પાકિસ્તાનમાં
આવેલા સંિઘુ ઘાટીની પ્રાગૈતિહાસિક સભ્યતાના ભગ્નાવેશ મોહન-જો-દેરો
અરબસ્તાન
અને સમૃદ્ધ સંિઘુપ્રદેશ વચ્ચે અરબી સમુદ્રના માઘ્યમે વિકસેલા દરિયાઈ
વેપારનો ઇતિહાસ સદીઓ પુરાણો છે. આરબ વેપારીઓ અને સમુદ્રી
ચાંચીયાઓ ‘સ’નું ઉચ્ચારણ ‘હ’ કરતા હોવાના કારણસર સંિઘુનદી
જ્યાં આવેલી છે ત્યાં વસેલા મૂર્તિપૂજક લોકોને તેઓ ‘હંિદુ’
તરીકે ઓળખતા ‘સંિઘુસ્થાન’સંજ્ઞાથી ઓળખાતા સંિઘુ પ્રદેશને
તેઓ ‘હંિદુસ્તાન’ કહેતા આ બંને શબ્દો આપણે વ્યાપક
અર્થમાં અપનાવી લીધા. તેથી, સંિઘુપ્રદેશ સિવાયના બીજા પ્રદેશોમાં
વસતા આર્યધર્મના અનુયાયીઓની ઓળખાણરૂપે ‘હંિદુ’ અને
આખા દેશના નામ માટે ‘હંિદુસ્તાન’ શબ્દો પ્રચલિત
થયા. દેશમાં ઇસ્લામનું પ્રચલન શરૂ થયું ત્યાર પછીના ઇસ્લામી શાસનકાળ
દરમિયાન ‘હંિદુસ્તાન’ નામ વઘુ પ્રચલિત થયું. હંિદુ
પ્રત્યેની નફરતના આધારે ૧૯૪૭માં મુસ્લિમ લીગને પાકિસ્તાનની રચનામાં
કામિયાબી મળી ત્યારબાદ પણ પાકિસ્તાનના દરેક સત્તાધીશે
હંિદુસ્તાન પ્રત્યે નફરતનું વલણ જારી રાખ્યું કેમ કે ‘હંિદુઓ
અને હિન્દુસ્તાન સામેની નફરત અને દુશ્મનીના મુદ્દા ઉપર તો પાકિસ્તાનની
રાજનીતિ ટકેલી છે. આમ છતાં પાકિસ્તાન એ બદલ ગૌરવ અનુભવે છે
કે મોહન-જો-દરોની પ્રાગૈતિહાસિક સભ્યતાના ભગ્નાવેશેષો પાકિસ્તાનની
ભૂમિ પર આવેલા છે !’’
વીસમી સદીની શરૂઆતમાં સંિઘુ ઘાટીમાં
મોહન-જો-દરોની પ્રાગૈતિહાસિક સભ્યતા (Pre-historic
civilisation) ના અવશેષો મળી
આવતા અત્યાર સુધી પોતાને સૌથી વઘુ વિકસીત સમજતા આવેલા યુરોપના
લોકો દંગ રહીગયા હતા. યુરોપના પ્રચાર માઘ્યમો તો અત્યાર સુધી
એવો પ્રચાર કરતા આવ્યા હતા કે ભારત એક પછાત દેશ છે. ભીખારીઓ,
મદારીઓ અને અંધશ્રદ્ધા સહિત અનેક પ્રકારની શારીરિક- માનસિક વ્યાધિઓથી
પીડાતા લોકોના દેશ તરીકે બહુ-પ્રચારિત કરવામાં આવેલા ભારત દેશમાં
મોહન-જો-દરોના ભગ્નાવશેષો મળી આવતા પશ્ચિમના લોકોએ એ તથ્યનો
સ્વીકાર કરવો પડ્યો કે સંિઘુ ઘાટીની સભ્યતા (Indus
Valley Civilisation) , જ્યારે
સદીઓની મજલ કાપી ચૂકી હતી ત્યારે તેઓ જંગલી અવસ્થામાં વિચરતા
હતા. ઇસા મસીહના જન્મ પૂર્વે પાંચેક હજાર વર્ષ અગાઉ સંિઘુ ઘાટીમાં વસતા
લોકો જ્યારે, મકાન, રસ્તા, દુકાન, હોજ, પાતાળ કૂવા, ગટર અને
નહેરો સહિતના નગર નિર્માણ કાર્યમાં વ્યસ્ત હતા ત્યારે તેમના પૂર્વજો હજુ
આદિમાનવરૂપે રઝળપાટની હાલતમાં હતા ! આ વિકસીત સભ્યતાનો પત્તો
લાગ્યો ત્યાં સુધી જાણીતા માનવ સભ્યતાના ઇતિહાસ અગાઉ પણ સંિઘુ ઘાટીની
વિકસીત માનવ સભ્યતા ઐતિહાસિક કીર્તિમાન સ્થાપિત કરી ચૂકી હોવાની અણગમતી
વાતનો પશ્ચિમના લોકોએ મને-કમને સ્વીકાર કરવો પડ્યો હતો.
