ઇનસાઇડ સ્ટોરી
શમીના
આઝાદ રાજ્યસભામાં જશે ?
રાષ્ટ્રનું રાજકારણ વંશવાદી બની
રહ્યું છે એવું કહેવાય છ કે, તેનો પ્રારંભ નહેરૂ-ગાંધી કુટુંબથી
શરૂ થયો છે, પરંતુ સાચું કહીએ તો કોઈ પણ પક્ષ વંશવાદથી પર રહ્યો
નથી. અટલજી તો એકલા હતા પરંતુ તેમના દત્તક પુત્રીનાં કુટુંબનો
અટલ-સરકાર વખતે ભારે દોર-દમામ હતો તેવા આક્ષેપો છે. આ
કુટુંબ ભાજપ તેમજ એન.ડી.એ. સરકાર બંનેમાં હસ્તક્ષેપ કરતું હતું. સામાન્યતઃ
જેઓ વંશવાદથી દૂર રહ્યા હોવાનું મનાય છે તેવા અડવાણીજીનું
કુટુંબ પણ પક્ષ તેમજ સરકારમાં હસ્તક્ષેપ કરતું હોવાનું કહેવાય છે.
આમ છતાં એક વાત નિશ્ચિત છે કે, નેહરૂ-ગાંધી
કુટુંબે દેશના સૌથી જૂના રાજકીય પક્ષ ઉપર અને તે દ્વારા સરકારો
ઉપર જે પ્રભાવ પાથર્યો છે તેનો જોટો નથી. રાયબરેલીમાંથી ફરી નિર્વાચિત
થવા સોનિયાજીએ ઉમેદવારી નોંધાવી ત્યારે તેઓએ ‘રાહુલજી’ને
‘હવાલો’ સોંપ્યો હતો.
સહજ રીતે જ અન્ય કોંગ્રેસીઓ પણ પોતાના
નેતાને પગલે ચાલે તેમાં આશ્ચર્ય શું છે ? આ સર્વેમાં જમ્મુ અને કાશ્મીરના
મુખ્યમંત્રી ગુલામનબી આઝાદનું નામ તરી આવે છે. વાત એમ છે કે,
‘આઝાદજી’ જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રીપદે નિયુક્ત થયા
પછી તેમણે રાજ્યસભાની તેમની બેઠક ખાલી કરવી જ પડે. છેવટે, જમ્મુ અને
કાશ્મીર વિધાનસભામાં વિજયી બન્યા પછી તો તેમ કરવું અનિવાર્ય હતું
પરંતુ લ્યુટનનાં દિલ્હીનો અઢી એકર જમીનમાં પથરાયેલો સાઉથ એવન્યુ
ઉપરનો વિશાળ બંગલો ખાલી કરવો પોસાય કઈ રીતે ? તેથી, તેમણે તે બંગલાને
બદલે સાઉથ એવન્યુમાં રહેલો જમ્મુ અને કાશ્મીર સરકારનો એક બંગલો
સોંપી દીધો. ઘડીભર તો દિલ્હીનું નગર વિકાસ નિગમ પણ
મુંઝાઈ ગયું પરંતુ, ‘સાહેબ’ને કહેવાય કેમ ? તેથી તેણે તે સ્વીકારી
લીઘું.
આમ છતાં આઝાદ તો જાણતા જ હતા
કે વહેલાં કે મોડાં તેમણે તે બંગલો ખાલી કરવો જ પડશે. બીજી તરફ રાજ્યસભાની
બેઠક ઉપરથી તેમણે ત્યાગપત્ર આપ્યા પછી તે બેઠક ખાલી પડી છે. આથી ગુલામનબી
આઝાદે નવો જ દાવ અજમાવવાનું નક્કી કર્યું છે. તેમણે તે બેઠક
ઉપર તેમનાં ધર્મપત્ની શમીના આઝાદને ઉભાં રાખવાનો નિર્ણય કર્યો
છે. હવે ! આઝાદ સાહેબના નિકટવર્તી વર્તુળોના જણાવ્યા પ્રમાણે શમીનાબાનુને
રાજકારણમાં રસ જરા પણ નથી. તેઓ સારાં ગૃહિણી બની રહેવાનું વઘુ પસંદ
કરે છે કહેવાય છે કે, તેઓશ્રીની રસોઈ પણ સરસ છે. (કદાચ આથી
જ આઝાદ સાહેબના મુખ ઉપર લાલી સતત દેખાતી હશે) પરંતુ, હવે
થાય શું ? દિલ્હીનો બંગલો છોડવો નથી તેથી શમીમાબાનુજીને રાજ્યસભા
માટે ઉમેદવારી નોંધાવવી જ પડશે.
મનમોહનસંિઘની
મીઠી મીઠી વાતો
દીવંગત પ્રધાનમંત્રી શ્રી નરસંિહરાવજી
નિર્ણયો લેવામાં બહુ જ ઢીલ કરતા હતા. મોટે ભાગે તો તેઓ કોઈ નિર્ણય
ઉપર આવતા જ નહીં. આથી તેમને પત્રકારોએ પૂછ્યુ કે, ‘આપ નિર્ણયો
શા માટે નથી લેતા ?’ ત્યારે જરા ગુસ્સે થઈ નરસંિહરાવજીએ કહી દીઘું
કે, ‘નિર્ણયો ન લેવા તે પણ એક નિર્ણય જ છે.’
શ્રી નરસંિહરાવજીના સમયમાં વિત્તમંત્રી
પદે રહી ચૂકેલા અને અત્યારે પ્રધાનમંત્રી પદે રહેલા ડૉ.
