home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > વ્યાપાર > સમાચાર
કોમોડિટીઝ

કોમોડિટીઝ

સોનાના બિસ્કીટ ઉંચા ભાવથી રૂ.૩૨૦૦ તૂટી ગયા

મુંબઈ સોનાના ૧૦ ગ્રામના ભાવો ૯૯.૫૦ના રૂ.૧૧૮૯૦ વાળા આજે રૂ.૧૧૫૮૫ ખુલી રૂ.૧૧૫૮૫ બંધ રહ્યા હતા જ્યારે ૯૯.૫૦ના ભાવો રૂ.૧૧૯૪૦ વાળા રૂ.૧૧૬૪૦ ખુલી રૂ.૧૧૬૩૫ બંધ રહ્યા હતા. ચાંદી ૯૯૯ના ભાવો આજે કિલોના રૂ.૨૧૩૦૦ વાળા રૂ.૨૧૧૧૦ ખુલી રૂ.૨૧૧૦૫ બંધ રહ્યા હતા. વિશ્વબજારમાં સોનાના ભાવો જે શુક્રવારે ઉંચામાં ૯૩૪થી ૯૩૫ ડોલર રહ્યા હતા તે ઝડપી તૂટીને ૯૦૫.૨૫થી ૯૦૫.૭૫ ડોલર રહ્યાના સમાચારો હતા. સોના પાછળ વિશ્વબજારમાં ચાંદીના ભાવો ૧૭.૧૫થી ૧૭.૨૦ ડોલર રહ્યા હતા તે ઘટીને ૧૬.૮૦થી ૧૬.૮૨ ડોલર રહ્યાના સમાચારો હતા. મુંબઈમાં સોનાના ૧૦ તોલાના બિસ્કીટના ભાવો જે શુક્રવારે વધીને રૂ.૧૩૯૨૦૦ થઈ ગયા હતા તે આજે તૂટીને રૂ.૧૩૬૦૦૦ રહ્યા હતા. આમ ઉંચા ભાવથી ગણતાં સોનાના બિસ્કીટના ભાવો રૂ.૩૨૦૦ તૂટ્યા હતા. દક્ષિણ આફ્રીકામાં તાજેતરમાં વિજળીના ધાંધીયાથી સોનાની ખાણોમાં ઉત્પાદનને પ્રતિકૂળ અસર થયા પછી ત્યાં વિજળીની અછત હળવી થતાં ત્યાં ઉત્પાદન ફરી શરૂ થયાના સમાચારો અને ક્રૂડતેલની નરમાઈ વચ્ચે વિશ્વબજારમાં સોના તથા ચાંદીમાં ઉછાળે હેજફંડોની વ્યાપક વેચવાલી વચ્ચે ભાવોમાં ગાબડા પડ્યાના નિર્દેશો હતા. મુંબઈમાં ચાંદીના ભાવો છેલ્લે નંબરમાં રૂ.૨૧૦૫૦ અને કેશમાં ભાવો રૂ.૨૦૮૫૦થી ૨૦૯૦૦ રહ્યા હતા. ૧૫૦થી ૨૦૦ કિલોના કામકાજો થયા હતા.

એરંડા હાજરમાં શિપરોની લેવાલી

મુંબઈ એરંડા એપ્રિલના ભાવો રૂ.૨૩૧૦ વાળા રૂ.૨૩૧૨ ખુલી રૂ.૨૩૨૦ રહ્યા પછી રૂ.૨૩૧૦ બંધ રહ્યા હતા. મથકોએ આવકો સારી રહેવા છતાં સામે શિપરોની સક્રિય ડિમાન્ડ રહ્યાના સમાચારો હતા. દરમિયાન, ભાભર બાજુ એરંડા વાયદાના ભાવો આજે છેલ્લે રૂ.૪૪૩.૬૦થી ૪૪૩.૭૦ રહ્યાના સમાચારો હતા. અમદાવાદ એરંડા વાયદામાં આજે એપ્રિલ માટે વિકલી કલીયરંિગ રૂ.૨૩૧૧નું ભરવામાં આવ્યાના સમાચારો હતા

દરમિયાન, મુંબઈ બજારમાં આજે સંિગતેલના હાજર ભાવો ઉંચામાં સારા માલોના રૂ.૬૮૫ વાળા રૂ.૬૯૫ રહ્યા હતા જ્યારે રાજકોટ બાજુ ભાવો રૂ.૬૯૦ અને ૧૫ કિલોના રૂ.ભાવો રૂ.૧૦૬૦ રહ્યા હતા. મુંબઈમાં પામતેલમાં ભાવો આજે રૂ.૫૪૧ વાળા રૂ.૫૪૭ રહ્યા હતા જ્યારે સોયાતેલના ભાવોે રૂ.૫૭૨ વાળા રૂ.૫૭૬ રહ્યા હતા. ઈન્ડોનેશિયા દ્વારા પામતેલની નિકાસ પરનો ટેક્સ વધારવામાં આવશે એવા નિર્દેશો હતા.

બટેટા આગ્રામાં વધેલા કામકાજ

આજે શનિવારે એમસીએક્સ પર અર્ધા દિવસના સત્રના હિસાબે કામકાજ ઓછી ૧૧,૧૯૮ સોદામાં રૂ.૮૦૫.૮૮ કરોડના થયા હતા. જેમાં સોના- ચાંદીનો હિસ્સો રૂ.૩૯૯.૧૫ કરોડનો હતો. સોનામાં રૂ.૩૧૯.૫૩ કરોડના ૨૭૭૦ કિલો અને ચાંદીમાં રૂ.૭૯.૬૨ કરોડના ૩૬.૯૭૫ ટનનો વેપાર થયો હતો. સોનામાં ઓપન ઈન્ટરેસ્ટ ઘટીને ૧૨,૦૬૯ કિલો અને ચાંદીમાં ૪૬૬.૩૮૫ ટને હતો. સોનામાં ફેબુ્રઆરી વાયદો રૂ.૧૭ વધી રૂ.૧૧૫૪૮ બંધ થયો હતો. પણ બાકીના બધાં વાયદા રૂ.૧૬થી ૧૮૮ની રેન્જમાં ઘટયા હતાં. ચાંદીના બધાં જ વાયદા રૂ.૨૦થી ૭૩૧ની રેન્જમાં તૂટ્યાં હતા. ચાંદી જુલાઈ વાયદો રૂ.૭૩૧ ઘટી રૂ.૨૨,૦૧૭ બંધ રહ્યો હતો.

Copyright   © Gujarat Samachar