home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > આજ નું ભવિષ્ય

સુપ્રભાતમ્‌

®A®TÍ-îïZ-§YëTNÃ

Àg ìÕg OóYýTgõ³g ¤

®ZøTU·ý-Í®TN§T¦:

®AàUý: ®Zÿãg ÿãg ¤¤

- સંસારરૂપી કડવા વૃક્ષનાં બે ફળ અમૃત સમાન છેઃ સુભાષિતના રસનો આસ્વાદ અને સજ્જનોનો સત્સંગ. - કુલીનચંદ્ર યાજ્ઞિક

આજનો દિન મહિમા

આજનું પંચાંગ

તા. ૩-૨-૨૦૦૮ રવીવાર પોષવદ બારસ - વૃદ્ધિતિથિ ષટતીલા એકાદશી ભાગવત સિદ્ધિયોગ રાત્રે ૨૯ ક. ૩૫ મિ. સુધી

દિવસના ચોઘડિયાં ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ.
રાત્રિના ચોઘડિયાં શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ.
જન્મરાશિ આજે જન્મેલ બાળકની ધન (ભ.ધ.ફ.ઢ.) રાશિ આવશે.

વિક્રમ સંવત ઃ ૨૦૬૪ શાકેઃ ૧૯૨૯, જૈનવીર સંવતઃ ૨૫૩૪.
વિક્રમ સંવત્સર - વિકારી શક સંવત્સરઃ સર્વજીત ઉત્તરાયણ શિશિર ૠતુ પોષ વદ બારસને રવીવાર, આજે બારસ વૃદ્ધિતિથિ છે. અશુભ ષટતીલા એકાદશી ભાગવત સિદ્ધિયોગ ૨૯-૩૫ સુધી. સ્ત્રી કાર્યકર રાજકુમારી અમૃતકૌરની જન્મજયંતી. ખ્રિસ્તી કવીકા જેસીમા સન્ડે.

અમદાવાદ સૂર્યોદય ઃ ૭ ક. ૨૦ મિ. સૂર્યાસ્તઃ ૧૮ ક. ૨૦ મિ.
સુરત સૂર્યોદય ઃ ૭ ક. ૧૭ મિ. સૂર્યાસ્તઃ ૧૮ ક. ૨૯ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૭ ક. ૧૪ મિ. સૂર્યાસ્તઃ ૧૮ ક. ૩૦ મિ.
મુસલમાની હિજરીસન ઃ ૧૪૨૯ મહોરમ માસનો પચ્ચીસમો રોજ.
પારસી શહેનશાહી વર્ષ ૧૩૭૭ શહેરેવર માસનો અઢારમો રોજ રશ્ને.

આજનું ભવિષ્ય

તા. ૦૩-૦૨-૨૦૦૮

મેષ ઃ આજે આપ આપના પરિવાર, મિત્રવર્ગ સાથે આનંદમાં દિવસ પસાર કરી શકો. ખર્ચ થાય. બહાર જવાનું થાય. સ્વજન, સ્નેહીને મળવાનું થાય.

વૃષભ ઃ આપ આજના દિવસે વિહવળતા, બેચેની અનુભવતા હોવ તેમ લાગ્યા કરે. ઉત્સાહ, આનંદ જણાય નહીં, ખાવાપીવામાં સંભાળવું પડે.

મિથુન ઃ આનંદથી તમારું તેમજ અન્યનું કામ કરી શકો. સીઝનલ ધંધામાં આવક થાય. વ્યવહારીક, સામાજીક કામ અંગે ચર્ચા-વિચારણા થાય.

કર્ક ઃ માનસિક પરિતાપ છતાં આપના વિલંબીત કામને ઉકેલવામાં વ્યસ્ત રહો. ખરીદીના કે અન્ય કામે બહાર જવાનું થાય, કોઈને મળવાનું થાય.

