા
ભીમાસર ગામે ગામથી દૂર નિર્જન વિસ્તારમાં તળાવની બાજુમાં આવેલ ભોમેશ્વર મહાદેવના મંદિરના તાળાં મારી પૂજારી ઉમેદગીરી રાત્રિના ૧૧ વાગ્યે બાજુના જ મકાનમાં સૂઈ ગયા હતા. સવારે પાંચ વાગ્યે ઉઠીને જોતાં કોઈએ ડુપ્લીકેટ ચાવીથી મંદિરના તાળાને ખોલી અંદરથી પ્રવેશી ચાંદીના નાગ, શીવલીંગનો કવચ, છત્ર ચામર તેમજ અન્ય ચાંદીના દાગીના થઈ કુલ રૂ।. ૪૬,૪૦૦ના દાગીના ઉપાડી ગયા હતા. ચાવીથી તાળા ખોલી ચોરી કરાતા આ કામ જાણભેદુનું હોવાની શંકા રાખી પોલીસે તપાસ હાથ ધરી છે.
|