ઉત્તર ઘુ્રવની નજીક પહોંચેલા વિશ્વનાં પ્રથમ જહાજના કપ્તાનનું રહસ્યમય મોત
૧૮૭૧ના ઓગસ્ટની ૩૦
તારીખે અમેરિકાનું એક જહાજ ઉત્તર ઘુ્રવના બર્ફીલા સમુદ્રમાં સફર કરી
રહ્યું હતું. યુજીએસ પોલારીસ નામનું આ જહાજ આર્કટીક સર્કલથી એક હજાર
માઈલ જ છેટે હતું અને ઉત્તરઘુ્રવની સૌથી નજીક જનારૂં વિશ્વનું પ્રથમ
જહાજ બનવા જઈ રહ્યું હતું. આ જહાજનો કેપ્ટન બ્રિટીશર ચાર્લ્સ હીલ ઉત્તરઘુ્રવ
ઉપર પહોંચીને અમેરિકાનો ઘ્વજ ફરકાવવાની ખ્વાહીશ ધરાવતો હતો.
ઉત્તરઘુ્રવ સુધી
પહોંચવાનું સાહસ કરવામાં મેં મારૂં જીવન સમર્પિત કર્યું છે તે માનવજાતના
કલ્યાણ માટે છે નહીં કે પૈસા અને પ્રસિદ્ધી માટે હીલે આ દિવસે પોતાની
ડાયરીમાં લખ્યું હતું.
૧૪૦ ફૂટ લાંબુ પોલારીસ
જહાજ બરફના તોફાનને સહી શકે તેવું મજબૂત હતું. બે એસ્કીમો સ્ત્રીઓ
અને ચાર બાળકો સહીત ૨૭ સાહસિકો આ જહાજમાં હતાં. અત્યારે જહાજની ચારે
તરફ બરફની શીલાઓ તરી રહી હતી અને જહાજની ગતિમાં અવરોધ કરી
રહી હતી. જહાજ ઉપર રહેલા બે એસ્કીમો શિકારીઓ સમુદ્રમાંથી માછલીનો
શિકાર કરી ખોરાકની વ્યવસ્થા કરતાં હતાં. જહાજમાં સાથે લાવેલા સુકા ફળો
અને અનાજ ખૂટવા માંડ્યાં હતાં અને બર્ફીલા પ્રદેશમાં હવે માછલીઓ
પણ ઓછી મળતી હતી. જહાજમાં રહેલા ૨૦ કૂતરાઓને એકાંતરે ભોજન આપવાનું
શરૂ કરાયું હતું. બહાર શૂન્યની નીચે ૫૦ ડીગ્રી ઉષ્ણતામાન હતું પરંતુ જહાજના
બોઈલરથી જહાજનું ઉષ્ણતામાન જાળવી રાખવામાં આવતું હતું.
બરફથી ઘેરાઈ ગયેલું
જહાજ હવે આગળ વધી શકે એમ નહોતું. હીલ કૂતરાઓ વડે ચાલતી સ્લેજ
ગાડી લઈને આસપાસના વિસ્તારનું નિરીક્ષણ કરવા નીકળતો અને બરફ પીગળે
ત્યાર બાદ જહાજને ઉત્તરઘુ્રવ તરફ આગળ વધારવાની રાહ જોઈ
રહ્યો હતો.
ઓક્ટોબરની ૨૪ તારીખે
કાંઠાના વિસ્તારોમાંથી આગળ વધવાનું નક્કી કરી ચાલ્ક હોલે જહાજની
ટૂકડીને પોતાનો નિર્ણય જણાવ્યો. સૌએ સાથે મળીને કોફી પીધી
અને ચાર્લ્સ પોતાની કેબીનમાં આરામ કરવા ગયો. થોડી વાર પછી હોલને
પેટમાં ઓચંિતો દુઃખાવો ઉપડ્યો અને તેણે જહાજમાં સાથે
રાખેલા જર્મન ડૉક્ટર એમીલ બેસલ્સને બોલાવ્યો. ડૉ. બેસીલ્સે તેને તપાસ્યો
તે દરમ્યાન ચાર્લ્સ બેભાન થઈ ગયો હતો. ડૉક્ટરે રાઈના તેલની માલીશ
કરી તેને ભાનમાં આણ્યો. પરંતુ ચાર્લ્સ પક્ષઘાતનો શિકાર બન્યો હતો.
તેનું અર્ઘું અંગ કામ કરતું અટકી ગયું હતું.