ભાગલા બાદ મોહન-જો-દેરોની
પ્રાગૈતિહાસિક સભ્યતાનો સમગ્ર પ્રદેશ પાકિસ્તાનમાં ચાલ્યો ગયો. પાકિસ્તાનના
ટપાલ ખાતાએ મોહન-જો-દેરોના ખંડેરો અને ખોદકામમાં મળી
આવેલા વાસણો, હથિયારો તથા રમકડા જેવી વસ્તુઓ દર્શાવતી ટપાલ
ટિકિટો અનેકવાર રજૂ કરી છે. એમાં કોઈ શક નથી કે સંિઘુ ઘાટીની ભારતીય
સભ્યતાનો સંબંધ પ્રિ-ઇસ્લામિક પિરિયડ સાથે રહેલો છે. પરંતુ આ સભ્યતાને
‘પ્રિ-ઇસ્લામિક’ તરીકે ઓળખવામાં નાનમ અનુભવતા પાકિસ્તાનના સત્તાવાળાઓ
તેને ‘પ્રાગૈતિહાસિક પાકિસ્તાની સભ્યતા’ (Pre-historic
Pakistani Civilisation) તરીકે
ઓળખાવે છે ! ૧૯૪૭માં અગાઉ પાકિસ્તાનનું અસ્તિત્વ જ નહીં હોવા છતાં હજારો
વર્ષ પુરાણી સભ્યતાને પાકિસ્તાનના નામ સાથે સાંકળી લેવાને લધુતાગ્રંથિએ
પેદા કરેલી પીડા સિવાય બીજું શું કહી શકાય ?
સભ્યતા અને સંસ્કૃતિ પ્રત્યે પાકિસ્તાનનો
અભિગમ હંમેશા વિરોધાભાસી રહ્યો છે. ૧૯૭૧ બાદ ભારત- પાકિસ્તાન
તથા બાંગ્લાદેશ- પાકિસ્તાન વચ્ચે તંગદિલી ઉભી થઈ હતી તે તબક્કે
સોવિયેટ દેશના પ્રયાસથી તાશ્કંદ ખાતે ત્રણેય દેશોના કવિઓ
અને કલાકારોનું એક શાંતિલક્ષી સંમેલન યોજવામાં આવ્યું હતું. સંમેલનના
અંતે એક ઠરાવનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો હતો, જેમાં એ વાતનો
ઉલ્લેખ હતો કે ત્રણેય દેશોની સંસ્કૃતિ સમાન છે. પાકિસ્તાનના પ્રતિનિધિ
મંડળે આ દસ્તાવેજ ઉપર સહી કરવાનો એમ કહીને ઇન્કાર કરી દીધો
હતો કેે, અમારી સંસ્કૃતિ સમાન નથી, અમે તો જુદા છીએ. તાજેતરમાં
બોલીવુડના એક પાકિસ્તાન પ્રેમી ફિલ્મ નિર્માતાની ફિલ્મમાં કામ કર્યા બાદ
પાકિસ્તાની અભિનેત્રી મીરાએ પણ એમ કહ્યું હતું કે, ભારતની ફિલ્મો પાકિસ્તાનમાં
રજૂ થવાથી પાકિસ્તાની સંસ્કૃતિ વેરવિખેર થઈ જશે. ફિલ્મોના માઘ્યમે ભારતના
સાંસ્કૃતિક આક્રમણને રોકવા માટે પ્રતિબંધ યથાવત્ રહેવો જોઈએ. ભારતીય
સંસ્કૃતિ અને સભ્યતા પ્રત્યે આટલી સૂગ હોવા છતાં પાકિસ્તાનના પ્રશાસકો મોહન-જો
દેરોની ભારતીય સભ્યતા (તેમના મુજબ ‘પાકિસ્તાની સભ્યતા’)ના
ભગ્નાવેશો પોતાની ભૂમિ ઉપર હોવા બદલ ગૌરવ અનુભવે છે !
સંિઘુ સભ્યતા વિશે વિચારતા એ વાત ઘણી
જ વિસ્મયબોધક જણાય છે કે, જેના કારણે આપણા દેશનું નામ ‘હંિદુસ્તાન’
પડ્યું તે સમગ્ર સંિઘુપ્રદેશ તો પાકિસ્તાનમાં ચાલ્યો ગયો અને આપણા
ફાળે ફક્ત નામ આવ્યું.
|