home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > ગુજરાત >

બે જીપો ભરીને આવેલા રેકોર્ડનો અભ્યાસ કરતી પોલીસ
આરસીસી બેંકનું કૌભાંડને લગતું અસલ રેકોર્ડ કબ્જે

રાજકોટ,

રાજકોટ કોમર્શિયલ કો.ઓ. બેંક લીમીટેડનાં રૂા ૫.૩૧ કરોડના ઉચાપત કૌભાંડની તપાસ દરમિયાન પીસીબીએ આજે કૌભાંડને લગતું બેંકનું ઓરીજીનલ રેકોર્ડ કબ્જે કરીતેનો અભ્યાસ શરૂ કરી કૌભાંડની અતથી ઈતિ સુધીની વિગતો અને તેમાં વઘુ કયા કયા શખ્સોની સંડોવણી છે તેની તપાસ આરંભી છે.

આરોપી કેશિયર સાથે ૮૧ લાખનું ટ્રાન્ઝેકશન કરનાર પાર શ્રોફ પેઢીના સંચાલકની પુછપરછ

તપાસ કરનાર પીસીબીના પીઆઈ બી.ડી. રબારીએ બેન્કનાં અધિકારીઓને કૌભાંડને લગતું અસલ રેકોર્ડ પોલીસને સોંપવા સુચના આપતા આજે એકથી વઘુ જીપો ભરાય તેટલું અસલ અને ઝેરોક્ષ નકલો સાથેનું રેકોર્ડ પોલીસ સમક્ષ રજૂ કરાયુ હતું. આ સાથોસાથ પોલીસે આરબીઆઈનો ઓડિટ રિપોર્ટ, આ પ્રકરણનાં કૌભાંડમાં અગાઉ બેંકનાં જે ત્રણ કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા હતા તેને લગતું રેકોર્ડ પણ મંગાવ્યું છે.

તપાસ કરતી પોલીસે જણાવ્યું કે, કૌભાંડમાં જે શકદારોનાં નામો મળ્યા છે તેમનું બેંકમાંથી કયારથી ખાતું છે, અને કેટલું ટ્રાન્ઝેકશન કર્યું છે. તે રેકોર્ડના આધારે ચેક કરાશે. જે પરથી આ કૌભાંડમાં બીજા ઘણાં શખ્સોની સંડોવણીની શકયતા નકારાતી નથી. હાલ ચાલી રહેલી તપાસમાં રોજ નવા નવા નામોનાં ખુલાસા થઈ રહ્યાં છે. જેનાં નામ ખુલી રહ્યા છે તે અંડરગ્રાઉન્ડ થઈ રહ્યાં છે. જેથી પોલીસ આ તમામ શખ્સો ઉપરાંત મુખ્ય સૂત્રધાર ગણાવાયેલા બેંકનાં કેશ ઓફિસર ઠાકોર શીંગાળા ડે. મેનેજર જગદીશ ચૌહાણ મવડી બ્રાંચના તત્કાલીન મેનેજર દેસાઈની શોધખોળ કરી રહી છે. પરંતુ આરોપીઓ હાથમાં આવતા નથી. આ ઉપરાંત જે રાજકીય માથાઓ અને શ્રોફ, ફાયનાન્સરોનાં નામો બહાર આવ્યા છે. તે પણ અન્ડરગ્રાઉન્ડ થઈ ગયા છે. કંઈ રીતે પોલીસમાં હાજર થું અને કઈ રીતે કૌભાંડનો વહેલી તકે સંકેલો કરાવવો તેની સોગઠાબાજી ગોઠવાઈ રહી છે. તપાસ દરમિયાન દાણાપીઠમાં પંકજકુમાર જસુભાઈ પારી નામની જાણીતા શ્રોફ પેઢીનું નામ સપાટી પર આવતા આ શ્રોફ પેઢીનાં સંચાલકો પૈકીનાં દિનેશ પારીની આજે પોલીસે પુછતાછ કરી હતી. હાલ રિમાન્ડ પર રહેલા ચિફ કેશિયર અશોક ચૌહાણને આ શ્રોફ પેઢી સાથે ગઈ તા.૧.૪ થી તા. ૩૧.૧૨.૨૦૦૭ સુધી રૂા ૮૧ લાખનું ટ્રાન્ઝેકશન ચેકથી કર્યાની વિગતો બહાર આવતા પોલીસે દિનેશ પારીની પુછપરછ આરંભી છે.

તપાસ કરતી પોલીસે જણાવ્યું કે, આ ટ્રાન્ઝેકશન કૌભાંડની રકમમાંથી થયું છે કેમ તેની તપાસ કરાઈ છે. વિગતો સ્પષ્ટ થયા બાદ શ્રોફના સંચાલક સાથે આગળની કાર્યવાહી કરાશે. આ ઉપરાંત ૨૦૦૫માં આ શ્રોફ પેઢીમાં શાહુકાર ધારા હેઠળ કાર્યવાહી થઈ હતી. ત્યારે લાયસન્સ મળ્યું ન હતું. જેથી પોલીસ હવે કરોડો રૂપિયાનાં ટ્રાન્ઝેકન કરતી આ શ્રોફ પેઢી પાસે જરૂરી લાયસન્સ છે કે કેમ તેની તપાસ કરી રહી છે. જો લાયસન્સ નહીં હોય તો મની લેન્ડ એકટ હેઠળ ગનો નોંધવામાં આવશે તેમ પણ પોલીસે જણવ્યું હતું. આ કેસમાં નાસતા ફરતા વિજય એન્ટરપ્રાઈઝ નામની શ્રોફ પેઢીનાં માલીક વિજય દોશીની ભાળ મેળવવા માટે પોલીસે આજે તેનાં ભાઈ સમીર પરાંત શંિગાળાનો પતો મેળવવા તેના ભાઈ મહેશભાઈ શંિગાળાની પુછપરછ કરી હતી. આ કેસની ફરિયાદ નોંદાવનાર બેંકનાં મેનેજર આર.એમ. દેસાની પણ આજે પુછપરછ કરવામાં આવી હતી. બેંકના બીજા હોદેદારોની પણ ટુંક સમયમાં પુછપરછ કરવાનાં નિર્દેશો પોલીસે આપ્યા છે.

Copyright   © Gujarat Samachar