નેટવર્ક
પોલાદ સમ્રાટ મૂળ ભારતીય લક્ષ્મી નારાયણ મિત્તલથી યુરોપ આખું કેમ ગભરાય
છે?
‘‘આરસેલર’’ કંપની શું છે?
યુરોપ ખંડ જૂદાજૂદા લગભગ
૩૦ દેશોનો બનેલો છે. એ બધા દેશોના રીતરીવાજ ભાષા
વગેરે થોડાંક સરખાં થોડાંક અલગ છે પરંતુ ચલણ, મુદ્રા પણ અલગ અને એ
ચલણનું મૂલ્ય પણ અલગ. આથી અરસપરસના આર્થિક વહેવારમાં મુશ્કેલી પડતી
હતી તથા અમેરિકાના ડોલરનું વર્ચસ્વ વધવા લાગ્યું હતું. એ બઘું
દૂર કરવા લગભગ દસેક વર્ષ પહેલાં કેટલાક દેશોએ ભેગા
મળીને યુરોપિયન સંઘ રચ્યો અને એકસમાન ચલણ ‘‘યુરો’’ ઊભું
કર્યું. એ વખતે એ દેશોની સ્ટીલ અને કોલસાની કોઇ પણ કંપની ખોટ
કરે નહીં એટલે એ બધી જ કંપનીઓને ભેગી કરી દેવામાં આવી.
એમાં ફ્રાન્સ બેલ્જીયમ, સ્પેન અને લકઝમબર્ગની સ્ટીલ કંપનીઓને એક કરીને
જે કંપની બનાવવામાંઆવી એનું નામ ‘‘આરસેલર’’ રાખ્યું.
આજે એ કંપની યુરોપની સૌથી મોટી
કંપની છે. ‘‘આરસેલર’’ના ચેરમેન ગાયડોલે નામના છે.
૧૯૫૦માં રાજસ્થાનના સાદુબપુરમાં
જન્મેલા, ૧૯૭૦માં સેન્ટ ઝેવીયર્સ કોલેજમાંથી બિઝનેસ મેનેજમેન્ટની ડીગ્રી
મેળવનાર, ૧૯૭૬માં ઈન્ડોનેશિયામાં જઇને બાપે ઊભી કરેલી પણ ખોટ કરતી
સ્ટીલ કંપનીને સંભાળી લેનાર, ૧૯૮૯માં ત્રિનિડાડ, ટોબાગો જેવા દેશોની
સ્ટીલ કંપનીઓ ખરીદનાર, ૧૯૯૨માં મેક્સીકોની એવી જ કંપની ખરીદનાર,
૧૯૯૪માં પિતા સાથે મતભેદ થતા અલગ થઇને કેનેડાની સીડબેકડોસ્કો
કંપની તથા ૧૯૯૫માં જર્મનીની હામબર્ગર સ્ટાલરેક કંપનીઓ હસ્તગત કરનાર,
૨૦૦૧માં રોમાનીયાની સીડેક્સ પ્લાન્ટ કંપની ખરીદનાર, ૨૦૦૩માં દુનિયાના
મોંઘામાં મોધું કેનસીનગટન પેલેસ નામનું મહાલય ૧૨,૮૦,૦૦,૦૦૦ ડોલરમાં
ખરીદનાર, ૨૦૦૪માં અમેરિકાની ઈન્ટરનેશનલ ગુ્રપ નામની કંપની ખરીદનાર,
૨૦૦૫માં અમેરિકા સિવાયની દુનિયાનો ત્રીજા ક્રમનો સૌથી મોટો ધનાઢ્ય
બનનાર તથા ૨૦૦૬ના જાન્યુઆરીમાં આરસેલર કંપની હસ્તગત કરવા ૨૩,૦૦,૦૦,૦૦,૦૦૦
ડોલરની ઓફર કરનાર લક્ષ્મીનારાયણ મિત્તલ અને ગાયડોલે ખૂબ જ સારા
દોસ્ત.
એટલે ગાયડોલે સારી રીતે જાણતા હતા
કે... લક્ષ્મી મિત્તલ જુદા જુદા દેશોની સ્ટીલ કંપનીઓને
ખરીદીને એને આઘુનિક બનાવીને નફો કરતી કરીને આજે ૨૬,૦૦,૦૦,૦૦,૦૦૦
ડોલર સંપત્તિનો ધણી છે.
