home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > પૂર્તિ

સંવેદનાના સૂર

સફરમાં ના તો ગતિ છે, ના દિશા કોઈ બની ગયા જાુઓ પગ મારા, પાળિયા કોઈ

બઘું જ હંમેશ મુજબ એક ગતિમય ઠહરાવ (સ્થગિતતા)માં ચિત્રવત્‌ સ્થિર હતું. પુષ્પકુંજના ટ્રાફિકી ચૌરાહા પરનો રાઊન્ડ ફૂવારી ગાર્ડન, રોડની પેલેપાર દેખાઈ રહેલા કાંકરિયા લૅકના લયબદ્ધ તરંગો પર ઊતરતી ઊદાસ સાંજ, એકબીજાને ક્રોસ કરતાં દોડી રહેલાં વાહનોનો ટ્રાફિક ઝમેલો, સેહત જાળવવા લૅકની ફૂટપાથ પર હાંફતા હાંફતા ચાલી રહેલા પેટસ્વી સ્ત્રી-પુરૂષો, ફૂટપાથો પર છત્ર ધરીને ઊભેલા જાહેરાતોના વિરાટ હોર્ડીંગ્ઝ, બઘું જ. એમાંના એક વિરાટ હોર્ડીંગની નીચે આવેલી આ ચ્હાની કિટલી પર ચ્હા બનાવી રહેલા શંકરરાવ અને લારીની બંને સાઈડે ઊભેલા એમના બારવાલા છોકરાઓ ગોપાલ અને દેવોની સામે જોઈ કિટલીની પાછળ આવેલી લાકડાની બેંચ પર પથ્થરી પાળિયાની જેમ બેઠેલાં તમે ઉધરસી બગાસું ખાઈને સિગરેટ જલાવી પ્રોફેસર વેગરાજ ચૌહાણ.

કાંકરિયાની દિશામાંથી નીચાઈ પર ઊડતું આવીને કાળા નાનાં પક્ષીઓનું એક ઝૂંડ પીંછા ખેરવતું વેગીલી ગતિએ બેંચ પાછળના વન-ટ્રી-હીલ ગાર્ડનના આકાશમાં અદ્રશ્ય થઈ ગયું અને અચાનક તમારી છત્રીસી આંખોનું ઘ્યાન શંકરરાવની કિટલીથી લેફટ સાઈડે સહેજ આગળ ઊભેલી ‘કાશ્મીરી સોડા’ની લારી પાસે ઊભી રહી ગયેલી એક ચકચકતી સફેદ કાર પર અને એમાંથી ઊતરીને લીંબુ-સોડાનો ઓર્ડર આપી રહેલી એક શુભવસ્ત્રા ઊંચી જાજરમાન સ્ત્રી તરફ ગઈ વેગરાજ. તમે જ્યાં બેઠા હતાં ત્યાંથી એ સ્ત્રીના સુરેખ ચહેરાનું લેફટ-સાઈડ પ્રોફાઈલ, ગૌર ડાબા ગાલ પરનો બ્યૂટી-સ્પોટ કાળો મસો, અને બ્લાઊઝ નીચેની સ્ફટિકી કમરનો લચકદાર વળાંક દેખાતાં હતાં. એ કાળો બ્યૂટી-સ્પોટ દૂરથી બિલ્કુલ ગતિના ડાબા ગાલ પરના બ્યૂટી-સ્પોટ જેવો લાગતો હતો એટલે તમને ગતિ યાદ આવી ગઈ વેગરાજ. પણ ગતિ તો અહીં ક્યાંથી હોય ? એને પરણીને અમેરીકા ઊડી ગયે તો એક દસકો વીતી ગયો હતો. આ સ્ત્રીના વાળ બોય-કટ બોબ્ડ હતાં, જ્યારે ગતિ તો થર્રાતા નિતંબ પર નર્તન કરતા કાળા લાંબા રેશમી વાળની માલકિન હતી અને આ બકસમ જણાતી ભારે કમર તો સાગના સોટા જેવી ઊંચી અલ્હડ ગતિની ક્યારેય ન હોઈ શકે. અને એને હોસ્ટેલ પર મૂકવા આવતી એના ડેડીની ‘સ્ટૂડ-બેકર’ કારનો રંગ પણ શાઈનીંગ ‘રેડ’ હતો. તમે વિચાર્યું વેગરાજ.

