રાજકીયપક્ષોના ઉમેદવારોના ફોર્મ ભરાતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો
Mþ"htEle åËkxKebtk Vtubo ChJt btxu "mthtu
રાજકોટ,
સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ પૈકી નગરપાલીકાની ચૂંટણી આગામી તા.૧૭ ફેબુ્ર.ના રોજ પામનાર છે. આ ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાનો આવતીકાલે તા.૨ ફેબુ્ર.ના છેલ્લો દિવસ છે. દરમિયાન આજે કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારોના નામો જાહેર થતા કેટલીક જગ્યાએ આ રાજકીય પક્ષના ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા સૌરાષ્ટ્ર - કચ્છની ૩૪ સુધરાઈની ચંટણી લડવા માટે રાજકીય પક્ષના ઉમેદવારો મેદાનમાં ઉતરતા જ સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
રાજકોટ જિલ્લામાં ૧૯૨, જામનગર જિલ્લામાં ૧૫૮ અને જૂનાગઢ જિલ્લામાં ૧૦૩ ઉમેદવારોના ફોર્મ ભરાયા ; ૩૪ સુધરાઈની રસાકસીપુર્ણ ચુંટણી
રાજકોટ જિલ્લાની પાંચ નગરપાલિકાઓની ચૂંટણી અંતર્ગત આજે કુલ ૧૯૨ ઉમેદવારીપત્રો રજૂ થયા છે. જેતપુરમાં ભાજપના ૩૧, બ.સ.પા.ના ૩ અને અપક્ષના ૪૩, ધોરાજીમાં કોંગ્રેસના ૩૩, ભાજપના ૧૩ અને અપક્ષના ૧૫, ઉપલેટામાં કોંગ્રેસના ૮, ભાજપના ૨૫, સી.પી.આઈ.ના ૩ અને અપક્ષનું ૧, જસદણમાં કોંગ્રેસના ૧૨ અને અપક્ષના૩ તેમજ ભાયાવદરમાં અપક્ષના ૨ ફોર્મ આજે રજૂ થયા છે. મલિયામિયાણામાં પણ એક બેઠકની પેટાચૂંટણી યોજાઈ રહી છે પરંતુ તેમાં આજે એકપણ ફોર્મ આવ્યું નથી.
જામનગર ઃ જામનગર બે વોર્ડ તથા જલ્લાની છ નગરપાલિકાઓની ચૂંટણીમાં અત્યારસુધીમાં કૂલ ૧૫૮ ફોર્મ ભરાયા છે. જામનગર મહાનગરપાલિકાનાં સમાવિષ્ટ કરાયેલા બેડી અને નવાગામ (ઘેડ)ના નવા બનેલા બે વોર્ડની ૬ બેઠક તથા જીલ્લની પાલિકાઓઓની ચૂંટણીમાં કૂલ ૪૮ વોર્ડની ૧૪૪ બેઠકો માટે તા.૧૭મના રોજ મતદાન થનાર છે. આ માટે ઉમેદવારી પત્ર ભરવાની મુદત ગત તા.૨૮થી શરૂ થઈ છે. જેમાં કુલ ૧૫૮ ફોર્મ ભરાયા છે.
જામનગરના વોર્ડ નં. ૧૮ અને ૧૯ની છ બેઠકો માટે પાંચ ફોર્મ ભરાયા ધ્રોલમાં ૧૯ કાલાવડમાં ૨૧, જમજોધપૂરમાં ૩૮, ભાણવડમાં ૧૨ સલાયા - ૨૫ અને દ્વારકામાં ૩૮ ફોર્મ ભરાયા છે.
અમરેલી ઃ અમરેલી જિલ્લાની લાઠી, ચલાલા, જાફરાબાદ અને રાજુલા નગરપાલીકાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવામાં આજે કુલ ૫૩ ફોર્મ ભરાયા હતા. જેમાં સૌથી વઘુ ચલાલામાં ૩૯ ફોર્મ ભરાયા છે.
અમરેલી જિલ્લાની લાઠી, ચલાલા, જાફરાબાદ અને રાજુલાનગરપાલીકાઓની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવામાં ઉમેદવારોનાં ઉત્સાહ ન હતો પરંતુ આજે લાઠી પાલીકાના સાત વોર્ડમાટેના ૨૧ ઉમેદવારો સભ્યની ચૂંટણી માટે આજે ૩ ફોર્મ રજુ થયા છે. તેવી રીતે ચલાલા પાલીકાના સાત વોર્ડના ૨૧ સભ્યોની ચૂંટણી માટે સૌથી વઘુ ૩૯ ફોર્મ રજુ થયા છે. તેમજ જાફરાબાદ પાલીકાના સાત વોર્ડમાટેના ૨૧ સભ્યોની ચૂંટણી માટે ૫ ફોર્મ ભરાયા છે જયારે રાજુલા પાલીકાના નવ વોર્ડ માટેના ૨૭ સભ્યો માટે ૬ ફોર્મ ભરાતા આજે જીલ્લાની ચાર પાલીકા માટે ૫૩ ફોર્મ ભરાયા હતા હજુ આવતીકાલે છેલ્લા દિવસે ફોર્મ ભરવામં ધસારો રહેશે. રાજુલા પાલીકાના નવ વોર્ડ માટે ભાજપે પોતાના ઉમેદવારો જાહેર કર્યા હતાં.
પોરબંદર ઃ પોરબંદર જિલ્લાના ૩ મહત્વના શહેરો છાંયા, રાણાવાવ, તથા કુતીયાણા નગરપાલીકાની ૧૭ ફેબુ્રઆરીએ યોજાનારી ચૂંટણીના ઉમેદવારી પત્રકો ભરવાના પ્રથમ દિવસે ફકત દશજ ફોર્મ ભરાયા છે. આવતીકાલે છેલ્લો દિવસ હોવાથી ફોર્મ ભરવા માટે ધસારો થાય તેમ જણાય છે.
પોરબંદરના પરાજેવા છાંયા ગામનાં નવવોર્ડની ૨૭ બેઠકો ઉપર ચૂંટણી લડાશે. હાલમાં ભાજપનું શાસન ચાલે છે. આવતીકાલે કોંગ્રેસ અને ભાજપ બન્ને પક્ષો ઉમેદવારી પત્રકો રજુ કરશે. આજે સાત અપક્ષોએ પોતાનાં ફોરમ ભર્યા છે. પોરબંદરના બે વોર્ડમાં પેટાચુંટણી થશે તેમાં આજે એક પણ ફોર્મ ભરાયું નથી.
જૂનાગઢ ઃ જૂનાગઢ જીલ્લની નગરપાલીકાઓમાં વિસાવદરમાં - ૨, વંથલીમાં - ૧૪, માણાવદરમાં ૮, બાંટવા - ૨૦, ચોરવાડ - ૪, અને માંગરોળમાં ૧૭ મળી કુલ ૬૫ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. અત્યાર સુધીમાં કુલ ૧૦૩, ફોર્મ ભરાયા છે. આવતીકાલે છેલ્લા દિવસે ધસારો રહેશે.