આજનું ભવિષ્ય
તા. ૦૩-૦૨-૨૦૦૮
મેષ ઃ આજે આપ આપના પરિવાર, મિત્રવર્ગ સાથે આનંદમાં દિવસ પસાર કરી શકો. ખર્ચ થાય. બહાર જવાનું થાય. સ્વજન, સ્નેહીને મળવાનું થાય.
વૃષભ ઃ આપ આજના દિવસે વિહવળતા, બેચેની અનુભવતા હોવ તેમ લાગ્યા કરે. ઉત્સાહ, આનંદ જણાય નહીં, ખાવાપીવામાં સંભાળવું પડે.
મિથુન ઃ આનંદથી તમારું તેમજ અન્યનું કામ કરી શકો. સીઝનલ ધંધામાં આવક થાય. વ્યવહારીક, સામાજીક કામ અંગે ચર્ચા-વિચારણા થાય.
કર્ક ઃ માનસિક પરિતાપ છતાં આપના વિલંબીત કામને ઉકેલવામાં વ્યસ્ત રહો. ખરીદીના કે અન્ય કામે બહાર જવાનું થાય, કોઈને મળવાનું થાય.
સંિહ ઃ ધાર્યું કામકાજ થાય. આનંદમાં રહી શકો. સંતાનના, પરિવારના, નોકરી-ધંધાના કામમાં ઘ્યાન આપી શકો. બહાર જઈ શકો.
કન્યા ઃ શારીરિક-માનસિક શ્રમ, થાક, સુસ્તી અનુભવાય. કામ કરો પરંતુ કોઈના આગમનથી કે સંજોગોવશાત રૂકાવટવાળું, અઘૂરું રહે.
તુલા ઃ યાત્રા પ્રવાસ-મુલાકાતથી, કામની પ્રગતિથી આનંદમાં રહો. સીઝનલ ધંધામાં આવક થાય. વ્યવહારિક કામ થઈ શકે.
વૃશ્ચિક ઃ આપની આવકમાં, કામગીરીમાં પ્રગતિ, સાનુકૂળતાથી તમારું હૃદય-મન પ્રફુલ્લિત રહે. વધારાનું કામ ઉત્સાહપૂર્વક કરી શકો.
ધન ઃ આપના પરિવારના, કુટુંબના કામમાં ઘ્યાન આપી શકો. સીઝનલ ધંધો થાય, આવક આવવાથી રાહત રહે, આનંદ રહે.
મકર ઃ ઝડપથી આપ આપના અંગત કામનાં ઉકેલ માટે પ્રવૃત્ત રહો પરંતુ પોતાની ઈચ્છા પ્રમાણેનું કામ પૂરું કરી શકો નહીં.
કુંભ ઃ આજે આપ આપના પુત્ર પૌત્રાદિકના કામમાં વ્યસ્ત રહો. વિલંબમાં પડેલ કામ ઉકેલાય. આનંદમાં રહી શકો.
મીન ઃ આપને આપના સામાજીક, વ્યવહારીક સંબંધ અંગે, વડીલવર્ગના કામ અંગે, સંતાનના કામ અંગે વ્યસ્ત રહેવાનું થાય.
|