સંિહ ઃ ધાર્યું કામકાજ થાય. આનંદમાં રહી શકો. સંતાનના, પરિવારના, નોકરી-ધંધાના કામમાં ઘ્યાન આપી શકો. બહાર જઈ શકો.

કન્યા ઃ શારીરિક-માનસિક શ્રમ, થાક, સુસ્તી અનુભવાય. કામ કરો પરંતુ કોઈના આગમનથી કે સંજોગોવશાત રૂકાવટવાળું, અઘૂરું રહે.

તુલા ઃ યાત્રા પ્રવાસ-મુલાકાતથી, કામની પ્રગતિથી આનંદમાં રહો. સીઝનલ ધંધામાં આવક થાય. વ્યવહારિક કામ થઈ શકે.

વૃશ્ચિક ઃ આપની આવકમાં, કામગીરીમાં પ્રગતિ, સાનુકૂળતાથી તમારું હૃદય-મન પ્રફુલ્લિત રહે. વધારાનું કામ ઉત્સાહપૂર્વક કરી શકો.

ધન ઃ આપના પરિવારના, કુટુંબના કામમાં ઘ્યાન આપી શકો. સીઝનલ ધંધો થાય, આવક આવવાથી રાહત રહે, આનંદ રહે.

મકર ઃ ઝડપથી આપ આપના અંગત કામનાં ઉકેલ માટે પ્રવૃત્ત રહો પરંતુ પોતાની ઈચ્છા પ્રમાણેનું કામ પૂરું કરી શકો નહીં.

કુંભ ઃ આજે આપ આપના પુત્ર પૌત્રાદિકના કામમાં વ્યસ્ત રહો. વિલંબમાં પડેલ કામ ઉકેલાય. આનંદમાં રહી શકો.

મીન ઃ આપને આપના સામાજીક, વ્યવહારીક સંબંધ અંગે, વડીલવર્ગના કામ અંગે, સંતાનના કામ અંગે વ્યસ્ત રહેવાનું થાય.

જન્મતારીખ વર્ષસંકેત

તા. ૦૩ ફેબુ્રઆરી ૨૦૦૮

આજની તારીખે શરૂ થતું આપનું જન્મવર્ષ જેમ જેમ પસાર થાય તેમ તેમ તમારા નોકરી ધંધાના કાર્યક્ષેત્રમાં ઉત્તરોત્તર પ્રગતિકારક બનતું જાય. તમારી આવક, સુખસંપત્તિમાં વધારો થાય. આ વર્ષ જીંદગીની ફેરફારીનું બની રહે. તમારી કાર્યશક્તિ-બુદ્ધિશક્તિ- મહેનત અને નસીબની યારી તેમજ જન્મના ગ્રહયોગોની પ્રબળતા તમને ન ધારેલી સફળતા આપી જાય. પત્ની-સંતાન સુખ તેમજ વ્યવહારીક, સામાજીક, કૌટુંબીક પ્રશ્નોની સફળતા-ઉકેલ આપના હૃદય-મનને આનંદ, ઉત્સાહમાં રાખે. નવા સંબંધો, જુના સંબંધો ફાયદો-લાભ આપનાર બની રહે. અવિવાહીતને વિવાહ-લગ્નનું નક્કી થાય. સાંસારીક જીવનમાં વિવાદ-મનદુઃખ થયેલ હોય તો તે દૂર થાય. પરદેશમાં રહેતા પરિવારને મળવાનું થાય. સ્ત્રીવર્ગને પતિ-સંતાન-પરિવાર-પિતૃપક્ષથી આનંદ રહે. પોતાના માન-સન્માનમાં વધારો થાય. અવિવાહીતને વિવાહ-લગ્નનું નક્કી થાય. મનદુઃખના કારણે પિયરમાં આવેલ હોય તેને સાસરે જવાનું થાય. વિદ્યાર્થીવર્ગને આ વર્ષે કારકિર્દીની ઉન્નતિ-પ્રગતિનું રહેશે. ભણવામાં સફળતા મળે.

Copyright   © Gujarat Samachar