છેલ્લી ૧૩ જાન્યુઆરીએ લક્ષ્મી મિત્તલે
ગાયડોલેને પોતાને ત્યાં જમવા માટે બોલાવ્યા.
ગાયડોલે કહે છે કે, ‘‘અગાઉ
પણ મિત્તલે મને ઘણીવાર જમવા માટે બોલાવેલો એટલે એ દિવસો
બોલાવ્યો એમાં મને નવું કે વિશિષ્ટ કંઇ ન લાગ્યું.’’ એટલે ગાયડોલેને
ખ્યાલ નહીં કે મિત્તલ તે દિવસે કોઇ નવી વાત કરવાના છે.
જમ્યા પહેલાં ડ્રીન્ક લેતા લક્ષ્મી મિત્તલે
કહ્યું કે... ‘‘મિત્તલ સ્ટીલ’’ અને ‘‘આરસેલર’’ને
ભેળવીને એક કંપની કરીએ તો કેવું? એમ થાય તો એ કંપની યુરોપની
સૌથી મોટી કંપની થવા ઉપરાંત દુનિયાની અગ્રગણ્ય કંપનીઓમાં એનું
સ્થાન હશે.
ગાયડોલે આગળ કહે છે કે, ‘‘દુનિયાભરની
સ્ટીલ કંપનીઓ હસ્તગત કરવામાં મિત્તલ હોંશિયાર છે એ બધા
જાણે છે એમ હું પણ જાણતો હતો. પરંતુ યુરોપની સૌથી મોટી કંપની ‘‘આરસેલર’’
પણ લેવા માંગે છે એવો મને સ્વપ્ને પણ ખ્યાલ નહીં.’’
ગાયડોલેએ ત્યારે કંઇ જવાબ ન આપ્યો
અને જમવાનું પતાવીને ‘‘હું વિચારીને કહીશ...’’ કહીને તેઓ
છૂટા પડ્યા.
એ પછી ગાયડોલેએ મિત્તલને કશો
જવાબ ન આપ્યો કે ફોન પણ ન કર્યો પરંતુ એમણે યુરોપના દેશોમાં
એવો પ્રચાર ચાલુ કરીને એક લોબી ઊભી કરી કે... એક સામાન્ય ભારતીય
યુરોપની મોટામાં મોટી સ્ટીલ કંપની હસ્તગત કરવા માંગે છે... એ જો
થશે તો ઘણું ખોટું થશે... એટલે એનો ગમે તે ભોગે વિરોધ
થવો જોઇએ.
સામા પક્ષે મિત્તલની દલીલ એવી
હતી, એવી છે કે ‘‘ગ્લોબલાઇઝેશન’’ વૈશ્વીકરણના આ યુગમાં કોઇપણ
ઉદ્યોગપતિને, વ્યક્તિને, પછી એ ભલે ગમે તે દેશનો હોય, પણ દુનિયાની
કોઇ પણ પબ્લીક લિમિટેડ કંપની... એના શેરધારકોને શેરના રૂપિયા
બજાર ભાવ કરતાં વઘુ આપીને ખરીદી શકે છે.. એટલે જો તેઓ ‘‘આરસેલર’’ને
ખરીદવા ઈચ્છે તો ખરીદી શકે છે.. અને એમાં ખોટું શું છે?
શું ભારતીય હોવું એ ગુનો છે?’’
