home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > મનોરંજન

ફિલ્મી ગપસપ...!

સુસ્મિતા સેન - પ્રાણ જાયે પર વચન ન જાયે

૧૯૯૪માં મિસ યુનિવર્સ બન્યા પૂર્વે સુસ્મિતાએ એક મોડેલ તરીકે ઓળખ મેળળી લીધી હતી. પોતાના સપના પૂરા કરવા તે દિલ્હીથી મુંબઈ આવી ત્યારે તે એક પરામાં રહેતી હતી અને રોજ કોલાબા સ્થિત ટોચના ડિઝાઈનરોના સ્ટુડિયોના ચક્કરો મારતી હતી. અને ફૂટપાથ પરના સ્ટોલમાંથી બુટ્ટીઓ, નેકલેસો જેવી વસ્તુઓ ખરીદતી હતી. એક દિવસ તે બસમાં પ્રવાસ કરતી હતી ત્યારે એક પુરુષ તેનો પીછો કરતો હતો. આ જોઈ ગભરાઈ ગયેલી સુસ્મિતા તેના સ્ટોપ કરતા આગળ ઉતરી ગઈ. આ પુરુષ પણ સુસ્મિતા સાથે ઉતરી તેનો પીછો કરવા લાગ્યો. આ પછી ગભરાયેલી સુસ્મિતા દોડવા લાગી અને એ પુરુષ પણ તેની પાછળ દોડવા લાગ્યો છેવટે તેની નજીક આવી તે બોલ્યો, ‘મેડમ, તમે તમારી પર્સ મારી દુકાનમાં ભૂલી ગયા હતા.’’ આ સાંભળી સુસ્મિતાનો શ્વ્વાસ હેઠો બેઠો અને તેણે એ પુરુષને વચન આપ્યું કે ભવિષ્યમાં તે શ્રીમંત અને પ્રખ્યાત બનશે ત્યારે તેને એક પૉશ વિસ્તારમાં દુકાન ખોલી આપશે. અને સુસ્મિતાએ તેનું આ વચન પાળી દેખાડ્યું. આજે આ ફૂટપાથ પર ધંધો કરનારો આ પુરુષ કોલાબાના એક પૉશ સ્ટોરનો માલિક બની ગયો છે.

પ્રિટીનો ફોબિયા

બોય ફ્રેન્ડ નેસની ફેમિલી એરલાઈન્સના પ્રોમો જોઈ ખુશ થતી પ્રિટી ઝિન્ટા હકીકતમાં તો વિમાનમાં પ્રવાસ કરતા ગભરાય છે. પ્રિટી વિમાનમાં બેસે છે ત્યારે ‘પ્યાર તો હોના હી થા’માં કાજોલે કરેલું નાટક હકીકત બની જાય છે. અને તેને કાબુમાં લેતા એર હોસ્ટેસીસનો દમ નીકળી જાય છે. તે સમયે તેને સાંત્વન આપવા નેસ હાજર હોય તો પણ પ્રિટીનો ડર ઓછો થતો નથી. જોકે આ તમાશા પછી પ્રિટી એવી શરમાઈ જાય છે કે તેના ચહેરા પર ફરી વળેલા શરમના શેરડા સૌને ગુસ્સો કે ટેન્શન ભુલાવી દે છે.

અભય દેઓલ - ભાગો રે ભાગો....

અભય દેઓલ જે રીતે સુંદરીઓમાં પ્રતિષ્ઠા મેળવતો જાય છે એ જોતા એક દિવસ તેને જોતા જ હાજર રહેલી રમણીઓ ભાગી જાય તો નવાઈ નહીં. સુંદર સ્ત્રીઓનો મામલો છે તો અભયમાં તેના ફેમસ દેઓલ પરિવારનો વારસો છે. જાહેર સમારંભોમાં અભય પુરુષો કરતા સ્ત્રીઓ સાથે જ હળતો-ભળતો વઘુ દેખાય છે. માન્યમાં ન આવતું હોય તો કોયલ પૂરી અને શ્રુતિ શેઠ એન્ડ કંપનીને પૂછી શકો છો. જોકે આ મામલે તે તેના પરિવારથી પણ આગળ વધી ગયો છે, કારણ કે દેઓલ પરિવારના પુરુષો વઘુમાં વઘુ બે જ સ્ત્રીઓને હેન્ડલ કરી શકે છે. જ્યારે અભય.....!

Copyright   © Gujarat Samachar