મનમોહનસંિઘે તેમના પુરોગામી શ્રી નરસંિહરાવજીએ આપેલો આ પાઠ બરોબર
આત્મસાત કર્યો છે તેનું સૌથી જ્વલંત ઉદાહરણ બી.કે. ચતુર્વેદીના
સ્થાને નવા કેબિનેટ સેક્રેટરીની નિયુક્તિ ટાળવાનો છે. વાસ્તવમાં તો. બી.
કે. ચતુર્વેદી આ મહિનાની ૧૪ તારીખે નિવૃત્ત થવાના હતા પરંતુ,
તેમને એક વર્ષનું એક્ષ્ટેન્શન અપાયું છે આ રીતે ડૉ. સંિઘે અનિવાર્ય
પરંતુ જરા કડવા લાગતા નિર્ણયને ટાળ્યો છે.
તે વાતમાં પણ તથ્ય છે કે, પ્રધાનમંત્રી
એક સમયે વિત્ત-સચિવ શ્રી આદર્શ કિશોરને કેબિનેટ સેક્રેટરી બનાવવા
વિચારતા હતા પરંતુ આ અત્યંત મહત્ત્વના પદ માટે ભારે ખેંચતાણ
ચાલતી હતી. વિશેષતઃ રેવા નૈય્યરે તો આ પદ માટે ભારે લોબીંગ
કર્યું હતું. તેથી છેવટે પ્રધાનમંત્રીએ આ નિર્ણય જ લીધો છે
જેથી શ્રી બી. કે. ચતુર્વેદી વઘુ એક વર્ષ માટે કેબિનેટ સેક્રેટરી
તરીકે ચાલુ રહેશે.
વાસ્તવમાં તો, શ્રી ચતુર્વેદીનો
કાર્યકાળ બે વર્ષ પૂર્વે જ સંપન્ન થઈ ગયો હતો. તે સમયે તેઓ પેટ્રોલિયમ
સચિવ હતા પણ તેવામાં ચૂંટણીઓ આવી અને મનમોહન સરકાર રચાણી આ સાથે
શ્રી ચાતુર્વેદીનો સિતારો પણ ચમક્યો ચાતુર્વેદી વર્ષોથી ડો.
મનમોહનસંિઘના નિકટવર્તી રહ્યા છે. તેથી તેમની કરતાં વરિષ્ઠતાક્રમમાં આગળ
રહેલા કેટલાયે આઇ.એ.એસ. અધિકારીઓને પાછળ રાખીને તેઓને
કેબિનેટ સચિવનું પદ અપાયું. તેટલું જ નહિ પરંતુ તેમ કરવા માટે
પ્રધાનમંત્રીએ સીલેક્શન માટેના પુસ્તકના તમામ સિદ્ધાંતો એક તરફ મૂક્યા
હોવાનું પણ કહેવાય છે.
આ માટે એવું પણ કારણ આપવામાં આવે
છે કે, શ્રી ચતુર્વેદી ૧૦, જનપથના વિશ્વાસુઓ પૈકીના એક છે. એક
વરિષ્ઠ આઇ.એ.એસ. અધિકારીએ માર્કસવાદી નેત્રી સુ.શ્રી. વૃંદા
કરાત દ્વારા ૧૦ જનપથનો સંપર્ક સાધવા પ્રયત્ન કર્યો હતો.
તેઓ વૃન્દાજી સાથે સોનિયાજીને
મળવા પણ ગયા હતા. પરંતુ, ત્યારે બહુ મોડું થઈ ગયું હતું. પ્રધાનમંત્રીએ
નિર્ણય લઈ જ લીધો હતો અને તે અંગેનો ‘સરક્યુલર’ પણ પ્રસિદ્ધ
થઈ ગયો હતો.
વિદેશી
બેન્કો દ્વારા ધોળે દિવસે લૂંટ ઃ
આપણે ગ્લોબલાઇઝેશન હાથ ધર્યું તેને
પરિણામે કેટલીયે વિદેશી બેન્કો દેશમાં કાર્યરત થઈ છે. તાજેતરમાં
એક ‘બાબુ’ને આવી એક વિદેશી બેન્કનો બહુ કડવો અનુભવ થયો
તેમના ખાતામાંથી રૂા. ૨,૫૦૦/- જેટલી મોટી રકમ ‘દંડ’ તરીકે
ઉધારી નાંખેલી જોઈ તેમણે બેન્કને ફરિયાદ કરી તો કહેવામાં
આવ્યું કે, ખાતામાં ઓછામાં ઓછું રૂા. ૪૦,૦૦૦/-નું બેલેન્સ રાખવું
જ જોઈએ. આ ન રહેતાં આ દંડ ‘વસુલ’ કરાયો છે. તો પેલા
ઉચ્ચ અધિકારીએ કહેલું કે, અમોને જાણ તો કરવી જ જોઈએ ત્યારે બેન્કે
ટૂંકો ઉત્તર આપ્યો કે, આની જાણ તો તમોને ‘સરક્યુલર’ મારફત
કરાઈ જ હતી. હવે, બેન્કના સરક્યુલરો દરેક ખાતેદાર ઘ્યાનપૂર્વક
વાંચતા જ નથી. તેથી આ બાબત જ નજર બહાર ગઈ હોવા સંભવ છે પરંતુ ‘દંડ’
ભરવો પડ્યો તે વાસ્તવિકતા છે કારણ કે તેટલી રકમ ખાતામાંથી જ બેન્કે
‘ઉધારી’ નાંખી હતી. આમ બધાને દબડાવતા બાબુસા’બને
પણ હાથ જોડી બેસી રહેવું પડ્યું અને ધોળે દિવસે થયેલી આ
‘લૂંટ’ સહન કરી જ લેવી પડી.
|