home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > ગુજરાત >

મિલ્કતવેરા વસુલાત અભિયાન રૂા.૨૫.૨૨ લાખ વસુલ કરાયા

(પ્રતિનિધી દ્વારા) સુરત,

મ્યુનિ. ટેક્ષની વસુલાત માટે ૩૮ રહેણાંક, કોમર્શિયલ તથા ૧૧ ઔદ્યોગિક વસાહતોમાં બાકીદાર કારખાનાઓની જપ્તી સાથે મિલ્કતોને સીલ મારવાની કાર્યવાહી શરૂ કરાતાં જ સ્થળ પર ૨૫.૨૨ લાખની બાકી રકમ જમા કરાવી દેવાઇ હતી.

જુના શહેર નો કોમર્શિયલ વિસ્તાર તથા કતારગામની ઔદ્યોગિક વસાહતોમાં ટેક્ષ ભરવામાં અખાડા કરનારા સામે લાલ આંખ

પાલિકાએ જુના શહેરમાં ઠેર ઠેર દુકાનો, ફ્‌લેટો, ગોડાઉનો મળી કુલ ૩૮ મિલ્કતોની રૂા. ૧૯,૩૭,૧૧૧ ની બાકી વસુલાત માટે આ તમામને સીલ મારી દેતાં કબ્જેદાર વેપારીઓ, માલિકો તથા ભાડુઆતોએ સ્થળ પર રૂા. ૧૦,૭૫,૯૬૦ ની રોકડ સાથે કેટલાંકે એડવાન્સ ચેકો જમા કરાવી દીધા હતા.

કતારગામની ફુલપાડા, નિર્માણ, ક્રિષ્ણા, બબરીક, જુની-નવી જી.આઇ.ડી.સી., ધોડીયાપીર ટેકરો, બારડોલીયા કમ્પાઉન્ડ, વસ્તાદેવડી રોડ, પટેલ ઇન્ડસ્ટ્રીયલ બંબાવાડી, વેડરોડ પંડોળમાં આવેલી દુર્લ્લભ, ધનકુબેરની ઔદ્યોગિક વસાહતોમાં મિલ્કતવેરો ભરવામાં અખાડા કરતાં બાકીદારોના યુનિટો સીલ કરી દેવાયા હતા.

આજ વિસ્તારમાં ફટાકડાવાડી તથા કતારગામ ડેરી ફળીયાના રહેઠાણવાળા વિસ્તારોમાં પણ વસુલાત કાર્યવાહી હાથ ધરાઇ હતી. મિલ્કત જપ્તી સાથે તેને સીલ કરવાની કાર્યવાહી કરાતાં સ્થળ ઉપર રૂા. ૧,૦૦,૦૦૦ ની રકમ તથા રૂા. ૫,૮૫,૦૦૦ ના ચેકો લઇ મિલ્કતવેરા વસુલ લેવાયા હતા. જુના શહેરના સેન્ટ્રલ ઝોનમાં ૩૮ મિલ્કતોના બાકીદારો પાસે કુલ રૂા. ૧૯.૩૭ લાખ વસુલ કરાયા છે.

Copyright   © Gujarat Samachar