home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > ગુજરાત >

સિન્ડીકેટની ચૂંટણીને પગલે યુનિ.ના રાજકારણમાં ગરમાટો

(પ્રતિનિધિ દ્વારા) સુરત,

નર્મદ યુનિવર્સિટીમાં સિન્ડીકેટની એક બેઠકની ચૂંટણી માટે ઉમેદવારીપત્રોની ચકાસણીમાં રદ થયેલું ફોર્મ મંજુર થયાં બાદ યુનિવર્સિટીના રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. ભાજપમાં જ પડી ગયેલા બંને જુથ માટે હવે આગામી ૫મીએ યોજાનારી ચૂંટણી પ્રતિષ્ઠાનો જંગ બની ગઇ છે. બીજી તરફ કુલપતિ દ્વારા મંજુર કરાયેલા ફોર્મ બાબતે ઉચ્ચસ્તરે રજૂઆત પણ કરવામાં આવનાર છે.

વિનોદ પટેલનું નજીવા કારણે રદ થયેલું ફોર્મ કુલપતિએ મંજુર કર્યા બાદ ભાજપના બંને જુથ માટે ચૂંટણી પ્રતિષ્ઠાનો જંગ

યુનિવર્સિટીના રાજકારણમાં ફરી ગમાટો આવી ગયો છે. સિન્ડીકેટની એક ખાલી પડેલી બેઠક પર સભ્યની નિયુક્તિ માટે આગામી ૫મીએ ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીમાં ઝુકાવનાર બે ઉમેદવારો ડો.આર.ડી.પટેલ અને વિનોદ પટેલ પૈકી વિનોદ પટેલનું ફોર્મ ચકાસણીમાં રદ કરવામાં આવ્યું હતું. જેને પગલે એક તબક્કે ચૂંટણી ટળી ગઇ હોવાનું જણાતું હતું. જોકે, આ બાબતે તેમણે કુલપતિને અપીલ કરી હતી. જેમાં તેમનું ફોર્મ મંજુર કરવામાં આવ્યું હતું.

વિનોદ પટેલના ફોર્મ જે ભૂલો હતી તે નજીવી હતી પરંતુ, ભાજપના એક જુથના પ્રયાસોને કારણે આ ફોર્મ રદ થયું હતું. જોકે, ફોર્મની ભૂલ તદ્દન સામાન્ય હોવાનું જણાતા કુલપતિએ પોતાને મળેલી સત્તા અંતર્ગત આ ફોર્મ મંજુર કર્યું હતું. જેને પગલે હવે ચૂંટણી નિશ્વિત બની છે. યુનિવર્સિટીમાં ભાજપમાં કુલપતિ તરફી અને કુલપતિ વિરોધી એમ બે જુથ પડી જતાં હવે આ ચૂંટણીને લઇને યુનિવર્સિટીના રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. ચૂંટણી હારી જવાની બીકે વિનોદ પટેલનું ફોર્મ રદ કરાવ્યાની ચર્ચા યુનિવર્સિટી વર્તુળોમાં ચાલી રહી હતી.

જોકે, ઉમેદવાર ડો.આર.ડી.પટેલે કહયું કે, અમે ચૂંટણી માટે તૈયાર છીએ અને કુલપતિના આ પગલા માટે ઉચ્ચસ્તરે રજૂઆત પણ કરવામાં આવશે. જ્યારે ઉમેદવાર વિનોદ પટેલ તરફીઓએ કહયું કે, ફોર્મ જે ભૂલ હતી તે વાસ્તવમાં ભૂલ હતી જ નહી. જે મુદ્દાને લઇને વિરોધીઓએ કાગારોળ મચાવી હતી તે મુદ્દાનો ભૂતકાળમાં ચૂંટણીઓ દરમિયાન ફોર્મ ઉલ્લેખ કરાતો જ નહોતો. અલબત્ત, હવે બંને જુથ ચૂંટણી માટે તૈયાર છે અને આ ચૂંટણી બંને પક્ષ માટે જાણે પ્રતિષ્ઠાનો જંગ બની ગયો છે.

Copyright   © Gujarat Samachar