ડૉક્ટર બેસીલ્સે તેની
સારવાર ચાલુ રાખી પરંતુ ચાર્લ્સની તબિયત વઘુને વઘુ બગડતી ગઈ. ચાર્લ્સને
પોતાની કોફીમાં કોઈએ ઝેર ભેળવ્યાની શંકા વ્યક્ત કરી અને ચોથા દિવસે
તો ડૉ. બેસીલ્સની સારવાર લેવાની પણ ઇન્કાર કરી દીધી. પાંચમા
દિવસે ફરી તેણે બેસીલ્સની સારવાર માગી. ડૉ. બેસીલ્સ સતત બે દિવસ
અને રાત ચાર્લ્સના બિછાના પાસે બેસી રહ્યો. થોડી ઘણી કળ વળી ત્યારે ચાલ્સે
પોતાની ડાયરીમાં કંઈક લખવાનો પ્રયાસ કર્યો. આસપાસ ઉભેલા લોકોને
તેણે મધરનો સ્પેલીંગ પણ પૂછ્યો ત્યાર બાદ ૧૨ કલાક પછી નવેમ્બરની
૭ તારીખે ચાર્લ્સ હીલે છેલ્લા શ્વાસ લીધા અને સદાને માટે આંખો
મીંચી દીધી.
પોલારીસ જહાજથી થોડેક
અંતરે આર્કટીકની બર્ફીલી જમીનમાં ચાર્લ્સહીલને અમેરિકાના રાષ્ટ્રઘ્વજમાં
વંિટાળીને દફન વિધિ કરવામાં આવી. જહાજ ઉપરનો ઘ્વજ અર્ધી
કાઠીએ ફરકાવવામાં આવ્યો.
ચાર્લ્સ હીલ યુવાનીમાં
લુહારી કામનો નિષ્ણાત કારીગર હતો. યુવાન વયમાં અખબારોમાં ઉત્તરઘુ્રવની
સાહસકથાઓ વાંચીને તેને આવું સાહસ કરવાની ઇચ્છાઓ થતી. તે પરણ્યો
અને એક પુત્રીનો પિતા બન્યા બાદ તે બ્રિટીશ નેવીમાં જોડાયો. ૧૮૪૫માં
જહોન ફ્રેન્કલીન નામના સાહસિકને બે જહાજ ૧૨૮ ખલાસીઓ સાથે ઉત્તરઘુ્રવના
વિસ્તારમાં ગુમ થવાની ઘટના બની. તેને શોધવા માટે અનેક સાહસિકોએ
સફર શરૂ કરેલી. ચાર્લ્સ હીલે પણ પોતાનું આગવું મીશન શરૂ કરવાનું વિચાર્યું
અને પોલારીસ જહાજ લઈને સફરે નીકળી પડેલો. બે ત્રણ સાહસિક સફરો કર્યા
બાદ ચાર્લ્સ હીલ એક પ્રસિદ્ધ સાગરખેડુ બની ગયેલો અને લોકપ્રિય પણ બનેલો.
પ્રસિદ્ધિ અને પૈસો પણ ઠીકઠીક કમાયેલો.
ચાર્લ્સ હીલને ખાતરી
થઈ ગઈ હતી કે પોતે ઉત્તરધ્રવના સંશોધન માટે જ જન્મ્યો
છે. એક નિષ્ણાત સાગરખેડુની પ્રતિભાએ તેને અમેરિકન સરકારની પણ મદદ
અપાવી અને સરકારે તેને ઉત્તરઘુ્રવની સફર માટે વોશીંગ્ટન નેવી યાર્ડનું
યુએસએસ પોલારીસ જહાજ મંજાુર કર્યું અને ચાર્લ્સની તેની કેપ્ટન તરીકે નિમણૂંક
કરી. જહાજમાં વિવિધ કામગીરી માટે જાુદી જાુદી કક્ષાના
૧૦ અમેરિકનો અને ૧૦ જર્મન નાવિકોનાં કાફલા સાથે પોલારીસે ઉત્તરઘુ્રવ
તરફ પ્રયાસ કર્યું. રસ્તામાંથી માર્ગદર્શક તરીકે ૪ એસ્કીમો અને બરફની
સ્લેજ ગાડીઓ માટે ૨૦ કૂતરાઓ સાથે લીધા અને ૧૮૭૧ના ઓગસ્ટમાં
ઉત્તરઘુ્રવની લગોલગ પહોંચેલો ચાર્લ્સ અઘુરૂ મીશન મુકીને મોતને
શરણ થયો.
