home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > આજ નું ભવિષ્ય

સુપ્રભાતમ્‌

ãTîTÕg U#{èýg ÿÔýZ

U§À: iTÍ-iTýmÍ ÌUõ ¤

îZiT-îAïî-U§ÀgÄUõ

\{T\ý-îTÕTg ã ÿV§Uý ¤¤

- મરણ-કાળ ન આવ્યો હોય તો માણસ સો બાણથી વીંધાયા છતાં મરતો નથી, અને કાળ આવી ગયો હોય તો દાતીના ઘાસનો કાંટો વાગવાથી પણ મરી જાય છે. - અનુ.કુલીનચંદ્ર યાજ્ઞિક

આજનો દિન મહિમા

આજનું પંચાંગ

તા. ૧૮-૧-૨૦૦૮ શુક્રવાર પોષ સુદ દસમ-એકાદશીનો ક્ષય આજે પુત્રદા એકાદશી (સ્માર્ત) છે મુંબઈ-કલ્યાણરાયજીનો ઉત્સવ

દિવસના ચોઘડિયાં ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ.
રાત્રિના ચોઘડિયાં રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ.
જન્મરાશિ આજે જન્મેલ બાળકની વૃષભ (બ.વ.ઉ.) રાશિ આવશે.

વિક્રમ સંવત ઃ ૨૦૬૪ શાકે ઃ ૧૯૨૯, જૈનવીર સંવત ઃ ૨૫૩૪.
વિક્રમ સંવત્સર ઃ વિકારી શક સંવત્સર ઃ સર્વજીત ઉત્તરાયણ શિશિર ૠતુ પોષ સુદ દસમ ને શુક્રવાર. એકાદશીનો ક્ષય છે. આજે પુત્રદા એકાદશી (સ્માર્ત) છે. ન્યાયમૂર્તિ મહાદેવ ગોવંિદ રાનડેની જન્મજયંતી. મુંબઇ, કલ્યાણરાયજીનો ઉત્સવ.

અમદાવાદ સૂર્યોદય ઃ ૭ ક. ૨૪ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૧૬ મિ.
સુરત સૂર્યોદય ઃ ૭ ક. ૨૦ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૧૮ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૭ ક. ૧૬ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૨૧ મિ.
મુસલમાની હિજરીસન ઃ ૧૪૨૯ મહોરમ માસનો નવમો રોજ.
પારસી શહેનશાહી વર્ષ ઃ ૧૩૭૭ શહેરેવર માસનો બીજો રોજ બહેમન.

આજનું ભવિષ્ય

તા. ૧૮-૦૧-૨૦૦૮

મેષ ઃ આજે વેપાર-ધંધામાં, શેરોમાં આવક થાય. બજારોની વધઘટ જણાય. ઘરમાં ખર્ચ થાય, મિત્રવર્ગને મળવાનું થાય.

વૃષભ ઃ માનસિક પરિતાપ, વિચારોની દ્વિધા રહે છતાં નોકરી, ધંધાના કામમાં તમારે ઘ્યાન આપવું પડે. જોખમ કરવું નહીં.

મિથુન ઃ શાંતિથી દિવસ પસાર કરવો. નુકસાન, વિવાદ થાય તેવું કોઇ કામ કરવું નહીં. સગા સંબંધી, મિત્રવર્ગના, નોકરી-ધંધાના કામમાં ચંિતા રહે.

કર્ક ઃ નોકરી-ધંધામાં ક્ષણિક કોઇ લાભ મળી શકે. ઉઘરાણીના નાણાં આવવાથી, ધંધો થવાથી રાહત રહે. વધારાનું કામ કરી શકો.

સંિહ ઃ સરકારી, રાજકીય કામ અંગે, નોકરી-ધંધાના કામ અંગે કોઇને મળવાનું થાય, ચર્ચા વિચારણા થાય. પરિવાર માટે ખર્ચ થાય.

કન્યા ઃ નોકરી-ધંધાના કામની વ્યસ્તતા રહે. ધંધો થવાથી, આવક થવાથી નાણાંકીય ચંિતા-મુંઝવણ ઓછી થાય. વધારાનું કામ થાય.

તુલા ઃ હરો ફરો, કામકાજ કરો પરંતુ શારિરીક કે આર્થિક કોઇ નુકસાન થાય નહીં તેની તકેદારી રાખવી. ઉતાવળ કરવી નહીં.

વૃશ્ચિક ઃ પત્નીના કામમાં, જાહેર સંસ્થાકીય કામમાં માનસિક પરિતાપ રહે. અન્યના દોરવાયા દોરવાઇ જવું નહીં. શાંતિ રાખવી.

ધન ઃ ખાવાપીવામાં ઘ્યાન રાખવું પડે. નોકરી-ધંધામાં હરિફવર્ગ, ખટપટ, ઈર્ષા કરનારના કારણે બેચેની રહે. ચંિતામાં રહો.

મકર ઃ શેરોની લે-વેચ થાય, નોકરી-ધંધાનું કામ થાય પરંતુ સંતાનના આરોગ્યની બાબતમાં, વિદ્યાભણતરમાં ઘ્યાન આપવું પડે.

કુંભ ઃ શરદી-ખાંસી-છાતીમાં, પીઠમાં દર્દપીડાથી કંઇ ગમે નહી. નોકરી-ધંધામાં ધાર્યુંકામ થાય નહીં. ઉશ્કેરાટ, ગુસ્સો કરવો નહીં.

મીન ઃ તમારા કૌટુંબીક કે વ્યવહારીક કામ અંગે ચંિતીત રહેવું પડે. ખર્ચ કરવો પડે. નોકરી-ધંધામાં આવક થાય.

જન્મતારીખ વર્ષસંકેત

તા. ૧૮ જાન્યુઆરી ૨૦૦૮

આજથી શરૂ થતા આપના જન્મવર્ષ દરમ્યાન આરોગ્ય તેમજ આર્થિક પ્રશ્નમાં સંભાળવાનું રહેશે. સામાન્ય બિમારીની ઉપેક્ષા કરવી નહીં. વ્યસની જીંદગી હોય તો ઘાતક બિમારી આવી જાય, ખર્ચમાં વધારો થાય. તે સિવાય શેરોમાં, નોકરી, ધંધામાં, વ્યવહારીક, સામાજીક, કૌટુંબીક નાણાંકીય પ્રશ્નમાં નુકસાની, વિવાદ થાય નહીં તેની અવશ્ય સાવધાની રાખવી. જીદ, મુમત, અહમ, ઉશ્કેરાટ, ગુસ્સામાં નોકરી-ધંધામાં ખોટું નુકસાન સહન કરવું પડે. પત્ની-સંતાન, પરિવારના પ્રશ્નમાં શાંતિથી, ધીરજથી નિર્ણય કરવા. સાસરીયા કે મોસાળ પક્ષના સંબંધમાં નોકરીધંધો કરનારને કંટાળીને નોકરીધંધાનું કાર્યક્ષેત્ર બદલવું પડે. સ્ત્રી વર્ગને શાંતિ, રાહત જણાય નહીં. ગાયનેક પીડા, માનસિક વ્યગ્રતા- અશાંતિના લીધે પતિ-સંતાન, પરિવારના કામમાં એકાગ્રતા જળવાય નહીં. વિદ્યાર્થીવર્ગને ભણવામાં ઘ્યાન આપવું પડે.

Copyright   © Gujarat Samachar