home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > ગુજરાત >

પાદરા પાલિકામાં ‘રામ બોલો ભાઇ રામ’ની ઘૂન
સ્મશાનમાં દબાણોથી વ્યથિત ડાધુઓ નનામી લઇ પાલિકા પહોંચ્યા

પાદરા,

પાદરામાં રાવળ સમાજના સ્મશાનમાં દફનવિધિ માટે ગેરકાયદે દબાણોને કારણે જગ્યા નહીં બચતા રાવળ સમાજના લોકો નનામી લઇને સીધા પાદરા નગર પાલિકા ખાતે પહોંચ્યા હતા અને ચીફ ઓફિસરની રૂમની બહાર નનામી મૂકીને ‘રામ બોલો ભાઇ રામ’ના સૂત્રો પોકારીને ઘેરાવ કર્યો હતો. પોલીસ અને તાલુકા મામલતદાર આ બનાવ બાદ સીધા સ્મશાને પહોંચ્યા હતા અને ગેરકાયદે દબાણો ૧ મહિનામાં દુર કરવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો. પોલીસ અને પાલિકાના સ્ટાફની હાજરીમાં પૂરા બંદોબસ્ત સાથે દફનવિધિ કરવામાં આવી હતી. પાદરા નગરમાં આ બનાવ ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો.

તંત્ર દોડતું થઇ ગયું ઃ એક માસમાં દબાણો ખસેડવા ખાત્રી અપાયા બાદ દફનવિધિ

મળતી માહિતી મુજબ પાદરા જકાતનાકા પાસે પાદરા જંબુસર રોડ પર દરજી કોલોની સામે આવેલ રાવલ જ્ઞાતિના સ્મશાનની જગ્યામાં ગેરકાયદેસર દબાણ કરી બાંધેલા મકાન દૂર કરી સ્મશાનની જગ્યા ખુલ્લી કરવા બાબતે રાવળ સમાજ દ્વારા એક અરજી આપવામાં આવી હતી. જેથી રાવળ સમાજના લોકોમાં ભારે રોષ હતો. દરમ્યાન રાવળ સમાજના કાન્તીભાઈ ચીમનભાઈ રાવળનું મોત થતાં સ્મશાનમાં દફનવિધિની જગ્યા નહિ હોવાના કારણે ડાધુઓ સ્મશાન યાત્રા પાદરા નગર પાલિકા ખાતે લઈ ગયા હતાં અને ભારે આક્રોશ ઠાલવ્યો હતો. પાદરા નગર પાલિકામાં બે કલાક ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. નનામી ડાધુઓએ પાદરા નગર પાલિકાના ગેટ પાસે મુકી રામ બોલો ભાઈ રામના ભારે સુત્રોચ્ચાર પોકાર્યા હતા. જેથી ટ્રાફીક જામ સહિત રસ્તો પણ થોડી વાર માટે બંધ થઈ જતાં લોકોના ટોળે ટોળાં ભેગા થઈ ગયા હતાં.

રાવળ સમાજનું સ્મશાન પાદરામાં ગોવંિદપુરા જકાતનાકા તરફ પૂર્વથી પશ્ચિમમાં જતાં વડોદરા-જંબુસર સ્ટેટ હાઈવેથી દક્ષિણ દિશામાં આવેલ રેસ.નં. ૫૬૭/૧ વાળી જમીન પૈકીની પશ્ચિમ દિશા તરફથી જમીનમાં આપેલ જુની ધર્મશાળાથી ઢોર ચીરવાની જગ્યા સુધી જૂના કૂવા સુધીની પૂર્વથી પશ્ચિમ આશરે ૬૦૦ ફૂટ લાંબી તથા ઉત્તરથી દક્ષિણ ૧૫૦ ફૂટ ખુલ્લી જગ્યા ઘણા વર્ષોથી છે. આ સ્થળે રાવળ સમાજમાંથી કોઈનું મૃત્યુ થાય તો તેના દફનાવાઈ છે.

એકાદ બે વર્ષથી સ્મશાનની ખુલ્લી જગ્યા કેટલાક માથાભારે મુસ્લીમ સમાજના ઈસમોએ રાતોરાત ગેરકાયદેસર કાચા-પાકા મકાનોનું બાંધકામ કરી દીધેલ હોવાથી શબને દાટવા માટેની જગ્યા રહેલી નથી જેથી દફનવિધિ માટે મુશ્કેલી થાય છે. આજથી છ માસ પહેલા એક અરજી આપને ગેરકાયદે બાંધકામો ૩૦ દિવસમાં દૂર કરવા માંગણી કરી હતી. રાવળ જ્ઞાતિના સ્માશાન તરીકે ઉપયોગ કરવા માટે ઘટતી કાર્યવાહી કરવા માટે જાણ કરી હતી. છતાં જાડી ચામડીના બની બેઠેલા આ સત્તાધીશોએ કોઈ પગલાં નહી ભરાંતા આજ રોજ તેનાથી વાજ આવી જતાં સ્મશાનયાત્રા સીધી નગર પાલિકા ખાતે લઈ ગયા હતા. જ્યાં સત્તાધીશો અને જ્ઞાતિના અગ્રણીઓ વચ્ચે ભારે ઉગ્ર બોલાચાલી શાબ્દીક ટપાટપી થવા પામી હતી. બાદમાં પાદરા તાલુકા ઈન્ચાર્જ મામલતદાર પ્રધાન તેમજ પાદરાના પીએસઆઈ એ.જે. બલુચ પાલિકા ખાતે આવી પહોચ્યા હતા અને એક માસમાં દબાણો દૂર કરવા ખાત્રી આપી હતી. સઘન પોલીસ બંદોબસ્ત હેઠળ દફનવિધિ કરવામાં આવી હતી. દફન વિધિમાં કોઈ અનિચ્છનિય બનાવ નહી બનતાં વહીવટીતંત્રએ હાશકારો અનુભવ્યો હતો.

Copyright   © Gujarat Samachar