home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > ગુજરાત >

વડોદરા જિલ્લા પંચાયતની
કારોબારી સમિતિમાં પ્રથમ વખત મહિલા પ્રમુખની વરણી

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,

વડોદરા જિલ્લા પંચાયતની પાંચ સમિતિઓ પૈકી ચાર સમિતિનાઅઘ્યક્ષની આજે વરણી કરવામાં આવી ત્યારે કારોબારી સમિતિનું સુકાન જિલ્લા પંચાયતના ઇતિહાસમાં પહેલીવાર મહિલાને સોંપાયું હતું. ઉપપ્રમુખ બાદ વઘુ એક મહત્વનો હોદ્દો મહિલાને ફાળે જતાં જિલ્લા પંચાયતમાં મહિલાઓનું પલ્લુ ભારે બન્યું છે.

વિવિધ ચાર સમિતિના અઘ્યક્ષોની પસંદગી થઇ

વડોદરા જિલ્લા પંચાયતની પાંચ સમિતિઓની રચના થયા બાદ તેના અઘ્યક્ષોની વરણી માટે આજે વડોદરા જિલ્લા પંચાયતમાં એક પછી એક પૈકી ચાર સમિતિઓની બેઠક મળી હતી.

સૌથી મહત્વની ગણાતી કારોબારી સમિતિ માટે સભ્યોમાં ભારે હોડ જામી હતી. પરંતુ જિલ્લા ભાજપાના મોવડીઓએ પ્રદેશ મોવડીઓ સાથે પરામર્શ કર્યા બાદ અન્ય દાવેદારોને પડતા મુકીને કારોબારી સમિતિનું સુકાન જિલ્લા પંચાયતના ઇતિહાસમાં પ્રથમવાર મહિલાને સોંપવાનું નકકી કર્યુ હતું.

જિલ્લા ભાજપાના પ્રમુખ સતિષ પટેલે આજે તમામ સભ્યોની બેઠક બોલાવીને મેન્ડેટ આપતાં સભ્યોએ સર્વાનુમતે કારોબારીના અઘ્યક્ષ પદે જબુગામ બેઠકના સદસ્ય ગાયત્રીબેન યોગેશભાઇ બારીયાની વરણી કરી હતી.

જયારે, બાંધકામ સમિતિના અઘ્યક્ષ પદે છાણીના ધર્મેન્દ્રભાઇ ધીરૂભાઇ મકવાણા, આરોગ્ય સમિતિના અઘ્યક્ષપદે ચોરંદા બેઠકના હસમુખ ઠાકોરદાસ સાઘુ અને ૨૦ મુદ્દા સમિતિના અઘ્યક્ષ તરીકે કાશઈપુરાના રમેશભાઇ વજીરભાઇ વસાવાની વરણી કરવામાં આવી હતી.

પાંચમી અપીલ સમિતિમાં હોદ્દાની રૂએ પ્રમુખ ચેરમેન બનતા હોઇ તેની પડેલી બેઠક વખતે પ્રમુખની અઘ્યક્ષ તરીકે વરણી કરવામાં આવશે.

Copyright   © Gujarat Samachar