| ર્લ્લસી ઁચયી
> Picture gallery |
|
|
|
ચોમેર રેતીના રણ વચ્ચેની વીરડી જેવા દુબાઈ અને શારજાહના રહેવાસીઓને ભારે વરસાદનો અનુભવ ક્યારેય થયો નથી અને આવો વરસાદ ક્યારેક પડશે તેવી અપેક્ષા પણ કદાચ નહોતી. પરંતુ, છેલ્લા બે દિવસથી તદ્દન અનપેક્ષિત રીતે અખાતના આ વિસ્તારોમાં થયેલી ભારે વર્ષાથી જનજીવન સાવ ઠપ્પ થઈ ગયું છે. નગરોના રસ્તાઓ અને હાઇવેપર પાણી ભરાઈ જતાં વાહન વ્યવહાર અશક્ય બન્યો હતો. જેના પગલે આ વિસ્તારોમાં બે દિવસની રજા જાહેર કરવામાં આવી છે. નાના મોટા રોડ અકસ્માતોના સેંકડો તેમજ વીજળીનો કરંટ લાગવાના સંખ્યાબંધ બનાવો પણ બન્યા છે. આ શહેરોના રહેવાસીઓ માટે આટલો બધો વરસાદ એક આશ્ચર્યજનક ઘટના બની ગઈ છે.
|
|
|
|
અમદાવાદ શહેરમાં ૨૦મી જાન્યુઆરીએ નીકળનારા પરંપરાગત તાજીયાના જુલુસ અને મોહરમના પર્વ માટે તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ગાયકવાડ હવેલીમાં મોમનાવાડમાં કરબાલાની પ્રતિકૃતિ વાળો ૧૮ ફૂટ સુંદર તાજીયો બનાવવામાં આવ્યો છે. અમદાવાદના કલાત્મક તાજીયા જોવા માટે શહેરના હંિદુ-મુસ્લીમો દર વર્ષે અચુક ઉમટી પડે છે. (તસવીર ઃ ગૌતમ મહેતા)
|
|
|
|
અફઘાનિસ્તાનના પર્વતીય વિસ્તારોમાં થયેલી બરફવર્ષામાં ૪૩ જણાનાં મોત થયા હતા. કાબુલના એક રસ્તા ઉપર બરફવર્ષા દરમિયાન પાંખી અવરજવર જોવા મળી હતી.
|
|
|
|
જાપાનના સેઈકામાં આવેલી એટીઆર લેબો રેટરીમાં માણસની જેમ ચાલી રહેલા આ રોબોટની ક્રિયાઓ અમેરિકાની સીએનએલ લેબો રેટરીમાં ટ્રેડમીલ ચલાવી રહેલા વાનરના મગજ દ્વારા સંચાલીત થાય છે. વિજ્ઞાનીઓએ વાનરના મગજમાં ઉત્પન્ન થતાં સંકેતો ઈન્ટરનેટ દ્વારા દૂર રહેલા રોબોટમાં મોકલીને રોબોટને તે પ્રમાણે ક્રિયા કરાવવામાં સફળતા મેળવી હતી.
|
|
|
|
હોંગકોંગમાં યોજાયેલા ફેશન વીક દરમિયાન હોંગકોંગના એક ડિઝાઈનરે તૈયાર કરેલા વસ્ત્રોની શ્રેણી બે મોડેલોએ પ્રદર્શીત કરી હતી.
|
|
|
|
મારિયા શારાપોવાએ અમેરિકન સ્ટાર ડેવનપોર્ટના પડકારનો અંત આણ્યો છે. દિગ્ગજ હરિફ સામે આસાન જીત મેળવી શારાપોવા ત્રીજા રાઉન્ડમાં પ્રવેશી છે.
|
|
|
|