જીવનપંથ
બદલાયેલાં
મૂલ્યો ઃ ગયા જમાનાના અને નવા જમાનાનાં
જમાનો બદલાતો જાય છે. તેય તેમાં
સ્વીકારાયેલાં મૂલ્યો પણ લોકોને ‘જૂનવાણી’ લાગવા માંડે છે. ને
તેને વળગી રહેનારો નવા પલટાતા વ્યાપારી-ધોરણો સાથે મેળ ખાઈ
શકતો નથી. કાં તો તેણે નવા જીવનનાં મૂલ્યો સ્વીકારવા પડે યા તો તેમાંથી
‘નિષ્ફળ’ ગણાઈને ફેંકાઈ જવું પડે !
૧. નોકરી પ્રત્યે વફાદારી
ગયા જમાનામાં ‘સફળતાપણે’નોકરી
કરનારા કોઈક ડોસા તમને મળે તો તેની પાસેથી જાણવા મળશે, ‘મેં
તો મેટ્રિક થઈને નોકરી લીધી હતી ત્યાંજ મેં કામ કર્યું ને રિટાયર્ડ
પણ ત્યાંથી જ થયો.’ને ખાનગી પેઢી કરતાંય સરકારી નોકરી હાથ લાગી ગઈ
હોય તો તેને તો છોડાય જ નહિ એમ ગણતા. એમાં તેમને સલામતી લાગતી
પછી ભલે બેવડે પગારની નોકરી મળતી હોય તોય એવો ‘લાભ’ કરવાનું
ઉચિત મનાતું નહિ. કારણ ? જ્યાં નોકરી કરીએ ત્યાં જ સલામતી છે. ને નોકરી
કરવી તો વફાદારીપૂર્વક એને આદર્શ લેખતા.
તો હવે પરિસ્થિતિ પલટાઈ છે. એક જ સ્થળે
જે નોકરીએ વળગી રહે તેને બિનલાયક માનવામાં આવે છે શા માટે ? તેનામાં
કોઈ મહત્વાકાંક્ષા નથી. જીવનમાં આગળ વધવાની હોંશ નથી એકજ ઠેકાણે
પડી રહેનાર માણસની ‘લાયકાત’ ઓછી ગણાય છે. કારણ કે, તેને નવે
નવે સ્થળે કામ કરવાનો કશો અનુભવ હોતો નથી.
એટલે, નવા જમાનામાં જે માણસે દર
પાંચ પાંચ વરસે નોકરી બદલી હોય તે વધારે સાહસિક, કુશળ
અને અનુભવી ગણાતો હોય છે. એટલે તેને નોકરીમાં સ્વીકારી લેવાની સંભાવના
તીવ્ર બને છે.
૨. દેવું
જે માણસ બિઝનેસમાં હોય અને દેવામાં
ડુબાડુબ હોય તેને માટે એક જમાનામાં કહેવાયું, ‘‘તેને માથે
તો માથાના વાળ જેટલું દેવું છે.’’ એટલે લોકોમાં તેની પ્રતિષ્ઠા
ઓછી મનાતી.
આજે તો હંિમતભેર દેવું કરનાર
અને તેનું મબલખ વ્યાજ ભરનાર પ્રશંસાને પાત્ર ગણાય. તેની હંિમતને બિરદાવાય
છે. લોકો તેને જ બહુ ધિરાણ કરે છે. એ લોકોમાં તેની કાબેલિયત
અને હંિમતમાં વિશ્વાસ છે એમ ગણના થાય છે. ને ખરેખર બને છે એવું કે
તે લોકોને સમજાવી પટાવીને પોતાના ધંધામાં રકમ રોકવડાવી
શકે છે એ તેનું જમાપાસું ગણાશે.
૩. ઉઘરાણી
જેમ ધંધો મોટો તેમ ઉઘરાણીની
રકમ પણ મોટીને તેજ કારણે ઉધરાણી ચવાઈ જવાના અનુભવો પણ મોટા
જ હોય છે !
જે બિઝનેસમેનના પૈસા ઉઘરાણીમાં બધા
પૈસા પાછા ફરતા હોય તો એક વાત નિશ્ચિત તે બિઝનેસમાં જોખમ કરતો નથી.
તેનામાં સાહસિકતાનું પ્રમાણ કમી હોવાનું એટલે ઉઘરાણીની રકમ મોટી તેમ
તેના ધંધાનો વ્યાપ પણ મોટો ! તેવી કંપનીનું કદ પણ
જબ્બર !
હા, તે ઉઘરાણી એટલી અફાટ નહોતી ઘટે
કે જે કંપનીનું અસ્તિત્વ માટે જોખમી બની રહે !
૪. સેલ્સમેનશિપ
એક જમાનામાં ખાનગી પેઢીમાં માલ વેચવા
સેલ્સમેનો નોકરીએ રખાય તેમની મુખ્ય લાયકાત કઈ ગણાય ? ગમે ત્યાંથી માલ
વેચો-ખૂબ માલ વેચો. ને ભલે તે સારુ ગ્રાહકને‘ઉલ્લું’ બનાવો તો
તે હોશંિયારી ગણાય ! માલનો નમૂનો એક આપવાનો અને માલ હલકી ક્વોલિટીનો
પધરાવી દેવાનો. તે માટે ગ્રાહકને જૂઠું કરવામાં હોંશિયારી
બતાવવાની !
તો નવા જમાનામાં માલની ગુણવત્તા
માટે કાળજી લેવાય છે, એકધારું ધોરણ અપનાવાય છે. કંિમત બાબતે
એક ધોરણ અમલમાં રહે છે. પ્રામાણિકતા વર્તન હશે તો જ કંપનીની ગુડવિલ
ઉભી થશે એ સિદ્ધાંત ચલણી બન્યો છે.
|