home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > વ્યાપાર

શેરબજાર

વૈશ્વિક શેરબજારોમાં નરમાઈ અટકી ઝડપી રીકવરી સામે સ્થાનિકમાં રિલાયન્સ ઈન્ડ. સહિતના પ્રોત્સાહક પરિણામ છતાં
રિલાયન્સ શેરો, આઈસીઆઈસીઆઈ પાછળ સેન્સેકસ અંતે ૧૬૭ પોઈન્ટ તૂટ્યો

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ, ગુરુવાર

વૈશ્વિક શેરબજારોમાં ફરી અમેરિકી શેરબજારોમાં મંદી અટકીને અલ્સ્ટોમ સહિતના કોર્પોરેટ પરિણામો અપેક્ષાથી સારા જાહેર થતાં નરમાઈ અટકીને સ્થિરતા પાછળ આજે એશીયન શેરબજારોમાં જાપાન, હોંગકોંગ સહિતમાં ઝડપી સુધારો જોવાતા મુંબઈ શેરબજારોમાં ટ્રેડીંગનો આરંભ પોઝિટીવ ટોને થયો હતો. પરંતુ ફરી રિલાયન્સ પાવરના મેગા ઈસ્યુના ચાલતા ઔદ્યોગિક જાયન્ટ ફંડોના મેગા તોફાનમાં ખેલંદાઓને રોલર કોસ્ટર રાઈડમાં બેસાડીને ચકરાવે ચડાવીને ડરાવી મૂકવાનો ખેલ શરૂ કરાયો હતો, અને દેશની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના અપેક્ષીત પ્રોત્સાહક પરિણામમાં ત્રિમાસિક ચોખ્ખો નફો ૧૬૦ ટકા ઉછળીને રૂ.૮૦૭૯ કરોડ જાહેર કરીને તેની આડમાં લાવલાવ કરનારા ખેલંદાઓને ઉપરમાં ચડાવીને ખંખેરી લેવાના ખેલમાં સેન્સેક્ષને આરંભિક અફડાતફડીમાં ૧૫૮.૦૧ પોઈન્ટના ઉછાળે ૨૦૦૨૬.૧૨ના વઘ્યા મથાળેથી ૩૯૧.૩૬ પોઈન્ટ પછાડીને નીચામાં ૧૯૬૪૩.૭૬ સુધી ગબડાવીને અંતે ૧૬૭.૨૯ પોઈન્ટના ઘટાડે ૧૯૭૦૦.૮૨ની સપાટીએ બંધ મૂકાયો હતો. આગલા બંધ ૧૯૮૬૮.૧૧ સામે ૧૯૯૭૨.૭૫ના મથાળે ખુલેલો સેન્સેક્ષ ઉપરમાં એક તબક્કે ૧૫૮.૦૧ પોઈન્ટ વધીને ૨૦૦૨૬.૧૨ની ઊંચાઈએ પહોંચીને નીચામાં ૧૯૬૪૩.૭૬ થઈ છેલ્લે ૧૯૭૦૦.૮૨ બંધ હતો.

નિફટીમાં-મહારથીઓની છેતરામણી વેચવાલીઃ રિલાયન્સ ઈન્ડ.ના પ્રોત્સાહક પરિણામઃ શેર કેમ તૂટ્યો?

બિગબુલની ફરી નિફટી બેઝડ મોટાપાયે સક્રીયતા સાથે રિલાયન્સ શેરો રિલાયન્સ કોમ્યુનિકેશન, રિલાયન્સ એનર્જી સાથે ડીએલએફ, એનટીપીસી, ઓએનજીસીમાં લેવાલી બાદ આજે છેતરામણી વેચવાલી જોવાઈ હતી. નિફટીમાં બિગબુલ, વ્હાઈટ એન્ડ વ્હાઈટ દિગ્ગજ, બડે બંઘુના મહારથીની બુધવારે મોચી લેવાલી બાદ આજે ઉછાળે છેતરામણી વેચવાલી થયાની ચર્ચા હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના આજે પ્રોત્સાહક પરિણામ જાહેર થવા છતાં અપેક્ષીત અન્ય પ્રોત્સાહક સમાચાર સમયસર જાહેર નહીં થતાં આજે શેરમાં મહારથીઓએ ખેલંદાઓને ટ્રેપમાં લેવાના ઈરાદા સાથે વેચવાલી કર્યાની ચર્ચા હતી.

