home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન

નબળી આર્થિક સ્થિતિ ધરાવનારને પ્રથમ નંબરે પ્રવેશ આપતી
મોરબીની કન્યાશાળાને આજે જિલ્લાની શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ

રાજકોટ,

‘અહી મેરીટ પ્રમાણે નહી પરંતુ વિદ્યાર્થીની નબળી આર્થિક સ્થિતિને ઘ્યાનમાં રાખીને એડમિશન મળે છે’ આ પ્રકારના સુત્રને શાળાનો મુદ્રાલેખ બનાવનાર મોરબીના સરદાર પટેલ વિદ્યાલયને રાજકોટ જિલ્લાની ગ્રાન્ટેડ શાળાઓમાં શ્રેષ્ઠ શાળા તરીકેનો એવોર્ડ જાહેર કરવામાં આવેયો છે. આ એવોર્ડ આવતીકાલે તા.૨ના રોજ શાળાના સંચાલકોને રૂા ૧૦ હજારના રોકડ પુરસ્કાર સાતે એનાયત કરાશે.

ગ્રામીણ વિસ્તારની ૨૧૦૦ વિદ્યાર્થીઓને છાત્રાલયમાં ભણાવી ઉજ્જવળ પરીણામ મેળવનાર સરદાર પટેલ કન્યા વિદ્યાલયને શિક્ષણ બોર્ડનો રૂા ૧૦ હજારનો પુરસ્કાર મેળવશે

રાજકોટ શહેર અને જિલ્લામાં ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાઓની કુલ સંખ્યા ૭૫૦ને આંબી ગઈ છે. તેમા પણ સ્વનિર્ભર શાળાઓનું પ્રમાણ વધતા ગ્રાન્ટેડ શાળાઓની સ્થિતિ દિનપ્રતિદિન કથળતી રહી છે. આ સ્થિતિમાં સારી ગ્રાન્ટેડ શાળાઓને પ્રોત્સાહિત કરવા માટે ગુજરાત રાજયના માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા દરેક જિલ્લામાં સારી માઘ્યમિક શાળાને દરમહિને રૂા ૧૦ હજારના પુરસ્કાર સાથે સન્માનિત કરવાની જે યોજના જાહેર કરવામાં આવી છે તે યોજના હેઠળ રાજય સરકારનો રાજકોટ જિલ્લાનો સૌ પ્રથમ શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ મોરબીની સરદાર વલ્લભભાઈ પટેલ કન્યા વિદ્યાલય નામની શાળાને મળશે.

‘થર્ડ’ પાર્ટી ઈવોલ્યુશન’ દ્વારા શ્રેષ્ઠ શાળા તરીકે પસંદગી પામનાર આ શાળામાં ગ્રામ્ય વિસ્તારની ૨૧૦૦થી વઘુ વિદ્યાર્થીનીઓ છાત્રાવાસી શાળામાં ભણે છે. આ વિદ્યાર્થીનીઓને કોમ્પ્યુટરના શિક્ષણ ઉપરાંત રમતગમત, ઘરકામ, ભરત - ગુંથણ અને સમુહજીવનના પાઠ ભણાવવામાં આવે છે. શાળાના આચાર્ય દિનાબેન અમૃતિયાના જણાવ્યા મુજબ આ શાળાની વિદ્યાર્થીની કુ. વૈશાલી કાસુન્દ્રા ગયા વર્ષે ધો. ૧૨માં બોર્ડમાં પણ સ્થાન પામી હતી. ધો.૧૦નું પરીણામ ગત વર્ષે ૯૩.૬૧ ટકા અને ધો.૧૨નું પરીણામ ૯૮.૯૭ ટકા હતું.

સામાન્યતઃ આ વિસ્તારના ગરીબ અને નિરક્ષર મા-બાપની દીકરીઓ કુટુંબનો આધાર બની શિક્ષણ મેળવે તે હેતુથી શરૂ કરવામાં આવેલી આ શાળામાં ગત વર્ષે ૮૦ વિદ્યાર્થીનીઓએ રૂા ૫-૫ હજારની એવી સ્કોલરશીપ આપવામાં આવી હતી કે તેમને જો ઉપલા ધોરણમાં ૫૦ ટકાથી વઘુ માર્કસ મળશે તો રૂા ૫ હજારની વઘુ સ્કોલરશીપ મળશે. આ શાળાની રાજકોટ જિલ્લાની શ્રેષ્ઠ શાળાતરીકે પસંદગી થઈ છે જે શાળાને શિક્ષણાધિકારી સહિત અન્ય મહાનુભવોની ઉપસ્થિતિમાં સરદાર પટેલ વિર્ધાલય ( મવડી)રાજકોટ ખાતે ઓકટોબર ૨૦૦૭નો એવોર્ડ અર્પણ કરવામાં આવશે.

Copyright   © Gujarat Samachar