ગુનો છે કે નહીં એ જુદી વાત છે
પણ આ કિસ્સા ઉપરથી એટલું ચોક્કસ થાય છે કે.. કાળા-ગોરાનો રંગભેદ,
અમેરિકનોમાં ઘટ્યો હશે (કારણકે તેઓ ઓછા રૂઢિચુસ્ત છે અને વઘુ ‘‘ઓપન
માઇન્ડેડ’’ છે. દુનિયામાં વઘુમાં વઘુ પરદેશીઓને સમાવનાર
અમેરિકનો જ છે અને ભારતીયો પણ વઘુમાં વઘુ અમેરિકામાં જ વસે છે. હબસી
પ્રજાને અમેરિકનો જ નિભાવી શકે.. તેઓ આળસુ થઇને પડ્યા રહે છે... હંિસાખોરી
કરે છે છતાં અમેરિકનો એમને નાગરિક તરીકે કશો જ ભેદભાવ રાખ્યા
વિના જેમ ભારતીયોને દર મહિને ૪૦૦ ડોલર પેન્શન આપે છે એમ એમને
પણ આપે છે. આના કારણે જ અમેરિકા આજે સાહિત્ય, વિજ્ઞાન અને આર્થિક
ક્ષેત્રે યુરોપના દેશો કરતાં આગળ છે... ઈંગ્લાંડ સહિત યુરોપના
દેશો હજી સંકુચિત અને રૂઢિચુસ્ત માનસ ધરાવે છે. લક્ષ્મી એનો
તાજો દાખલો છે) પણ યુરોપના દેશોમાં નથી ઘટ્યો એવું મિત્તલનો
કિસ્સો બતાવે છે. યુરોપના દેશો કૂપમંડુક એટલે કે કૂવાના દેડકા
જેવા છે.
ઉદારીકરણ અને વૈશ્વીકરણના આજના
જગતમાં કોઇ પણ વ્યક્તિ દુનિયાની કોઇપણ કંપની... એના નિયમો...
કાયદાનું પાલન કરીને ખરીદી શકે છે.
લક્ષ્મી મિત્તલ એ જ કહે છે. તેઓ
આરસેલર કંપનીના શેરધારકોને શેરની બજારમાં જે કંિમત ચાલતી હોય
એ કરતાં વઘુ કંિમત ચુકવીને શેરો ખરીદીને કંપનીનો કબજો મેળવવા
ઈચ્છે છે... એમાં ખોટું શું છે?
ખોટું એટલું જ છે કે મિત્તલ ભારતીય
છે અને એ જ કારણે ધનાઢ્યો જ નહીં પણ યુરોપના દેશોની સરકારો
પણ લક્ષ્મી મિત્તલની વિરૂઘ્ધ થઇ ગઇ છે. તેઓ એ હકીકતને પચાવી
શકતા નથી કે એક ભારતીય યુરોપની સૌથી મોટી કંપનીનો માલિક બને!
‘‘આરસેલર’’ના ચેરમેન ગાયડોલે
મિત્તલના મિત્ર હતા, મિત્ર છે, બન્નેને સાથે જમવાપીવા સુધીનો
સંબંધ છે... છતાં જોયું ને? ગાયડોલેએ છેવટે મિત્તલ કરતાં
ઓછો ભાવ મળતો હતો છતાં ‘‘આરસેલર’’ને મિત્તલને
ન આપી અને એમના ગોરા જ જાતભાઇ રશિયનને ઓછા ભાવમાં આપી.
હમણાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ શિરાક ભારત આવેલા.
એ વખતે મિત્તલ અને ‘‘આરસેલર’’નો વિવાદ પૂરો
ચગેલો હતો. એટલે એમને મિત્તલ વિષે પૂછવામાં આવ્યું તો તેઓ
ચોખ્ખું તો બોલી શકે નહીં એટલે એમણે કહ્યું કે, ‘‘વૈશ્વીકરણના
આજના જમાનામાં કોઇપણ વ્યક્તિ દુનિયાની કોઇપણ કંપની કે વસ્તુ ખરીદી
શકે છે પરંતુ લક્ષ્મી મિત્તલે આરસેલરને ખરીદવા માટે જે પહેલ
કરી છે એ બરોબર નથી... કારણકે મિત્તલના હાથમાં કંપની જતા કંપનીના
મજૂરોના હિતોનું રક્ષણ નહીં થાય... એવું માનવામાં આવે છે.’’ (પેલું
ગોરા-કાળાનું કે ભારતીય હોવાનું તો બોલી શકાય નહીં... એટલે આવી
ગોળગોળ વાત જ કરવી પડે ને?)
એના જવાબમાં લક્ષ્મી મિત્તલે કહ્યું
હતું કે, ‘‘તેઓ એક પણ મજૂર, કામદાર કે કર્મચારીને
છૂટા નહીં કરે અને શેરધારકો તથા ગ્રાહકોના હિતોનું પણ પૂરું
ઘ્યાન રાખશે.’’