નિફટી ઉપરમાં ૬૦૧૩, નીચામાં ૫૮૮૦ બોલાયો ફયુચર નીચામાં ૫૮૮૭

એનએસઈનો નિફટી કેશ ઈન્ડેક્ષ આગલા બંધ ૫૯૩૫.૭૫ સામે ૫૯૩૭.૯૫ ખુલીને આરંભમાં અફડાતફડી વચ્ચે ઉપરમાં ૬૦૧૩.૧૫ સુધી બોલાઈને નીચામાં ૫૮૮૦.૩૦ સુધી ખાબકી અંતે ૨૨.૫૫ પોઇન્ટના ઘટાડે ૫૯૧૩.૨૦ની સપાટીએ બંધ રહ્યો હતો. ડેરીવેટીવ્ઝમાં આજે નિફટી જાન્યુઆરી ફયુચર ૬૭૮૪૦૬ કોન્ટ્રેક્ટસમાં રૂ.૨૦૨૨૧.૮૨ કરોડના ટર્નઓવરે ૫૯૪૭.૬૫ સામે ઉપરમાં ૬૦૪૫ સુધી જઈ નીચામાં ૫૮૮૭ સુધી ખાબકી છેલ્લે ૫૯૨૨ બોલાતો હતો.

રોકડાના શેરોમાં ફરી તેજીની સ્વીચ- ઓનઃ ૨૦૦૦ શેરો વઘ્યાઃ ૫૨૭ શેરોમાં તેજીની સર્કિટ

સેન્સેક્ષ- નિફટી બેઝડ તોફાની વધઘટ વચ્ચે આજે આરંભમાં રોકડાના શેરોમાં પણ આરંભિક સુધારા બાદ મિડ કેપ, સ્મોલ કેપ શેરોમાં છેતરામણી વેચવાલી બતાવી નેગેટીવ ટ્રેન્ડ બતાવાયા બાદ એફઆઈઆઈ, મ્યુચ્યુઅલ ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો, બિગબુલ- મહારથીઓ ફરી મોટાપાયે લગડી શેરોમાં લેવાલ બન્યા હતા. જેથી આજે સંખ્યાબંધ શેરોમાં મંદીની નીચલી સર્કિટ ખુલીને લાવલાવે તેજીની ઉપલી સર્કિટ લાગી ગઈ હતી અને ઘટનાર શેરોની સંખ્યા ૮૩૬ થઈને વધનારની સંખ્યા ૨૦૦૦ થઈ ગઈ હતી. જ્યારે ૫૨૭ શેરોમાં તેજીની ઉપલી સર્કિટ અને ૧૨૦ શેરોમાં મંદીની નીચલી સર્કિટ રહી હતી.

સેન્સેક્ષ શેરોમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો ત્રીજા ત્રિમાસિકનો ચોખ્ખો નફો રૂ.૩૦૮૧ કરોડથી ૨૬ ટકા વધીને રૂ.૩૮૮૨ કરોડ જાહેર થતાં અને કુલ ટર્નઓવર રૂ.૨૮૩૧૫ કરોડથી વધીને રૂ.૩૪૮૩૧ કરોડ જાહેર થવા છતાં આજે શેર વિભાજન ડીમર્જર સહિતના અપેક્ષીત પ્રોત્સાહક નહી આવતા રૂ.૩૧૩૯ના વઘ્યા મથાળેથી તૂટી છેલ્લે રૂ.૧૧૮.૩૫ ગબડીને રૂ.૨૯૮૦ રહ્યો હતો.

આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૫૩.૩૦ તૂટીને રૂ.૧૩૧૫.૯૦, ડીએલએફ રૂ.૪૩.૬૦ તૂટીને રૂ.૧૦૮૪, અંબુજા સિમેન્ટ રૂ.૪.૬૦ ઘટીને રૂ.૧૩૧.૫૦, રેનબેક્ષી લેબ.ના નેટ નફામાં ૫૩ ટકા ઉછાળા છતાં શેર રૂ.૧૧.૭૦ ઘટીને રૂ.૩૬૭, રિલાયન્સ એનર્જી રૂ.૬૮.૬૦ ઘટીને રૂ.૨૧૯૮, ટીસીએસ રૂ.૨૧.૫૦ ઘટીને રૂ.૯૨૩, સત્યમ કોમ્પ્યુટર રૂ.૮.૦૫ ઘટીને રૂ.૩૭૧.૮૦, એચડીએફસી બેંક રૂ.૨૯.૨૦ ઘટીને રૂ.૧૬૪૬.૬૫, ટાટા મોટર્સ રૂ.૧૨.૦૫ ઘટીને રૂ.૭૩૭.૨૦, એનટીપીસી રૂ.૩.૧૫ ઘટીને રૂ.૨૫૫.૬૫, રિલાયન્સ કોમ્યુનિકેશન ઉપરમાં રૂ.૭૫૧.૫૦ થઈ ઘટીને રૂ.૭૨૯.૩૫, ઈન્ફોસીસ રૂ.૧૫૨૬ થઈ ઘટીને રૂ.૧૪૯૦.૯૦, ઓએનજીસી રૂ.૧૨૯૮ થઈ ઘટીને રૂ.૧૨૫૧.૧૦ રહ્યા હતા.

આઈટીસી, ગ્રાસીમ, મારૂતી, ભેલ ઊંચકાયાઃ લાર્સનને રૂ.૧૨૦૦ કરોડના ઓર્ડરે ઊંચકાયો

આરંભમાં સેન્સેક્ષને મજબૂતી આપનાર શેરોમાં આઈટીસી રૂ.૮.૩૦ ઊંચકાઈને રૂ.૨૧૭.૧૦, ગ્રાસીમ રૂ.૯૯.૫૫ વધીને રૂ.૩૩૬૦, મારૂતી સુઝુકી રૂ.૨૩.૩૦ વધીને રૂ.૮૬૭.૩૦, લાર્સન એન્ડ ટુબ્રોને ચેન્નઈમાં ટાઉનશીપનો રૂ.૧૨૦૦ કરોડનો કોન્ટ્રેક્ટ મળતા શેર રૂ.૮૭.૮૦ વધીને રૂ.૪૦૭૭.૭૦, સિપ્લા રૂ.૩.૭૫ વધીને રૂ.૨૦૯, ભેલ રૂ.૩૯.૬૦ વધીને રૂ.૨૩૪૮.૫૦, વિપ્રો રૂ.૪૪૯ થઈ રૂ.૪૬૦.૪૫, હિન્દુસ્તાન યુનીલીવર રૂ.૨૧૫.૫૦ થઈ રૂ.૨૧૭.૩૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૧૨.૮૦ વધીને રૂ.૭૫૧.૮૫ રહ્યા હતા.

લંડન મેટલમાં નરમાઈ અટકતા મેટલ શેરોમાં ઝડપી સુધારો

લંડન મેટલમાં નરમાઈ અટકીને સુધારો જોવાતા મેટલ- માઈનીંગ શેરોમાં શોર્ટ કવરીંગ સાથે વેલ્યુબાઈંગે આજે બીએસઈ મેટલ ઈન્ડેક્ષ ૧૨૬.૭૫ વધીને ૧૮૧૪૭ની સપાટીએ રહ્યો હતો. નાલ્કો રૂ.૩૧.૧૦ વધીને રૂ.૪૫૦.૩૫, શ્રી પ્રિકોટેડ રૂ.૧૮ વધીને રૂ.૩૭૮.૭૦, વેલ્સ્પન ગુજરાત રૂ.૨૪.૬૫ ઉછળીને રૂ.૫૨૪.૬૫, ભૂષણ સ્ટીલ રૂ.૪૧.૩૫ વધીને રૂ.૧૪૯૦, ઈસ્પાત ઈન્ડસ્ટ્રી રૂ.૧.૪૫ વધીને રૂ.૬૫.૧૫, જિન્દાલ સ્ટીલ રૂ.૩૨૫.૧૫ વધીને રૂ.૧૫૮૫૫.૩૫, જિન્દાલ શો રૂ.૧૯.૦૫ વધીને રૂ.૧૦૧૫.૩૫, સેસાગોવા રૂ.૪૦ વધીને રૂ.૩૩૮૧.૬૦, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૧૧.૯૫ વધીને રૂ.૧૧૫૮.૧૫ રહ્યા હતા.

