home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > પૂર્તિ

આ ઇ-મેઇલ તમારા દસ મિત્રોને ફોરવર્ડ કરો, નહંિતર...

એકવીસમી સદીમાં વિજ્ઞાને અનેક દિશાઓમાં હરણફાળ ભરી છે. ટેકનોલોજીના વિકાસે અનેક પરિમાણો બદલી નાંખ્યા છે. થોડા વર્ષો પહેલા જે વાત અશક્ય લાગતી તે અત્યારે દરેક વ્યક્તિ હાથવેંતમાં કરી શકે છે. તેમાંય ઇન્ટરનેટની દુનિયાએ તો કોમ્યુનિકેશનની દુનિયા જ બદલી નાંખી. જો કે દરેક વસ્તુઓના જેમ સારા અને ખરાબ પાસાઓ હોય છે તેમ ઇન્ટરનેટ બાબતે પણ એવુ છે.

અમદાવાદમાં રહેતા પંકજભાઇ નિયમીત રીતે સાયબર કાફેમાં જઇ ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. તેમના માટે ઇન્ટરનેટ એક ઇન્ફોર્મેશન માટે સૌથી મહત્વનું માઘ્યમ છે પરંતુ છેલ્લા થોડા સમયથી તેમને ઇન્ટરનેટ પર જરા વિચિત્ર અનુભવો થાય છે. પંકજભાઇ કહે છે કે,‘‘ હું મારા અભ્યાસ માટે સાયબર કાફેમાં જતો હોઉં છુ. આમ તો દરેક ઇમેઇલ એકાઉન્ટ ધરાવતા લોકોને મોટી સંખ્યામાં બલ્ક મેઇલ આવતા હોય છે પરંતુ હમણા હમણાથી ધાર્મિક અંધશ્રઘ્ધા વાળા ઇ-મેઇલ આવવાના શરૂ થયા છે. સામાન્ય રીતે કોઇ પણ વ્યક્તિ ઇ-મેઇલ એકાઉન્ટ ધરાવતો હોય તેને બેન્ક લોન બાબતે, જીવન સાથી પંસદગી વગેરે બાબતે વધારા ઇ-મેઇલ આવતા હોય છે. જે મોટેભાગે જાહેરાતો હોય છે. પરંતુ છેલ્લા થોડા સમયથી લે ભાગુ તત્વો દ્વારા ધાર્મિક લાગણીઓના નામે ડરાવતા ઇ-મેઇલ પણ મોકલવામાં આવી રહ્યા છે.

આ ઇ-મેઇલમાં કોઇ એક દેવી-દેવતાનું નામ આપવામાં આવે છે સાથે સાથે આ દેવીનુ અપમાન કરો તો કેટલુ નુકશાન આવી શકે છે એવા દાખલાઓ પણ આપવામાં આવે છે. વળી જે લોકોએ જે-તે દેવીની વાતનું ઉલ્લઘન કર્યુ હોય તેમને કેવી મુશ્કેલીનો ભોગ બનવુ પડે છે તે પણ લખવામાં આવે છે. પરંતુ તમે જો આ ઇ-મેઇલને તમારા દસ મિત્રોને ફોરવર્ડ કરશો તો તમને કોઇ પણ નુકશાન થશે નહીં પરંતુ દ્રવ્યલાભ પણ થશે.

જો કે આ વાત નવી નથી. અત્યારે માત્ર વાત ફેલાવવાના માઘ્યમો બદલાયા છે. થોડા વર્ષો પહેલા આ જ બાબત ગામડાઓ અને શહેરોમાં પત્રો દ્વારા ફેલાતી હતી. જેમાં લોકોને તમે આ પત્ર તમારા મિત્રોને નહીં લખો તો કુટંબમાં મોટી આપત્તિ આવશે એવુ લખી ડરાવવામાં આવતા અને લોકો તેનાથી બચવા આવુ કરતા પણ ખરા. પંરતુ હવે ટપાલવ્યવહારનો ઉપયોગ ઓછો થવા લાગ્યો છે એટલે આ પ્રકારના લોકો આઘુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવા લાગ્યા છે તેમ જાણકારો જણાવે છે.

લોકોને અંધશ્રઘ્ધા તરફ દોરતા આવા ભડકાવનારા ઇ-મેઇલ પોરબંદર, રાજકોટમાં પણ કેટલાક લોકોનેમળ્યાના દાખલાઓ નોંધાયા છે. અંધશ્રઘ્ધા નિવારવા માટે કાર્યરત જયંત પંડયા કહે છે કે,‘‘ કોઇ દેવી દેવતાના નામે લોકોને ગભરાવતા ઇ-મેઇલ મળ્યા હોય તેવા કિસ્સાઓ થોડા સમય પહેલા જ પોરબંદર અને રાજકોટના અમુક લોકો સાથે બન્યા હતા. જો કે આ વાત નવી નથી આવા જ પ્રકારના પત્રો ગામડે ગામડે લોકોમાં વહેતા હતા.

પરંતુ પહેલા જે અવનવા તરકટો રચી લોકોને પત્રો દ્વારા એક પ્રકારનો ગભરાટ ફેલાવતા તે હવે ઇન્ટરનેટ દ્વારા ફેલાવવાનું શરૂ કર્યુ છે.’’ તેઓ વઘુમાં કહે છે કે,‘‘ આજે આપણે અનેક ક્ષેત્રે પ્રગતિ કરી છે. અત્યારે આપણે જીવીએ છીએ વિજ્ઞાનયુગમાં પણ માનસિકતા તો સોળમી સદીની જ છે. આવા સમયે લોકોએ જાતે જ વસ્તુની સત્યતા ચકાસી જાત તપાસ કરવી જોઇએ અને તેને આગળ વધતી અટકાવવી જોઇએ.

Copyright   © Gujarat Samachar