વડોદરાના ગઠિયાઓ દ્વારા ઓનલાઇન ટ્રેડીંગમાં પુણેના વેપારી સાથે છેતરપીંડી
(પ્રતિનિધિદ્વારા) વડોદરા,
વેબસાઇટ પર ઓન લાઇન મોબાઇલ ફોનનો સોદો કરીને શહેરના ત્રણ ભેજાબાજ ગઠિયાઓએ પુનાના વેપારીના ત્રીસ હજાર રૂપિયા પડાવી લીધા હતા. આ સાયબર ક્રાઇમ અંગે પુનાના બનગઢ પોલીસ મથકમાં નોંધાયેલા ગુનામાં વોન્ટેડ આરોપીને સાયબર ક્રાઇમ સેલ પુનાની પોલીસ પકડી ગઇ હતી.
નાણાં લઇ લીધા પણ મોબાઇલ ના આપ્યો ઃ ત્રણ યુવાનોની ધરપકડ
આ અંગેની પોલીસ સુત્રો દ્વારા મળતી માહીતી મુજબ પુનામાં રહેતા સઇદે મોબાઇલ ફોન ખરીદવા માટે ઓન લાઇન ટ્રેડીંગ કરતી વેબસાઇ પર ડીમાન્ડ મુકી હતી. જે ઘ્યાને લઇને ભેજાબાજ ગઠિયાઓએ ત્રીસ હજાર રૂપિયામાં મોબાઇલ ફોનનો સોદો સઇદ સાથે કર્યો હતો. જેથી સઇદે ભેજાબાજ ગઠિયાઓએ આપેલા એકાઉન્ટમાં ત્રીસ હજાર રૂપિયા જમા કરાવ્યા હતા. પરંતુ આરોપીઓએ મોબાઇલ ફોન આપ્યો નહતો જે અંગે સઇદે બનગઢ પોલીસ મથકમાં ગુન્હો નોંધાવ્યો હતો.
આ ગુનાની તપાસ દરમિયાન જાણવા મળ્યુ હતુ કે વડોદરામાં રહેતા સચિન રાવળ, સાગર પટેલ અને કમલ જેઠવા નામના યુવકોએ આ રીતે ઓનલાઇન ટ્રેડીંગ કરીને છેતરપીંડી કરી હતી.
આ ગુનામાં અગાઉ સચિન રાવળ અને સાગર પટેલ નામના ભેજાબાજ ગઠિયાઓ પકડાયા હતા. પંરતુ તેમનો ત્રીજો સાગરીત કમલ જેઠવા પકડાયો નહતો. જેની શોધખોળ ચાલુ હતી દરમિયાન ગઇકાલે શહેરની ક્રાઇમ બ્રાંચે કમલ જેઠવાને શકમંદ હાલતમાં ઝડપી પાડયો હતો. જેને પકડવા માટે પુના સાયબર ક્રાઇમ સેલના હે.કો. સલગર, પો.કો. શીન્દે, ગીરમે વિગગેરે અત્રે આવ્યા હતા અને આરોપીનો કબ્જો મેળવવા માટે કોર્ટનો ટ્રાન્સફર વોરંટની અરજી કરી હતી.
મોડી સાંજે પુનાની પોલીસ આરોપીને લઇને રવાના થઇ હોવાનું જાણવા મળ્યું છે.
|