home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > ગુજરાત >

તાજીયા જૂલુસમાં પાણીના પાઉચના પર પ્રતિબંધ મુકાયો

(પ્રતિનિધિ દ્વારા) સુરત,

સુરતના પો.કમિ.એ આગામી ૧૯મીની રાતે શહાદતની રાત તેમજ ૨૦મીના રોજ નીકળનારા તાજીયા જૂલુસ દરમિયાન પાણઈના વાહનોના ઉપયોગ અને પાણીના પાઉચનો ઉપયોગ, જાહેરમાં પીપૂડી વેચવા કે વગાડવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ ઉપરાંત, તાજીયા રૂટના કેટલાક માર્ગો ઉપર વાહન વ્યવહાર તેમજ પાર્કંિગ પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

જૂલુસમાં જોડાનાર વાહનોની પરમીટ જરૂરી, બેગમપુરા, ભાગળ અને ચોકમાં ટ્રાફિક પર પ્રતિબંધ

આગામી ૧૯મી તેમજ ૨૦મીના રોજ મહોરમનો તહેવાર છે. મહોરમ નિમિત્તે મુસ્લિમ બિરાદરો તાજીયા બનાવતા હોય છે. જેનું વિસર્જન મહોરમના રોજ કરવામાં આવે છે અને તેની આગલી રાત શહાદતની રાત હોય છે. તાજીયા વિસર્જન માટે નીકળતા જૂલુસમાં મુસ્લિમ બિરાદરો ઉપરાંત હિન્દુ લોકો પણ જોડાતાં હોય છે. આથી વિસર્જન જૂલુસ દરમિયાન ક્યારેક પાણીના પાઉચ ફેંકી કે પીપૂડી વગાડી છોકરીઓ કે સ્ત્રીઓની મશ્કરીને પગલે કદાચ મામલો બીચકે છે.

આવી ઘટનાઓ નહીં બને તે માટે આજે સુરત શહેર પો.કમિ. આર.એમ.એસ. બ્રારએ એક જાહેરનામું બહાર પાડી આગામી ૧૯મીના સાંજે ૬.૦૦ વાગ્યાથી ૨૦મીની રાત્રિના ૧૨.૦૦ વાગ્યા સુધી એટલે કે શહાદતની રાત અને તાજીયા જૂલુસ દરમિયાન સરઘસમાં પાણીના વાહન તરીકે ભારે વાહનો, ટ્રક કે ટ્રેકટરના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે.

આ ઉપરાંત, આ સમયગાળામાં પાણી વહેંચવા માટે પાણીના પાઉચનો ઉપયોગ કરી શકા શે નહીં. તેમજ શહાદતની રાત અને તાજીયા વિસર્જનના દિવસે વિસર્જન રૂટ પર જાહેરમાં પીપૂડી વેચવા કે વગાડવા પર પ્રતિબંધ મૂક્યો છે. શહાદતની રાત અને તાજીયા જૂલુસ દરમિયાન સરઘસમાં પરમીટ વગરના વાહનો પણ જોડી શકાશે નહીં.

આ પ્રતિબંધની સાથે પો.કમિ. બ્રારએ ૧૯મીની રાત્રિના નવ વાગ્યાથી ૨૦મીના મળસ્કે ત્રણ વાગ્યા સુધી એર ઇન્ડિયાથી કોટસફીલ રોડ, બેગમપુરા ચોકી થઇ મુંબઇવડથી સહરા દરવાજા સુધીના માર્ગ અને સળિયાવાળા માર્કેટથી ટાવર સુધીના માર્ગ પર વાહનવ્યવહાર માટે પ્રતિબંધ ફરમાવ્યો છે.

તા. ૨૦મીના બપોરે બાર વાગ્યાથી રાત્રિના આઠ વાગ્યા સુધી એર ઇન્ડિયાથી કરવા રોડ થઇ બેગમપુરા ચોકી સુધઈનો માર્ગ વાહન વ્યવહાર માટે બંધ રહેશે. ઉપરાંત, ૨૦મીના બપોરે બાર વાગ્યાથી ૨૧મીના મળસ્કે બે વાગ્યા સુધી એર ઇન્ડીયાથી કરવા રોડ થઇ બેગમપુરા ચોકી સુધીનો માર્ગ, દિલ્હીગેટથી ભાગળ થઇ ચોકબજાર સુધઈનો મુખ્ય માર્ગ, ઝાંપા બજાર સળિયા માર્કેટથી ટાવર સુધીનો માર્ગ અને પીરછડી રોડ શંકરવિજય હોટલથી ભાગળ સુધીનો માર્ગ વાહન વ્યવહાર માટે બંધ રહેશે.

આ ઉપરાંત, ૨૦મીના રોજ તાજીયા વિસર્જન સરઘસના દિવસે દિલ્હીગેટથી ચોકબજાર ચાર રસ્તા સુધીના રાજમાર્ગ ઉપર તથા ચોક ચાર રસ્તાથી હોડી બંગલા સુધીના માર્ગ ઉપર રોડની સાથે વાહનો પાર્ક કરવા પર પણ પો.કમિ.એ પ્રતિબંધ મૂક્યો છે.

Copyright   © Gujarat Samachar