home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > ગુજરાત >

નિઝામપુરા મહેસાણાનગરમાં
પુત્રીના લગ્નમાં વ્યસ્ત પરિવારના મકાનમાંથી રૂા. પોણા ત્રણ લાખની ચોરી

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,

પુત્રીના લગ્ન પ્રસંગમાં વ્યસ્ત રહેલા પરિવારજનોનો લાભ લઇ ગઇ રાત્રે તસ્કરો તેમના બંધ મકાનના તાળા તોડી ૩૦ તોલાના દાગીના અને રોકડ રકમ મળી રૂા. પોણા ત્રણ લાખ ઉપરાંતની મત્તા ઉઠાવી જવાના બનેલા બનાવે સોસાયટી વિસ્તારના રહિશોમાં ફફડાટ ફેલાવી દીધો છો.

રાત્રે બે કલાકના ગાળામાંજ તસ્કરો હાથ ફેરો કરી ગયા ઃ જાણભેદુની શંકા

શહેરમાં ચોરીના ઉપરા છાપરી બની રહેલા બનાવોનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળતી નથી. પરિણામે તસ્કરોની હંિમત વધી રહી છે.

નિઝામપુરા મહેસાણાનગર વિસ્તારમાં તો બેજ કલાકના ગાળામાં એક પરિવારે ૩૦ તોલા ગુમાવ્યાનો બનાવ બનતા સ્થાનિક રહીશો ફફડી ઉઠયા છે.

મહેસાણાનગરમાં રહેતા ભુપેન્દ્રભાઇ મગનભાઇ રાણાની પુત્રીના ગઇકાલે નજીકના પાર્ટી પ્લોટમાં લગ્ન રાખેલા હોઇ કુટુંબીજનો રાત્રે ૯.૩૦ થી ૧૧.૩૦ દરમિયાન લગ્નમાં વ્યસ્ત હતા.

આ વખતે મુખ્ય દરવાજાનું તાળુ તોડીને અંદર પ્રવેશેલા તસ્કરોએ બેઠક રૂમના દિવાલ સાથે ફીટ કરેલી તિજોરી ફેંદી કાઢી હતી.

તિજોરી ખુલ્લી હોઇ તસ્કરો માટે કામ આસાન બની ગયુ હતું.

તસ્કરો તિજોરીમાંથી અંદાજે રૂા. અઢી લાખની કંિમતના ૩૦ તોલા દાગીના સમેટી ગયા હતા. જયારે રૂા.૩૦ હજારની રોકડ રકમ પણ ઉઠાવી ગયા હતા.

આમ, તસ્કરો કુલ રૂા. પોણા ત્રણ લાખ ઉપરાંતની મત્તા ઉઠાવી ગયા હતા.

બનાવ અંગે ફતેગંજ પોલીસને જાણ કરાતા ઇન્ચાર્જ પો.ઇ. સી.કે. પટેલે ડોગ સ્કવોર્ડની અને ફંિગર પ્રિન્ટ નિષ્ણાતોની મદદ લઇ તસ્કરોનું પગેરૂં શોધવાનો પ્રયાસ કર્યો હતો.

ઉકત બનાવમાં કોઇ જાણભેદુ નો હોથ હોવાની શકયતા પણ પોલીસ તપાસી રહી છે.

Copyright   © Gujarat Samachar