જહાજમાં સફર કરી રહેલા
એક અન્ય નાવિકની નોંધ અનુસાર સફર શરૂ કરવાના સમયે જહાજની ટૂકડીમાં
થોડા મતભેદો હતાં. જર્મન નાવિકો અને ચાર્લ્સ વચ્ચે બોલાચાલી પણ
થઈ હતી. ફ્રેડરીક મેયર નામનો હવામાન શાસ્ત્રી પણ જહાજમાં હતો. તેણે હવામાનની
નોંધ અને સંશોધન રીપોર્ટ રાખવાના હતાં. તેના બેહૂદા
વર્તનને કારણે ચાર્લ્સે તેને કાઢી મુકવાની ધમકી આપી પરંતુ ડૉક્ટર
બેસીલ્સની દરમ્યાનગીરીથી સમાધાન કર્યું હતું. મેયરનું વર્તન સુધર્યું
નહીં. ચાર્લ્સે ફરીવાર તેને કાઢી મુકવાનું ફરમાન કર્યું. પણ જહાજના જર્મન
ડૉક્ટર બેસીલ્સે સામે ધમકી આપી કે કોઈપણ જર્મન નાવિકને છુટો
કરાશે તો તમામ જર્મન સભ્યો રાજીનામું આપી જહાજ છોડી જશે. ચાર્લ્સને
હવે મેયરને રાખ્યા સિવાય છૂટકો જ નહોતો. આ ઘટનાઓ બાદ સાહસિકોની
ટૂકડીના જર્મન સભ્યો ચાર્લ્સ હીલને ઉત્તરઘુ્રવ ઉપર અમેરિકાનો ઘ્વજ
ફરકાવવાનો યશ મળે તેમાં રાજી નહોતાં.
કેપ્ટન ચાર્લ્સ હીલના
મૃત્યુ બાદ પણ પોલારીસની સફર અટકી નહીં. કેપ્ટન બડીંગ્ટનની આગેવાની
હેઠળ કાફલો આગળ વઘ્યો, પરંતુ બેકાળજી અને બડીંગ્ટનની દારૂ પીવાની
ટેવને કારણે વ્યવસ્થા ખોરવાઈ ગઈ. ખાદ્યસામગ્રીનો જથ્થો આડેધડ વપરાશને
કારણે વહેલો ખૂટી ગયો. કાફલાએ બરફમાં ફસાયેલું જહાજ બહાર નીકળ્યા
બાદ ઘર તરફ પાછા ફરવાનું નક્કી કર્યું. ૧૮૭૨ના ઉનાળામાં પણ બરફ જોઈએ
તેટલો પીગળ્યો નહીં અને પોલારીસને વઘુ એક વર્ષ બરફમાં જ રહેવું પડે
તેવી સ્થિતિ સર્જાઈ. જહાજના સાહસિકોની ૧૮ જણાની ટુકડીએ જરૂરી ખાદ્ય સામગ્રી
લઈ પગપાળા ઉત્તરઘુ્રવની સફરે આગળ વધવા પ્રયાણ કર્યું. ખાદ્યસામગ્રી
ખૂટી પડતાં તેમણે પણ પાછા ફરવાનું નક્કી કર્યું. ભૂખના દુઃખ વિશે
નોંધ કરતાં ટાયસને નોંઘ્યું છે કે માણસ ભૂખ્યો હોય ત્યારે મરવા
ઇચ્છે તો પણ મરી શકતો નથી. સાથે આવેલા એસ્કીમો ભોમીયા ગજબની ચપળતાથી
બરફની નીચે તરતી સીલ માછલીઓ પકડી શકતાં હતાં અને તેજ તેમનો ખોરાક
હતો. ઘણા સમય બાદ કેનેડાના એક શિકારી જહાજે આ કાફલાની મદદ
કરી અને તેમને વતન પહોંચાડ્યા.
પોલારીસના નિષ્ફળ ગયેલા
મીશન અને ચાર્લ્સ હીલના શંકાસ્પદ મૃત્યુને કારણે અનેક અફવાઓ અને
અટકળો વહેતી થઈ. સમગ્ર ઘટનાની કાનુની કાર્યવાહી શરૂ થઈ.
૧૮૭૩ની જૂનની ૫ તારીખે
શરૂ થયેલી સુનાવણીમાં પોલારીસનાં નાવિક ટાયસનની જાુબાની લેવામાં આવી.
