home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > પૂર્તિ

પ્રાઈમ ટાઈમ

પાર્વતી એક ભવમાં બે ભવ કરશે?

સૌ કોઈ પૈસા માટે કામ કરે છે. પૈસા મળે પછી પ્રસિઘ્ધી માટે પ્રયત્ન કરે છે. પ્રસિઘ્ધી મળે પછી વધારે પૈસા મેળવવાની અપેક્ષાથી કામ કરે છે અને અપેક્ષા મુજબનું વળતર ના મળે ત્યારે કકળાટનું ગળતર થવા લાગે છે. ઓવરટાઈમ ના મળે ત્યારે કહ્યા વગર ગેરહાજર રહેવા લાગતા ડ્રાઈવર્સ અને મહેનતાણાના નાણાં ના મળે ત્યારે શૂટંિગ રખડાવતા એક્ટર્સમાં તાત્ત્વીક રીતે કશો જ ફરક નથી. દરેક જણ પોતાની કંિમત વસૂલ કરવા માટે પ્રોડ્યુસર-માલિકનું નાક દબાવવાનો રસ્તો અપનાવે છે.

સાસ-બહુ સિરીયલથી પ્રસિઘ્ધ થયેલી અને તે પછી આવી સિરીયલો સામે નાકનું ટીચકું ચડાવતી થયેલી શ્વેતા કેસવાનીએ હમણાં એક નિર્માતાનું પૈસાના મામલે નાક દબાવ્યું હોવાની વાત વહેતી થઈ છે. ‘ઝી’ ટીવી પર શરૂ થઈ રહેલા ‘જ્હોની આલા રે’ના સંચાલન માટે શ્વેતા કેસવાનીને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ‘ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્‌ટર ચેલેન્જ’માં પેરીઝાદ જેવી સુંદરીની સામે શ્વેતા કેસવાની જેવી બોલ્ડ અભિનેત્રી ચાલશે - એવો નિર્દેશક આકાશદીપનો મત હતો.

જો કે, તે વખતે આકાશદીપને અંદાજ ન્હોતો કે આ અભિનેત્રીની બોલ્ડનેસ તેને જ ભારે પડશે. ‘જ્હોની આલા રે’ના પહેલા શિડ્યૂલનું શૂટંિગ તો સરળતાથી હસી-ખુશીના માહોલમાં પૂરું થઈ ગયું. પરંતુ બીજા શીડ્યૂલની તારીખ નજીક આવી ત્યારે શ્વેતાએ અગાઉના શીડ્યૂલનું મહેનતાણું માંગ્યું. એ તેને મળી ગયું. પરંતુ તેની અપેક્ષાથી ખાસ્સું ઓછું હતું. શ્વેતાએ આ અંગેની ફરિયાદ આકાશદીપને કરી. પણ આકાશદીપે નાણામાં વધારો કરવા બાબતે પોતાની લાચારી બતાવી. એટલે શ્વેતાએ બીજા શિડ્યૂલની તારીખો આપવાની લાચારી બતાવી. અત્યારે તો બન્ને પક્ષ ‘આવું કશું બન્યું નથી’ એવું રટણ કરે છે. જો મામલો સુલટશે નહીં, તો ‘જ્હોની આલા રે’માં સંચાલક તરીકે નવી કોઈ કન્યાની એન્ટ્રી થશે.

અત્યારે ‘નવી એન્ટ્રી’ તરીકે સૌથી વઘુ ચર્ચાસ્પદ કિસ્સો સાઈ દેવધરનો ગણાય છે. ચર્ચાસ્પદ એટલે કોઈ વિવાદના સંદર્ભમાં નહીં, પરંતુ સૌકોઈ માટે ‘ટોપીક ઓફ ધ ટોક’ બન્યો છે તે સંદર્ભે! છેલ્લાં ઘણાં સમયથી ‘સ્ટાર પરિવાર’નો હિસ્સો હોવા છતાં ‘સ્ટાર પરિવાર’ના સૌથી વઘુ જાણીતા સત્ય ‘બાલાજી’ સાથે સાઈ દેવધરનો સંબંધ બંધાયો ન્હોતો.

‘સારા આકાશ’ જેવી સફળ સિરીયલ દરમિયાન શક્તિ આનંદને પરણેલી સાઈ દેવધર ક્યારેય એકતા કપૂરના કેમ્પમાં જોવા મળી ન્હોતી. શક્તિ આનંદે ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી’ના પહેલા જમ્પ વખતે સાસુ બનવાનો ઈન્કાર કર્યો હોવાનુ ખોટું લાગ્યું હશે કે કેમ, પણ એકતા કપૂરે સાઈ જેવી ટેલેન્ટેડ અભિનેત્રીને અત્યાર સુધી આમંત્રણ આપ્યું નહોતું.

હવે પરિસ્થિતિ બદલાઈ છે. સાઈને એકતા કપૂર તરફથી પોતાની સૌથી સફળ સિરીયલોમાંની એક ‘કસૌટી ઝીંદગી કી’માં મહત્ત્વની ભૂમિકા કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. ‘કસૌટી ઝીંદગી કી’માં કોમલીકાની માફક વઘુ એક ખલનાયિકાની ભૂમિકા અદા કરવા માટે સાઈ દેવધરને પસંદ કરવામાં આવી છે. પ્રેમ બનતા મનોજ બોહરાના કાઈ ઈન્ટ્રેસ્ટ તરીકે આવી રહેલી સાઈનું નામ દેબોનીતા રાખવામાં આવ્યું છે. અત્યારે તેનું પાત્ર ગ્રે શેડ ધરાવશે. એ ધીમે-ધીમે કોમલીકા અવતાર ધારણ કરશે.

