ફિલ્મી ગપસપ...!
અભિષેક-ઐશ્વર્યા નવાઘરમાં શિફ્ટ થશે ?!
તાજેતરમાં જ અભિષેક બચ્ચને જે.વી.પી.ડી. સ્કીમ (મુંબઈ)માં નિર્માતા વાસુ ભગનાનીના બિલ્ડીંગ ‘‘પિનેકલ ડ્રીમ્સ’’માં એક એપાર્ટમેન્ટ ખરીદ્યો છે, જેને કારણે બોલીવુડમાં આજકાલ એવી અટકળો લગાવાની શરૂઆત થઈ ગઈ છે કે અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય પોતાના આ નવા ઘરમાં શિફ્ટ થઈ જશે. બચ્ચન પરિવારના ‘જલસા’ બંગલાની સામે જ બનેલા આ બિલ્ડીંગમાં શિલ્પા શેટ્ટીએ પણ એક ફ્લેટ ખરીદ્યો છે. જેમાં દરેક ફ્લેટની કિંમત બાર કરોડ રૂપિયા છે. અત્યારે તો અભિષેકે આ એપાર્ટમેન્ટ માત્ર રોકાણ કરવાના હેતુથી જ ખરીદ્યો છે કે પછી તેમાં રહેવા જવાના ઉદ્દેશથી ખરીદ્યો છે એ વાતની જાણ તો આવનારો સમય જ કહી શકશે !!
સંજય દત્તે પ્રેમિકા ‘માન્યતા’ના નામનું છુંદણું છુંદાવ્યું !
સૈફઅલી ખાને કરીના કપુરના નામનું ટેટુ છુંદાયાની ચર્ચા તો બધી જગ્યાએ થાય છે, પરંતુ કદાચ તમને એ બાબતનો ખ્યાલ નહીં હોય કે ગયા વર્ષે વેલેન્ટાઈન-ડે (૧૪ ફેબુ્રઆરી)ના રોજ સંજય દત્તે પોતાની ડાબી કોણીથી માંડીને કાંડા સુધી પોતાની પ્રિયતમા-માન્યતાના નામનું ટેટું છુંદવાયું હતું ! આ તબક્કે આપ સૌને ‘અંદર ખાને’ની એ વાત પણ જણાવી દઉં કે વાસ્તવમાં સંજૂ તો માત્ર ‘એસ ડી’ જ છુંદાવાનું ઈચ્છતો હતો, પરંતુ માન્યતાને એવું લાગ્યું કે કદાચ લોકો તેનો મતલબ સંજય દત્ત સમજશે. નો ડાઉટ, એ સમયે તો સંજૂબાબાના મનમાં શેખ દિલનશીં (માન્યતાનું અસલી નામ) જ હતું. આલિમના પાર્લરમાં જ્યાં આઠ કલાકની મહેનત પછી આ ટેટુના ડિઝાઈનર સમીર પતંગેએ તૈયાર કર્યુંં હતું, ત્યાં સાંજે જઈને માન્યતાએ જોયું કે સંજુની ડાબીકોણીથી કાંડા સુધી ‘દિલનશીં’ નામનું ટેટુ બનાવ્યું હતું ! ‘શેખ’ શબ્દ એટલા માટે છોડી દેવામાં આવ્યો હતો, કારણ કે તે શબ્દ ઉમેરવાથી ટેટુ ઘણું લાંબુ થઈ જતુ હતું. એ સાંજે જ્યારે માન્યતા પાર્લરમાં ગઈ ત્યારે છુંદણાનો ઘા સુકાયો નહોતો અને લોહી વહી રહ્યું હતું. જેનાથી સંજુબાબા પીડાથી કણસતો હતો. જો કે ડિઝાઈનર સમીર પતંગે આખું નામ કોતરવાની ના પાડી હતી, પરંતુ સંજુએ પોતાની જીદ છોડી નહોતી, અને આ જોઈને માન્તા ઘુ્રસકે ઘુ્રસકે રડી પડી હતી. ડિયર સંજય દત્ત, સાચે જ પ્રેમ કરવાની બાબતમાં તારો કોઈ જવાબ નથી !!
સિદ્ધાર્થ-સોહા લગ્નની તૈયારી કરી રહ્યા છે
બોલીવૂડના અમારા વિશ્વ્વસનીય ભમરાની વાત સાચી માનીએ (જોકે આ ભમરાની વાત ખોટી માનવાનો પ્રશ્વ્ન જ ઊભો થતો નથી) તો સિદ્ધાર્થ અને સોહા એપ્રિલ મહિનામાં લગ્ન કરી ઘરગૃહસ્થી વસાવવાની યોજના બનાવે છે. છૂટાછેડા લીધા પછી સિદ્ધાર્થ હવે સ્વતંત્ર થઈ ગયો છે અને તેને તેના દિલના હાલ છૂપાવવાની કોઈ જરૂર નથી આથી તે હવે ખુલ્લમ ખુલ્લા સોહા સાથે પ્રણય ફરમાવી રહ્યો છે. સોહાના આ પ્રેમીને નવાબના પરિવારનો પણ ટેકો છે. સોહાનું માંગુ લઈ સિદ્ધાર્થ સોહાના મમ્મી-પપ્પા તેમ જ તેના ભાઈને મળ્યો હતો. આ પછી સૈફ સિદ્ધાર્થનો સૌથી મોટો પ્રશંસક બની ગયો હોવાનું સંભળાય છે.
|