યંગસ્ટર્સને
મોબાઇલના કવર્સ પણ ફેશનબેલ જોઇએ!
મોબાઇલ જ નહીં, હવે મોબાઇલના કવર્સ
પણ ટ્રેન્ડી અને ફેશનેબલ જોઇએ. જોકે હવે દરેકના હાથમાં મોબાઇલ
હોય જ છે. સ્ટેટસ અને ફેશનનો પ્રતીક બની ગયેલા મોબાઇલની જેમ એના કવર્સ
પણ ફેશનેબલ બન્યાં છે. શરૂ-શરૂમાં મોબાઇલ માટે પ્લાસ્ટીકના ટ્રાન્સપ્રન્ટ મોબાઇલ
કવર ચાલતા હતા.
ત્યારબાદ જોતજોતામાં તો મોબાઇલ
કવર્સની ઘણી બધી વરાઇટી માર્કેટમાં આવી ગઇ. મોબાઇલની જેમ મોબાઇલ
કવર માટેનું એક અલગ માર્કેટ આજે ડવલપ થઇ રહ્યું છે. જેમાં પ્લાસ્ટીકના,
વિવિધ કાપડના, ચામડાંના, રેગ્ઝીનના, ઉનના, ઇમ્પોર્ટેડ મટીરીઅલના
અને સ્મૂથ રબરના ટ્રેન્ડી કવર્સ જોવા મળે છે. આવા કવર્સની ડિમાન્ડ કોલેજીયનોમાં
તો હોય જ છે, પરંતુ એની સાથે સાથે બિઝનેસમેન, ઓફીસર્સ, નોકરીયાતો
વગેરેમાં પણ હોય છે. એક પ્રાઇવેટ કંપનીમાં જોબ કરતા ઘુ્રવ ઓઝા કહે
છે કે,‘‘મારી પાસે ચામડાની બનાવટનો હેન્ડમેડ મોબાઇલ કવર
છે. આ કવર મેં જયપુરથી લીધો હતો. જેની કંિમત ૧૭૫ રૂપિયા છે.’’
વિવિધ ડિઝાઇનના મોબાઇલની માટે વિવિધ ડિઝાઇનના કવર્સ પણ મળતા
થયાં છે. જોકે મોબાઇલની જાળવણી છોકરાંઓ કરતા છોકરીઓ વઘુ કરતી
જોવા મળે છે, એટલે છોકરીઓમાં મોબાઇલ કવર્સનું પ્રમાણ પણ વઘુ જોવા
મળે છે. એમાંય ખાસ કરીને કોલેજ ગર્લ્સમાં. અત્યારે ઘરે ફેમિલી સાથે
વેકેશન એન્જોય કરી રહેલી કોલેજીયન રીપા શાહ કહે છે કે,‘‘મને
જાત-જાતના મોબાઇલ કવર્સ ગમે છે. હવે વારંવાર મોબાઇલ તો ન જ બદલી
શકાય પરંતુ કવર બદલવામાં કોઇ મુશ્કેલી પડતી નથી. મારી પાસે ત્રણથી
ચાર મોબાઇલ કવર છે. જેમાં બે જ્યુટના હેન્ડમેડ કવર્સ છે અને બે માર્કેટમાંથી
લીધેલા કવર્સે છે.’’ રીપાની જેમ કેટલાય યંગસ્ટર્સ એકથી વધારે
મોબાઇલ કવર રાખતા હોય છે. જેની માટે તેઓ ૧૦૦થી ૨૦૦ રૂપિયા સુધીનો
ખર્ચ કરી નાંખતા હોય છે.
સામાન્ય રીતે ૧૦ રૂપિયાથી લઇને ૫૦૦ રૂપિયા
સુધીમાં મળતા મોબાઇલ કવર વાપરવાનું લોકોને સરળ લાગે છે. આવા
કવરથી મોબાઇલ ઇન્સ્ટ્રુમેન્ટને સ્ક્રેચ કે સામાન્ય ઘસારાથી બચાવી શકાય છે.
આ સિવાય મોબાઇલ કવરમાં રહેવાથી તે ગમે ત્યારે સાથે રહી શકે છે. ૨૦
વર્ષની રાધા પટેલ છેલ્લાં ૨ વર્ષથી મોબાઇલ વાપરે છે. તે કહે છે
કે, ‘‘સામાન્ય રીતે મોબાઇલ ગમે ત્યારે પડવાનો કે તેને નુકશાન
થવાનો ડર મને પહેલા રહેતો હતો. પણ મોબાઇલ કવરથી મને ઘણી શાંતિ
થઇ ગઇ છે. મોબાઇલને ખુલ્લો રાખવા કરતાં આવા કવરમાં રાખવાથી તેમાં
વાતાવરણની ઘૂળ કે બીજો મેલ ભરાતો પણ રોકી શકાય છે.’’ ૩૦ વર્ષના રાકેશભાઇ
જાની બિઝનેસમેન છે. તેમના ધંધામાં મોબાઇલનો ઉપયોગ અનિવાર્ય
છે. તે કહે છે કે, ‘‘મોબાઇલ વગર તો મારે એક દિવસ
પણ નથી ચાલતું! એટલે તેની સાચવણી પણ મારા માટે એટલી જ અગત્યની છે.
ત્યારે મોબાઇલનું આવું કવર મને ઘણી રાહત આપે છે. મોબાઇલ એ મોંઘી
વસ્તુ છે. એટલે તે ખોવાઇ તે પોસાય નહિ. માટે હું તેનું કવર પણ મજબૂત
હોય, તેવા જ મટીરીયલનું કવર ખરીદવાનો આગ્રહ રાખું છું.’’ મોબાઇલ
કવરના આ પાસા સાથે બજારમાં મળતાં મોબાઇલના કવરમાં સ્ટાઇલ સાથે ફેશન
પણ ઉમેરવામાં આવે છે. સામાન્ય રીતે પ્લાસ્ટિકના સાદા મોબાઇલ કવરની
સાથે કોટન, જીન્સ, સાટિન અને ઉનના મોબાઇલ કવર પણ સરળતાથી મળી રહે છે.
મોબાઇલ સાથે તેની એસેસરી જેવા જ આ કવર માટે એક શોપના સેલ્સ પર્સન
મહેક કહે છે કે, ‘‘મોબાઇલ કવર ખરીદતા લોકોમાં છોકરાઓ
સામાન્ય રીતે પ્લાસ્ટિક કે લેધર જેવા મજબૂત મટીરીયલના કવર ખરીદતા
હોય છે. જ્યારે છોકરીઓ લટકાવી શકાય, તેવા મોબાઇલ કવર ખરીદવાનું
પસંદ કરતી હોય છે.
|