‘કસૌટી ઝીંદગી કી’માં સાઈ ઉપરાંત એક વિદેશી કન્યાની એન્ટ્રી થઈ રહ્યાના સમાચાર લીક થયા છે. એક હજારમા એપિસોડ તરફ આગળ વધી રહેલી ‘કસૌટી ઝીંદગી કી’માં નવીનતા લાવવા માટે તુસ્સારના લવ ઈન્ટ્રેસ્ટ તરીકે એક ગોરી મડમડી લાવવાની વાત લગભગ ફાઈનલ થઈ ગઈ છે.

‘કસૌટી ઝીંદકી કી’માં દર્શાવવામાં આવનારા લવ ઈન્ટ્રેસ્ટમાં બન્ને પક્ષ ઈન્ટ્રેસ્ટેડ હશે. પરંતુ ‘કહાની ઘર ઘર કી’માં અત્યારે માત્ર એક જ પક્ષ ઈન્ટ્રેસ્ટેડ હોય તેવો પ્રણય દર્શાવવામાં આવી રહ્યો છે. ‘કહાની ઘર ઘર કી’ જોવામાં અનિયમીત હોય તેવા દર્શકોની જાણ ખાતર એટલું જણાવવાનું કે ઓમ અગ્રવાલની વિદાય પછી વિધવા બનેલી પાર્વતી હાલમાં સુયશ મહેરા નામના પાત્રના પરિચયમાં આવી છે. સુયશ મહેરા બનતો અનુપ સોની રાજા રામમોહન રાયને અનુસરવાનું નક્કી કર્યું હોય તેમ વિધવા વિવાહમાં માને છે. એટલે તેણે પાર્વતી પ્રત્યે પોતાનો પ્રેમ પણ પ્રગટ કરી દીધો છે. અને પાર્વતી તો સતી છે. તે એક ભવમાં બે ભવ કરવા માંગતી નથી. એટલે તેણે સુયશ મહેરાને જવાબમાં એક થપ્પડ આપી દીધી છે.

જો કે, અંદરના વર્તુળના કહેવા મુજબ હીન્દી ફિલ્મોમાં બને છે તેમ ‘પહેલાં ગુસ્સો - પછી પસ્તાવો અને છેલ્લે પરિણય’ જેવું અહીં પણ બનવાનું છે. ‘કહાની ઘર ઘર કી’માં ટ્‌વીસ્ટ લાવવા માટે પાર્વતી અને સુયશ મહેરાના લગ્ન કરાવવાનું ફાઈનલ થઈ ચૂકયું છે. પરંતુ આ વાત બહાર પડી જાય તો છેલ્લી ઘડીએ આ બન્નેના લગ્ન અટકાવવાનું કર્મ કરતાં એકતાને કોઈ રોકી શકશે નહીં. અગાઉ પણ તેણે કેટલીક લીક થયેલી વાતોને પોતાની મરજી મુજબ તોડી-મરોડી નાંખી હતી. અને આવા તોડ-મરોડના કરણે જ બા બનતા સુધા શિવપુરીની કેરિયર એકાદ વરસ લાંબી ચાલી અને સવિતા બનતી અપરા મહેતાની કેરિયર અચાનક જ ટૂંકી થઈ ગઈ હતી.

એકતા કપૂર કોઈ હીટ થયેલી સિરીયલમાં પોતાની મરજી મુજબ ફેરફાર કરવા માટે જાણીતી છે. તો કેટલાક સર્જકો પોતાની સિરીયલ ઓન એર થાય તે પહેલાં જ ચાર-છ ફેરફારો કરી કાઢતા હોય છે. રાજીવ મહેરા નામના ટેલિસર્જકની એક મલ્ટીસ્ટારર સિરીયલ ‘સ્ટાર પ્લસ’ પરથી રજૂ થવાની છે. આ સિરીયલ બનાવવાનું નક્કી કર્યું ત્યારે તેનું નામ ‘બબલી’ રાખવામાં આવ્યું હતું. તે પછી કોણ જાણે શું થયું તે આ ‘બબલી’ને ‘કસમે વાદે’ જેવું તદ્દન જુદું જ નામ આપવામાં આવ્યું. તે પછી ના જાણે કેમ પણ શું થયું તે આ નામ બદલીને તેનું નામ ‘ના જાને ક્યોં’ રાખવામાં આવ્યું અને હવે છેલ્લે એવા સમાચાર આવ્યા છે કે ‘ના જાને ક્યોં’ના બદલે ‘સ્ટાર પ્લસ’ માટે લકી ગણાતી ‘કે સિરીઝ’ અંતર્ગત આ સિરીયલનું નામ ‘કસમે વાદે’ રાખવું. થોડી રાહ જોઈશું તો ફરતું-ફરતું આ બદલાતું નામ છેલ્લે મૂળ નામ ‘બબલી’ બનશે તો પણ નવાઈ નહીં લાગે! આ તો ઠીક છે કે બદલાતા નામનો ટ્રેક રાખવાનું કામ પણ થાય છે. નહીંતર ટેલિવીઝની બીટ સંભાળતો કોઈ પત્રકાર એવું પણ લખી નાંખે કે ફલાણા સર્જકે એકસાથે ત્રણ સિરીયલ શરૂ કરી છે... બબલી, કસમે વાદે અને ના જાને ક્યોં! અને લોકો પણ માની લે કે હશે...એ ભાઈ ટેલીવુડના રામગોપાલ હશે! આપણે ક્યાં એ બનાવે એ બઘું જોવું છે તો ચંિતા!

Top

Copyright   © Gujarat Samachar