એ સફેદ કારવાળી સ્ત્રી તો સોડા પીને ત્યાંથી સરી ગઈ, પણ આ રીતે અચાનક થઈ આવેલું ગતિનું સ્મરણ તમને સોળ વર્ષ પહેલાંના યુનિવર્સીટીના દિવસોમાં લઈ ગયું વેગરાજ, જ્યારે એક વરસાદી સાંજે ગતિએ જ તમને જીવનમાં ગતિનું મહત્ત્વ સમજાવેલું....

તમે અને ગતિ બંને ત્યારે અંગ્રેજી સાથે એમ.એ.કરી રહેલાં સ્કોલર હોસ્ટેલી સ્ટૂડન્ટસ હતાં. આ જ શહેરમાં રહેતાં હોવા છતાં ગતિ શૌકિયાના અને તમે પોળના ઘોંઘાટિયા વાતાવરણથી બચવા યુનિવર્સિટી હોસ્ટેલમાં રહેતાં. તમારા બંનેની હોસ્ટેલની વચ્ચે આવેલી એક ફૂટપાથી કીટલી પર એક વરસાદી સાંજે તમે અને ગતિ વરસાદી ઠંડી મોસમની ગરમ ચ્હાની ચૂસકી લઈ રહ્યા હતાં ને એકાએક વરસાદ તૂટી પડેલો. અને દોડીને સામેની ફૂટપાથ પરના એક ઘટાદાર વૃક્ષ નીચે આશરો લેતાં સુધીમાં તો તમે બંને પુરેપુરાં ભંિજાઈ ગયેલાં. વૃક્ષ નીચે ઊભા રહેતાં જ તમારી મુગ્ધ યુવા નજર ભીના થઈ ગયેલા ઝીણા સલવાર-કૂર્તામાંથી ઊભરતા ગતિના ઊંચા, સુરેખ કમાની દેહ-શિલ્પ પર, એના ગૌર ચહેરા પરના બ્યૂટી-સ્પોટને ચુમી રહેલાં વરસાદના શબનમી બંિદુ પર, ને ભીનું માદક મુસ્કરાઈ રહેલા પરવાળી ઓષ્ટદ્વય પર ચોંટી ગયેલી વેગરાજ.

‘‘ગતિ સમય બસ અહીં જ કાયમ માટે સ્થિર થઈ જાય તો કેવું સારું !’’ તમે ગતિને ભાવ-વિહ્‌વળ સ્વરે કહેલું ‘‘ના વેગ ! જીવન તો ગતિશીલ જ રહેવું જોઈએ. અગર આ ક્ષણ અહીં કાયમ માટે ઠહરી જાય તો તારી નજરનું આ ઊન્માદી મૌગ્ઘ્ય આથમી જશે. ઠહરાવ કદી સારો નથી હોતો. એટલે તો હું ગતિ-પાગલ છું.’’

અને જીવનની એ તેજ ગતિ જ, ગતિને લગ્નબંધનથી બાંધીને તમારાથી દૂર, છેક અમેરીકા લઈ ગઈ હતી - બેકાર, બેબાક તમને આ શહેરની સડકો પર એક ઠહરાવમાં મૂકી દઈને.

અલબત્ત પછી ડાયરેક્ટ કલાસ-વનની સરકારી અફસરી તમારા યુવાન કદમોમાં આવીને પડેલી વેગરાજ, પણ એ સફળતા તમને એકડા વગરના મીંડાઓ જેવી લાગેલી. અફસરીના પગલે સૌમ્ય, શાંત સ્વભાવની સ્મિતવદના શિક્ષિકા સ્મિતા તમારી પત્ની બનીને આવી વેગરાજ અને એણે આપેલી બે દિકરાઓની ભેટે તમારી બુઢ્ઢી વિધવા માને હરખથી ઘેલી કરી મૂકેલી. અને જીવન લાલ પટ્ટીઓથી બંધાયેલી સરકારી ફાઈલોમાં ઠહરીને રહી ગયેલું. પણ આ ઠહરાવે તમને એટલી હદે ગુંગળાવી મૂકેલાં વેગરાજ, કે વહેતી યુવાનીઓની સાથે ગતિશીલ રહી શકાય એ માટે તમે સરકારી નોકરીમાંથી રાજીનામું આપી દઈને તમારી જ કોલેજમાં અંગ્રેજીના લેકચરરની જોબ લઈ લીધી. પણ ચાર વર્ષમાં તો દર વર્ષે બદલાતાં પણ એના એ જ લાગતાં નવા વિદ્યાર્થી-ચહેરાઓ, ઘરેડી કોલેજ-કાર્યક્રમો, નોટસ, કિતાબો, એ બઘું પણ જીવનનો એક રૂટિની ઠહરાવ બનીને જ રહી ગયું હતું.