સ્મોલ કેપ ઈન્ડેક્ષ ૨૧૮ પોઈન્ટ ઉછળ્યોઃ ઈકલેક્સ, બિનાની ઈન્ડ, કેપીઆર મિલ, હિન્દ. મોટર ઉછળ્યા

સ્મોલ કેપ શેરોમાં નવેસરથી મોટાપાયે લેવાલી નીકળતા બીએસઈ સ્મોલ કેપ ઈન્ડેક્ષ ૨૧૮.૦૮ પોઈન્ટ ઉછળીને ૧૨૭૪૦.૨૯ની સપાટીએ રહ્યો હતો. ઈકલેક રૂ.૬૩.૦૫ ઉછળીને રૂ.૩૮૬.૨૦, બિનાની ઈન્ડસ્ટ્રી રૂ.૨૬.૨૦ ઉછળીને રૂ.૨૫૧.૯૦, કે.પી.આર. મિલ રૂ.૧૮.૦૫ વધીને રૂ.૧૭૫.૩૫, વિમલા લેબ્સ રૂ.૧૬.૯૦ વધીને રૂ.૧૬૭, હિન્દુસ્તાન નેશનલ ગ્લાસ રૂ.૧૩૭.૨૦ વધીને રૂ.૧૫૦૯.૬૫, મહિન્દ્રા ફોર્જીંગ રૂ.૨૨.૩૦ ઉછળીને રૂ.૨૯૭, હિન્દુસ્તાન મોટર રૂ.૬ વધીને રૂ.૮૦.૧૦ રહ્યા હતા.

પૃથ્વી ઈન્ફો રૂ.૨૪.૮૦ ઉછળીને રૂ.૩૩૩.૩૦, યુરો સિરામિક રૂ.૧૬.૯૫ વધીને રૂ.૨૫૨.૫૦, બન્નારી અમાન સુગર રૂ.૭૧.૦૫ વધીને રૂ.૧૦૭૨.૬૫, લોજીક્સ માઈક્રો રૂ.૨૦.૪૦ વધીને રૂ.૩૦૯.૯૦, ટાટા મેટાલીક રૂ.૧૨.૨૦ વધીને રૂ.૧૯૨.૩૦ રહ્યા હતા.

મિડ કેપ ઈન્ડેક્ષ ૭૩ પોઈન્ટ વઘ્યોઃ બલરામપુર ચીની, બજાજ હિન્દ, જીટીએલ ઈન્ફ્રા, એડલેબ્સ, કોલગેટ ઉછળ્યા

મિડ કેપ શેરોમાં પણ આર્કષણે બીએસઈ મિડ કેપ ઈન્ડેક્ષ ૭૨.૮૧ પોઈન્ટ વધીને ૯૩૪૦.૦૧ની સપાટીએ રહ્યો હતો. બલરામપુર ચીની રૂ.૧૧.૫૫ ઉછળીને રૂ.૧૧૪.૭૫, બજાજ હિન્દુસ્તાન રૂ.૩૧.૧૫ વધીને રૂ.૩૪૫.૯૦, કેસોરામ ઈન્ડ. રૂ.૪૬.૯૫ વધીને રૂ.૫૬૫.૪૦, એડલેબ્સ ફિલ્મ રૂ.૧૧૮.૮૦ વધીને રૂ.૧૬૧૨.૨૫, કોલગેટ રૂ.૨૬.૭૫ વધીને રૂ.૪૮૧.૬૦, આકૃતિ સિટી રૂ.૬૯.૦૫ વધીને રૂ.૧૨૩૮.૩૫, જીએમડીસી રૂ.૨૫.૪૦ વધીને રૂ.૪૮૭, નેશનલ ફર્ટીલાઈઝર રૂ.૪.૦૫ વધીને રૂ.૮૫.૦૫, મદ્રાસ એલ્યુમીનીયમ રૂ.૪૦.૫૫ વધીને રૂ.૮૦૧.૫૫, ત્રિવેણી એન્જિનિયરીંગ રૂ.૭.૮૫ વધીને રૂ.૧૬૮.૨૦ રહ્યા હતા.

Copyright   © Gujarat Samachar