home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > ગુજરાત >

લાલપુરના કાનાલૂસ ગામે રિલાયન્સ કોન્ટ્રાકટર દ્વારા ચોરીનું આળ મૂકી
બિહારી યુવાનને સસરા સાથે ગોંધી રાખી જીવતા સળગાવવાનો પ્રયાસ

રાજકોટ,

જામનગર લાલપુર તાલુકાના કાનાલૂસ ગામમાં રહેતા અને રિલાયન્સનાં મજૂરોનાં ફોટા પાડવાનો કોન્ટ્રાકટ ધરાવતા દિનેશ ઠાકુર નામના શખ્સે તેનાં સાગરીતો સાથે મળી તેનાં સ્ટુડિયોમાં કામ કરતા બિહારી યુવાન પર ચોરીનું આળ મૂકી તેને અને તેનાં સસરને ત્રણ દિવસ મકાનમાં ગોંધી રાખી મરણતોલ માર મારી જીવતો સળગાવવાનો પ્રયાસ કર્યાનો ચોંકાવનારો બનાવ પ્રકાશમાં આવ્યો છે.

ત્રણ દિવસ ખંભાળીયામાં મકાનમાં ગોંધી રાખી મરણતોલ માર માર્યો ઃ મોકો મળી જતા ભાગેલો યુવક રાજકોટ ખાતે સારવારમાં

વિગત એવી છે કે, મૂળ બિહારનાં બબનપુરા ગામનો રાજકિશોર શ્રી જમનાઠાકુર નાઈ (૨૭) વીસેક દિવસ પહેલા કાનાલૂસમાં વાળંદ કામની કેબીને કામ કરતા સસરા મહિન્દર ઠાકરને ત્યાં કામની તલાશમાં આવ્યો હતો. મહિન્દરે તેની ઓળખાણના નાતે તેને કાનાલૂસમાં રિલાયન્સમાં મજૂરોનાં ેગેઈટ પાસના ફોટા પાડવાનો કોન્ટ્રાકટ ધરાવતા મૂળ તેનાં જ વતનનાં દિનેશ ઠાકુરનાં હરિઓમ સ્ટુડિયોમાં કામે રખાવ્યો હતો. જયાં ફોટો પાડવાનું કામ કરતો હતો, અને સ્ટુડિયોમાં જ સુઈ રહેતો હતો.

ગઈ તા. ૨૬મીએ સ્ટુડિયોમાંથી ૧૫ હજારની ચોરી થતાં દિનેશ ઠાકુરે રાજકિશોરને તે જ ચોરી કરી છે તેમ કહી પૈસા આપવા દબાણ કર્યું હતું પરંતુ તેણે ચોરી કર્યાનો સાફ ઈન્કાર કરી દેતા દિનેશ ઠાકુર, તેનો ભાઈ ફન્ટુશ સાળો સુધીર ઠાકુર અને અજાણ્યા શખ્સે રાજકિશોરને લાકડી અને કમરપટ્ટાથી બેફામ માર માર્યો હતો, છતાં ચોરી નહીં કબુલતા તેને ફોર વ્હીલમાં બેસાડી ઠાકુરનાં ખંભાળીયામાં આવેલા મકાને લઈ જવાયો હતો. જયાં ફરીથી મારકૂટ કર્યા બાદ રાત આખી ગોંધી રાખ્યો હતો. બીજા દિવસે ફરીથી કાનાલૂસ લઈ ગયા હતાં.

દિનેશને રાજકિશોરે ચોરીની રકમ સસરાને આપી દીધાની શંકા હોવાથી તેનાં સસરાને બોલાવી પુછતાછ કરી હતી. પરંતુ તેણે રકમ મળ્યાનો ઈન્કાર કરતા ચોરી કર્યાનું લખાણ લખાવી બાદમાં રાજકિશોર અને તેનાં સસરાને ફરીથી ફોર વ્હીલરમાં કાનાલૂસ લઈ ગયા હતા. જયાં રાજકિશોર પર સિતમ ગુજારવાનું ચાલુ રાખ્યું હતું. એક દિવસ તો દિનેશ તેની ઉપર કેરોસીન છાંટી દિવાસળી ચાંપવા જતો હતો ત્યાં રાજકિશોરે તેનાં બંને પગ પકડી આજીજી કરતા સળગાવ્યો ન હતો આમ છતાં તેનાં બંને બાવળા દાઝી ગયા હતા. ત્રણ દિવસ સુધી ગોંધી રખાયા બાદ ગઈકાલે બપોરે મોકો મળતા રાજકિશોર અને તેનો સસરા ઘરમાંથી ભાગીને સીધા ટ્રેનમાં બેસી રાજકોટ આવ્યા હતા રાજકિશોર મરણતોલ મારથી ઘવાતા સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો. જયાં પ્ર.નગરનાં કોન્સ્ટેબલ દેવશીભાઈ રબારીએ તેનું નિવેદન નોંધી જામનગર પોલીસ તરફ મોકલી આપ્યું છે.

Copyright   © Gujarat Samachar