એવામાં જ એકાએક એક ટૂંકી માંદગી દરમ્યાન ઇંજેકશનના રીએકશનથી સ્મિતાનું અચાનક અવસાન થતાં તમારા એ રૂટિની ઠહરાવને એક આઘાતી આંચકો લાગી ગયો વેગરાજ. આશ્વાસનો, સહાનુભૂતિઓ થોડો સમય ટોળે વળીને આવ્યા ને તમારી દયા ખાતાં પોતપોતાની દિશાઓમાં વિખેરાઈ ગયાં અને છ તથા આઠ વર્ષના તમારા બંને દિકરાઓના ઊછેર માટે તમારી બુઢઢી માએ, નિવૃત્ત થયા પછી વર્લ્ડ-કપ જીતવા માટે ફરી પેડ બાંધી રહેલા ક્રિકેટ-કેપ્ટન ઈમરાન ખાનની જેમ હંિમતભરી મહેનતના પેડ બાંધી લીધા હતાં વેગરાજ. અને જીવન ફરી એકવાર સ્મિતા વિનાના ટેન્શની રૂટિની ઠહરાવમાં સ્થિર થઈ ગયું.

આ રૂટિની ઠહરાવની રિક્ત બોઝિલતાથી થોડી ક્ષણો માટે નાસી છૂટવા જ તમે અવારનવાર આ શંકરરાવની ચ્હાની કિટલી પર આવો છો વેગરાજ અને જાતને આસપાસની માહૌલી ગતિવિધિઓમાં ક્ષણવાર માટે સિગરેટી ઘુઆઁની સાથે વહેતી ‘ફીલ’ કરી થોડા ‘ફ્રેશ’ થઈ જાવ છો. તમને લાગે છે કે એ થોડીક ક્ષણો માટે તમે રૂટિની ઠહરાવની ફ્રેમમાં જડાઈ ગયેલી જીવનની તસ્વીરમાંથી બહાર આવી ગયા છો. આજે પણ તમે એ જ રીતે અહીં આવ્યા હતાં, અને એક અજનબી સ્ત્રીની ગોરી પીઠ તમને ગતિની સ્મરણયાત્રાએ લઈ ગઈ વેગરાજ, જેનું સરનામું ય તમારી પાસે નથી.

જોકે ગતિની પાસે ય તમારું પોળમાંથી શહેરના પરા વિસ્તારમાં ચાલી ગયેલું સરનામું ય ક્યાં છે વેગરાજ ? વરના એણે તમને અમેરીકાથી પત્ર લખીને જણાવ્યું હોત કે, દસ વર્ષના લગ્નજીવન દરમ્યાન એને સંતાન ન થવાથી - ન થાય તેમ હોવાથી, એના એન.આર.આઈ. હસબન્ડે એને ડિવોર્સ આપી દીધાં છે, અને એ ટૂંક સમયમાં જ ઈન્ડિયા-અમદાવાદ પાછી આવી રહી છે.

અલબત્ત હવે તો એ આ શહેરમાં પિયર પરત આવી જ ગઈ છે વેગરાજ, અને તમે જે સ્ત્રીને સફેદ કારમાંથી ઊતરીને સોડા પીને રવાના થતી જોઈ એ ગતિ જ હતી. રંગ-રૂપે, શરીરે થોડી બદલાઈ ગયેલી લાગતી પણ મનથી એની એ જ રહેલી ગતિશીલ ગતિ. અને કોલેજોનું આ વેકેશન પત્યે તમારા કોલેજ સ્ટાફ-રૂમમાં જ તમને ગતિનો ભેટો થવાનો છે વેગરાજ. તમારી કોલેજમાં જ ટયુટર તરીકે જોઈન થઈ રહેલી ગતિનો ભેટો, જે શાયદ એક ટેન્શની રૂટિની ઠહરાવ બનીને રહી ગયેલી તમારી સ્થગિત જંિદગીને ફરી એક ગતિ આપી જશે. કદાચ કદી ઠહરાવ ન બને એવી એક ગતિ...તમારા vague (વેગ-અનિશ્ચિત) જીવનને એક નિશ્ચિત દિશા આપતી ગતિ વેગ-રાજ...!

(શીર્ષક સંવેદના ઃ ગુલામ અબ્બાસ ‘નાશાદ’)

Copyright   © Gujarat Samachar