|
વલસાડ હાઈવે પર સુગર ફેકટરી નજીકથી ૧૦ વ્હીલની મોટી ટ્રકમાંથી ૧૨.૪૮ લાખના દારૂ સાથે બે પકડાયા
વલસાડ,
આરઆર સેલ સુરતની ટીમે આજે વલસાડ જિલ્લામાંથી પસાર થતાં ને. હા. નં. ૮ ઉપર પારનેરા પારડીની સીમમાં આવેલ વલસાડ સુગર ફેકટરી પાસેથી મોટી ટ્રકમાં રાજસ્થાન લઈ જવાતો ૧૨.૪૮ લાખના દારૂ સાથે બે શખ્સોને ઝડપી પાડતાં દારૂના ખેપિયાઓમાં ફફડાટ ફેલાયો છે. પોલીસે આ ઘટનામાં કુલ ૨૪.૫૦ લાખની માલમત્તા કબ્જે કરી છે.
રાજસ્થાન લઈ જવાતા જથ્થાને આરઆર સેલની ટીમે પકડી દારૂ ભરાવનાર પાતલીયા શીતલ બારના કનુ કામડીને વોન્ટેડ બતાવ્યો
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ રેન્જ આઈજી શિવાનંદ ઝાને મળેલી બાતમી આધારે આરઆર સેલના એ.એસ.આઈ. ભૂપતસંિહ, કોન્સ્ટેબલ જયદીપસંિહ વગેરેનાઓએ ને. હા. નં. ૮ ઉપર પારનેરા પારડી ખાતે ગઈ કાલે રાત્રે નાકાબંધી ગોઠવી હતી. આ દરમ્યાન વલસાડ સુગર ફેકટરી પાસે બાતમી મુજબની ટ્રક નંબર આર. જે. ૩૦-જી-૧૬૬૦ આવત આરઆર સેલની ટીમે ઉક્ત ટ્રકને ઉભી રખાવી હતી.
૧૦ વ્હીલ ધરાવતી આ ટ્રકની અંદર ચકાસણી કરતાં વિના પાસ પરમીટનો દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. ઉક્ત જથ્થો રાજસ્થાનના ઉદયપુર ખાતે લઈ જવાનો હોવાનું ખેપિયાઓએ જણાવતા આરઆર સેલની ટીમે બે શખ્સોની ધરપકડ કરી હતી.
ઉક્ત ટ્રકમાં વિના પાસ પરમીટની કુલ ૨૭,૬૦૦ દારૂની બોટલો મળી આવી હતી. તેમજ એક શખ્સ પાસેથી રૂપિયા ૨૦૦૦ની કંિમતનો મોબાઈલ મળી આવ્યો હતો. પોલીસે ૧૨.૪૮ લાખના દારૂ સહિત કુલ ૨૪.૫૦ લાખની માલમત્તા જપ્ત કરી છે. ઉપરાંત રાજસ્થાનના બે ભાઈઓ પુરનસીંગ ઈન્દ્રસીંગ ચૂડાવત અને મદનસંિગ (રહે. સવિનાખેડા, તા. ગીરવડ, જી. ઉદયપુર)ની ધરપકડ કરી વલસાડ રૂરલ પોલીસને હવાલે કર્યા હતા તેમજ આ ઘટનામાં દારૂનો માલ ભરાવનારા પાતલીયા, શીતલ બારના કનુ બાલુ કામડી અને ડાભેલના અશોકભાઈને વોન્ટેડ જાહેર કરાયા છે.
|