‘‘આરસેલર’’ના સૌથી વઘુ
શેરહોલ્ડરો લકઝમબર્ગ દેશના છે. (આ દેશ બેલ્જીયમ, જર્મની અને
ફ્રાન્સની વચ્ચે આવેલો જેની વસતિ ૪ લાખ ૬૭ હજાર છે અને એનો વિસ્તાર ૨૫૮૬
ચો.કી.મી. એટલે કે લગભગ આણંદ જેવડો જ છે પણ સાક્ષરતા ૧૦૦ ટકા
છે ત્યાં લોખંડની ખાણો છે એટલે એ દેશનું મહત્ત્વ છે. ખેતી
૧૦ ટકા જ છે બાકી ડેરી અને વાઇનના ઉત્પાદનો તથા કેમીકલ, ટાયર,
ટોબેકો, ઉત્પન્ન થાય છે.) કંપનીમાં એમની એ રીતે ૫.૬૨ ટકા ભાગીદારી
છે. લકઝમબર્ગના ૬૦૦૦ વતનીઓ ‘‘આરસેલર’’માં નોકરીમાં છે.
આ સૌ મિત્તલનો વિરોધ કરતા હતા.
ફ્રાન્સ પાસે આરસેલરના શેરો નથી પણ એના
કર્મચારીઓમાં ૨૮,૫૦૦ એટલે કે આરસેલરમાં જે સ્ટાફ છે એનો ૩૦ ટકા
ફ્રાન્સના છે. આ સૌ પણ મિત્તલનો વિરોધ કરનારા છે.
બેલ્જીયમના પણ ૧૫,૪૦૦ કર્મચારીઓ ‘‘આરસેલર’’માં
છે.. એમને મિત્તલનો વિરોધ પણ નહોતો અને તરફેણ પણ નહોતી.
સ્પેનના પણ ૧૫,૦૦૦ કર્મચારીઓ છે પણ
એમને મિત્તલ સાથે વાંધો નથી.
રશિયાની જે કંપની સાથે આરસેલરનું જોડાણ
કરવાનો નિર્ણય લેવાયો એ સેવેરસ્તાલ રશિયાની મોટામાં મોટી સ્ટીલ કંપની
છે. આ બે કંપનીનું જોડાણ થતા એ હવે દુનિયાની મોટામાં મોટી
સ્ટીલ કંપની થઇ ગઇ.
મિત્તલે શરૂમાં આરસેલર ૧૮.૬ બીલીઅન
યુરોમાં ખરીદવાની ઓફર કરેલી અને છેલ્લે ૨૫.૮ બીલીયન યુરોનો
ભાવ રાખેલો.
એના જવાબમાં ગાયડોલેએ ‘‘વિચારીશું’’
કહીને મિત્તલને આશા બંધાવેલી પણ દરમ્યાનમાં ગાયડોલેએ
રશિયાની પેલી કંપનીના વઘુમાં વઘુ શેર ધરાવનાર મોરડાશોવ સાથે
સંપર્ક કરીને એની સાથે આરસેલરને જોડવાની બાજી ગોઠવી. મોરડાશોવે
આરસેલર કંપનીને રોકડા ૧.૨૫ બીલીઅન જ આપવાનું નક્કી કર્યું અને સેવરસ્તાલ
કંપનીમાં આરસેલર કંપનીની ભાગીદારી અને ઈટાલીની લુચીની સ્પા નામની
કંપનીમાં ભાગીદારી સાથે સોદો નક્કી કર્યો.
એની સામે મોરડાશોવ આરસેલર જૂથની
કંપનીમાં ૩૨ ટકાની ભાગીદારી મેળવશે.
આ સોદાને બાકીના ૬૮ ટકા શેરધારકો
હવે આવતા મહિને થનારી શેરધારકોની મીટીંગમાં મતદાન કરશે..
એ પછી નક્કી થશે કે આરસેલર કંપની અને રશિયાની કંપનીનું જોડાણ આખરી
થયું છે કે નહીં.
મિત્તલના હાથમાંથી આમ, બાજી હજી
ગઇ નથી. એ હજી વઘુ મોટી ઓફરો આપીને ૬૮ ટકા શેરધારકોને આકર્ષી
શકે છે... જો કે આ બાબતમાં મિત્તલને ક્યાંય શીખવા જવું પડે તેમ
નથી.
Top
|