યુએસએસ ટેલાપુસા નામના જહાજ ઉપરની અદાલતમાં આ કાર્યવાહી ચાલી
રહી હતી. ટાયસને ડૉ. બેસીલ્સ, કેપ્ટન બડીંગ્ટન અને કેપ્ટન હીલ વચ્ચે થયેલા
ઝઘડાઓ અંગે વિગતવાર બયાનો આપ્યા. બડીંગ્ટને તો હીલના મૃત્યુનો ઉત્સવ
દારૂ પીને મનાવ્યો હોવાનું તેણે જણાવ્યું. ચાર્લ્સ હીલના મૃત્યુ બાદ
તેણે કરેલી નોંધોને સળગાવી દેવામાં પણ બંડીગ્ટનનો હાથ
હોવાનું તેણે જણાવ્યું
છ દિવસની આ અદાલતી
કાર્યવાહી બાદ કોઈ નિર્ણય લઈ શકાયો નહીં. જર્મન ડૉક્ટર બેસીલ્સ અને
કેપ્ટન બડીંગ્ટન ફરાર હતાં. તેઓ માર્યા ગયા હોવાનું મનાતું હતું પરંતુ
પાછળથી જીવીત મળી આવ્યા અને અદાલત સમક્ષ રજાુ કરાયાં.
બડીંગ્ટનના નિવેદન
અનુસાર કેપ્ટન ચાર્લ્સ હીલ જીવીત હતાં ત્યાં સુધી કાફલાની સફર સારી
રીતે ચાલી હતી. કેપ્ટન ચાર્લ્સને પોતાની કોફીમાં ડૉ. બેસીલ્સે ઝેર મેળવ્યું
હોવાની શંકા હતી. અને કેપ્ટન ચાર્લ્સનું મોત અસામાન્ય સંજોગોમાં થયું
હોવાનું તેણે જણાવ્યું.
સુનાવણીના આખરી તબક્કામાં
જર્મન ડૉક્ટર બેસીલ્સને રજુ કરવામાં આવ્યો. તેણે પોતાને કેપ્ટન ચાર્લ્સ
સાથે કોઈ જ ઝઘડો કે પૂર્વગ્રહ નહીં હોવાનું સોગંદપૂર્વક જણાવ્યું.
લાંબી અદાલતી કાર્યવાહી બાદ ચુકાદો આવ્યો કે કેપ્ટન
ચાર્લ્સ હીલનું મૃત્યુ કુદરતી કારણોસર થયું હતું અને તેમાં કોઈનો
હાથ નહોતો.
આ ઘટનાના ૩૮ વર્ષ
બાદ ૧૯૦૯માં અમેરિકન સાહસિક રોબર્ટ પેરીએ ઉત્તરઘુ્રવ ઉપર
અમેરિકન ઘ્વજ ફરકાવ્યો હતો.
અમેરિકાની ડાર્ટમાઉથ
યુનિવર્સિટીના એક સંશોધકને આ ઘટનામાં રસ પડ્યો અને ચાન્સી લ્યુમીસ
નામના આ સંશોધકે ઉત્તરઘુ્રવ ઉપર દફનાવેલા કેપ્ટન ચાર્લ્સનું
કોફીન બહાર કઢાવ્યું. સો વર્ષ બાદ પણ અમેરિકન ઘ્વજમાં લપેટાયેલા
ચાર્લ્સના મૃતદેહના અવશેષો અકબંધ હતાં. ૯૭ વર્ષ સુધી
બરફ નીચે દટાયેલો મૃતદેહ અકબંધ રહી શક્યો હતો.
ટોરોન્ટો ખાતેની
ફોરેન્સીક લેબોરેટરીમાં મૃતદેહનું નિરીક્ષણ કરાયું. આ સંશોધનોનું
વિગતવાર વર્ણન ૧૯૭૧માં પ્રસિદ્ધ થયેલ પુસ્તક ‘‘વાયર્ડ એન્ડ ટ્રેજીક
શોર્સ ધ સ્ટોરી ઓફ ચાર્લ્સ ફ્રાન્સીસ હીલ’’માં જોવા મળે છે. ચાર્લ્સના
મૃતદેહમાંથી આર્સેનીક ઝેરના અવશેષો મળી આવ્યા હોવા છતાંય નિષ્ણાતો
તેનું ખૂન થયું હોવાનું તારણ આપતાં નથી કેમકે તે સમયે ઘણી બિમારીની
દવાઓમાં આર્સેનિકનો ઉપયોગ થતો હતો. ત્યારબાદ આ કિસ્સા
વિશે ત્રણથી ચાર અન્ય પુસ્તકો પણ પ્રગટ થયાં છે. સમગ્ર ઘટનાનો મુખ્ય શકમંદ
જર્મન ડૉક્ટર બેસીલ્સ આ ઘટનાનું રહસ્ય પોતાની સાથે લઈને ૪૨ વર્ષની વયે
૧૮૮૮માં સ્ટ્રોકના હૂમલાથી મૃત્યુ પામેલો.
|