home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > ગુજરાત >

મેડિકલની બેઠક બીનહરિફ જાહેર થતાં
વિદ્યાર્થી સેનેટની ૧૦ અને વેલ્ફેર ૧૪ બેઠકો માટે આજે મતદાન

અમદાવાદ,શનિવાર

ગુજરાત યુનિવર્સિટીની વિદ્યાર્થી સેનેટની ૧૦ અને બોર્ડ ઓફ સ્ટુડન્ટ વેલ્ફેરની ૧૪ બેઠકો માટે આવતીકાલે શહેરમા કુલ ૬ સ્થળોએ મતદાન યોજવામાં આવશે. વિદ્યાર્થીસેનેટની મેડિકલની એક બેઠક અગાઉ બીન હરિફ જાહેર થઇ ચુકી હોવાથી હવે માત્ર બેઠકો માટે મતદાન યોજવામાં આવશે. દરેક મતદારોએ આઇ કાર્ડ સાથે મતદાન કરવાનું રહેશે. આ ચૂંટણીમાં સેનેટ અને વેલ્ફેરના મળીને કુલ ૫ હજાર જેટલા મતદારો શાંતિમય વાતાવરણમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે દરેક કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

અમદાવાદના ૬ અને બહારગામનાં ૬૨ કેન્દ્રો પર વ્યવસ્થા પાંચ હજાર વિદ્યાર્થીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે

પ્રાપ્ત વિગતો અનુસાર છેલ્લા એક માસથી વિવાદોમાં સપડાયેલી વિદ્યાર્થીસેનેટ અને વેલ્ફેરની ચૂંટણી માટે આખરે આવતીકાલે મતદાન યોજવામાં આવશ. સેનેટની જુદી જુદી ફેકલ્ટીની ૧૧ બેઠકો પૈકી મેડિકલની બેઠકમાં માત્ર એક જ વિદ્યાર્થીએ ઉમેદવારી નોંધાવતાં આ બેઠક બિનહરિફ જાહેર થઇ ચુકી છે. પરિણામે હવે માત્ર ૧૦ બેઠકો માટે મતદાન યોજાશે. આ સેનેટની ૧૦ બેઠકો માટે એબીવીપી અને એનએસયુઆઇના મળી કુલ ૩૪ ઉમેદવારો મેદાનમાં છે. જયારે આ દસ ઉમેદવારો માટે અંદાજે ૩૧૦૦ મતદારો મતદાન કરશે.

જયારે બોર્ડ ઓફ સ્ટુડન્ટ વેલ્ફેરમાં સાત બેઠકો અમદાવાદ શહેર અને સાત બેઠકો બહારગામની કોલેજોની મળી કુલ ૧૪ બેઠકો માટે પણ ૩૪ ઉમેદવારો મેદાનમાં છે. નોંધનીય છે કે અમદાવાદ અને બહારગામની મળી વેલ્ફેરની કુલ ૧૪ બેઠકોમાંથી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં બે- બે બેઠકો વિદ્યાર્થિનીઓ માટે અનામત રાખવામાં આવતી હોય છે. વેલ્ફેરની ૧૪ બેઠકો માટે ૧૯૦૦ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. સવારે ૧૧ થી ૫ દરમિયાન અમદાવાદમાં કુલ ૬ કોલેજોમાં મતદાનની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમાં પાંચ કોલેજોમાં સેનેટ માટે અને મણીનગર સાયન્સ કોલેજમાં વેલ્ફેર માટે વિદ્યાર્થીઓ મતદાન કરશે.

કઇ ફેકલ્ટી માટે કઇ કોલેજમાં મતદાન કરવામાં આવશે તેની યુનિવર્સિટીએ જાહેર કરેલી યાદી પ્રમાણે એલ.ડી.આર્ટસ કોલેજમાં યુ.જી.આર્ટસ, ભવન્સ કોલેજમાં યુ.જી.કોમર્સ, એચ.કે.કોમર્સ કોલેજમાં પી.જી.કોમર્સ અને ફાર્મસી-ડેન્ટલ, આર.જે.ટીબ્રવાલ કોલેજમાં યુ.જી.સાયન્સ, પી.જી.સાયન્સ અને લો જયારે જી.બી.શાહ કોલેજમાં પી.જી.આર્ટસ, ઇજનેરી અને એજ્યુકેશન માટે મતદાન યોજવામાં આવશે. જયારે મણીનગર સાયન્સ કોલેજમાં વેલ્ફેરની ચૂંટણી માટે મતદાનનું આયોજન કરવામાં આવ્યું છે.

સેનેટ અને વેલ્ફેર માટે અમદાવાદમાં ૬ જયારે બહારગામમાં ૬૨ કોલેજોમાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

ત્રણ માસ સુધી સેનેટ સભ્ય રહેવા માટે લાખો રૂપિયાનો ખર્ચ ?

અમદાવાદ,શનિવાર

ગુજરાત યુનિવર્સિટીની સેનેટ અને વેલ્ફેરની ચૂંટણી માટે આવતીકાલે મતદાન યોજવામાં આવનાર છે ત્યારે સેનટની ચૂંટણી જીતનાર ઉમેદવારો લાખો રૂપિયાના ખર્ચ કર્યા પછી માત્ર ત્રણ માસ માટે સેનેટ સભ્ય રહી શકશે.

નોંધનીય છે કે નિયમ પ્રમાણે ૩૧મી માર્ચે તમામ સેનેટ સભ્યની સમયમર્યાદા પુરી થઇ જતી હોય છે. આમછતાં નવી ટર્મ ચાલુ ના થાય ત્યાંસુધી સેનેટ સભ્યની માન્યતા ચાલુ રાખવામાં આવતી હોય છે. આ પ્રમાણે જોઇએ તો પણ ૧૫મી જૂન પછી સેનેટના ઉમેદવારો આપોઆપ રદ થયેલા ગણાતા હોય છે.

સેનેટ સભ્ય બનવા માટે વિદ્યાર્થીઓ લાખો રૂપિયાનો ખર્ચ કરતાં હોય છે. નિયમ પ્રમાણે જૂનથી નવું સત્ર શરૂ થતું હોય તો જુલાઇમાં સેનેટની ચૂંટણી આપવી જોઇએ તેવી વિદ્યાર્થીઓની વર્ષો જૂની માંગણી પર હજુસુધી કોઇ કાર્યવાહી ન થતાં દરવર્ષે આ પરિસ્થિતિ સર્જાતી હોય છે.

Copyright   © Gujarat Samachar