મેડીસ્કેન
અલ્ઝાઇમર્સ ઉત્પન્ન કરી શકે તેવાં ડાયાબાટીસ
અલ્ઝાઇમર્સ અને ડાયાબીટીસ વચ્ચે સંબંધ
હોવાની વિજ્ઞાનીઓને ઘણા સમયથી શંકા હતી. પરંતુ તાજેતરના કેટલાંક
સંશોધનોમાં અલ્ઝાઇમર્સ ઉત્પન્ન કરી શકે તેવાં ડાયાબાટીસ નંબર ૩ની
શક્યતા પણ જોવા મળી છે.
રહ્ોડ આઇલેન્ડ હોસ્પિટલના સંશોધકોએ
શોધી કાઢ્યું છે કે માણસનું મઘ્યસ્થ ચેતાતંત્ર પોતાનું આગવું
ઈન્સ્યુલીન ઉત્પન્ન કરે છે. અલ્ઝાઇમર્સ ૨૮ મૃતકોના મગજની કોશિકાઓનો
અભ્યાસ કર્યા બાદ સંશોધકોને જાણવા મળ્યું છે કે અલ્ઝાઇમર્સના
દર્દીના મગજમાં અગ્રભાગમાં ઈન્સ્યુલીન અને ગ્રોથ હોર્મોન આઇ.જી.એફ.-૧નું
પ્રમાણ ઘટી ગયું હોય છે. મગજના સેટીબેલમ ભાગમાં આ અસર જોવા મળી નથી.
વળી અલ્ઝાઇમર્સના દર્દીના મગજમાં ઈન્સ્યુલીન ગ્રહણ કરીને કોષોને
ક્રિયાશીલ બનાવતાં ઈન્સ્યુલીન રીસેપ્ટરનું પ્રમાણ પણ ઘટી ગયેલું જોવા મળ્યું
હતું.
આ ઘટાડાને કારણે મગજના કોષો ઈન્સ્યુલીન
પ્રત્યે ઓછા સંવેદનશીલ થઇ ક્રમશઃ ક્રીયાશીલતા ગુમાવતાં જાય છે.
મગજમાં ઈન્સ્યુલીન રીસેપ્ટર ઘટી જવાની
પ્રક્રિયાની આ શોધ પછી સંશોધકોને અલઝાઇમર્સની સારવાર માટે
વઘુ એક વિકલ્પ મળી રહેશે.
|