home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > પૂર્તિ

ઇધર ઉધર

સ્કૂલ બેગના વઘુ પડતા વજનને લીધે ૧૦થી ૧ૂ૫ વર્ષની ઉંમરના સ્કૂલે જતા બાળકોમાં પીઠના દુઃખાવાનું પ્રમાણ વધી રહ્યું છે. હમણાં થયેલા સર્વે પ્રમાણે ૩૮.૪ ટકા બાળકોમાં સ્કૂલ બેગના વજનને કારણે પીઠનો દુઃખાવો હોવાનું જણાયું છે.

એમ લાગે છે કે, રાજકારણમાં આવેલા યુવાન સંસદસભ્યો વઘુ સ્માર્ટ અને જાણકારી ધરાવનારા છે. પેટ્રોલિયમ મિનિસ્ટર મુરલી દેવરાના યુવાન દીકરા મિલિન્દ દેવરા દક્ષિણ મુંબઈમાંથી ચૂંટાઈને લોકસભામાં ગયા છે. અમેરિકામાં ભણેલા મિલંિદ દેવરાની નિમણુંક વડાપ્રધાન ડિફેન્સ કમિટીમાં કરી છે અને મિલંિદ પાસે ડિફેન્સને લગતી આંકડાકીય માહિતી તેમજ નવી દ્રષ્ટિનો ખજાનો છે.

ખડકમાંથી મીઠું પ્રાપ્ત કરવા માટે રોક સોલ્ટ માઇન (ખાણ) પોલેન્ડના પ્રાચીન પાટનગર કેકો નજીક આવેલી છે અને જેમાંથી રોક સોલ્ટ મળતું હોય તેવી દુનિયાની આ સૌથી જૂની ખાણ છે. સદીઓથી મજૂરો આ ખડકોમાં ઓરડા આકારની ચેમ્બરો બનાવીને મીઠું પ્રાપ્ત કરતા રહ્યા છે અને ઉપરથી શરૂ કરીને ૯ મજલામાં જે ઓરડા આકારની ચેમ્બરો કે ખંડ અસ્તિત્વમાં આવ્યા છે તેમની કુલ લંબાઈ ૩૦૦ કિલોમીટર જેટલી થાય છે. ૧૬૩૮થી જેનું ખોદકામ શરૂ થયું હતું તેવા ઉપરના ત્રણ સ્તરમાં ટુરિસ્ટો માટેનું મ્યુઝિયમ વસાવવામાં આવ્યું છે અને તેમાં પણ ભૂગર્ભમાંનો અઢી કિલોમીટર લાંબો ટુરિસ્ટ રૂટ અચંબો પમાડે તેવો છે. જમીનથી ૩૫૦ ફૂટ નીચે ૫૦ મીટર લાંબા, ૧૬ મીટર પહોળા અને ૧૨ મીટર ઉંચા ખંડમાં (એક ખંડમાંથી વીસ હજાર ટન મીઠું નીકળે) બે ખાણિયા કમ શિલ્પીઓએ ૧૮૯૬થી શરૂ કરીને સતત ૧૬ વરસ કામ કરીને સુંદર મજાનું મ્યુઝીયમ બાંઘ્યું છે. આ ભૂગર્ભ સંકુલની બીજી વિશેષતા ઉપરથી શરૂ કરીને ૬૫૦ ફૂટ નીચેના પાંચમા મજલા પર આવેલું ભૂગર્ભ આરોગ્યધામ છે. લિફ્‌ટમાં બેસીને તેમાં જઈ શકાય આ આરોગ્ય ધામની સ્થાપના ૧૯૫૦માં ખાણના મેડિકલ ઓફિસર ડો. સ્કુલીવોસ્કીએ કરી હતી.ખાણના કામદારોના એ ડૉક્ટર હતા ત્યારે એમના ઘ્યાન પર આવ્યું કે એક પણ ખાણિયાને ફેફસા કે લોહીના ઉંચા દબાણની બીમારી નહોતી. એ ઉપરાંત તેઓને કદી ફ્‌લુ પણ થતો ન હતો. આથી ખાણમાં કામ નહીં કરતા અને ફેફસાની કે લોહીના ઉંચા દબાણની બીમારી નહતી એ ઉપરાંત તેઓને કદી ફ્‌લુ પણ થતો ન હતો. આથી ખાણમાં કામ નહીં કરતા અને ફેફસાના રોગથી પીડાતા લોકોને ડૉક્ટરે ખાણિયા તરીકે કામ કરવાની સલાહ આપી હતી. પરિણામે આવા લોકોની દમ અને ફેફસાની બીમારી જતી રહેતી અથવા તેમાં નોંધપાત્ર સુધારો થતો. આનાથી પ્રેરાઈને ૧૯૫૮માં ડો. સ્કુલીવોસ્કીએ રેઢા પડેલા ખંડોમાં એક હોસ્પિટલ શરૂ કરી અને અસ્થમા, ત્વચાના દર્દીઓને તે દિવસના સમયે આ હોસ્પિટલમાં રાખતા.

ઓલિઝાબેથ ટેલરે એક વખત મગરની ચામડીમાંથી બનાવેલી ત્રણ હેન્ડબેગ રૂા. ૧૭ લાખમાં ખરીદી હતી. આ બેગની બ્રાન્ડનું નામ કેલ્લીબેગ છે. તેની ઘણી ક્વોલીટી છે. સસ્તામાં સસ્તી કેલ્લીબેગ ૧૯૭૦ પાઉન્ડમાં મળે છે.

થોડાં વર્ષો પહેલાં બૉમ્બ વિસ્ફોટની તપાસમાં સારું કામ કરનારા કૂતરાનું બહુમાન થયેલું તે રીતે લંડનમાં બ્રિટીશ રેલવેએ ‘ટિડલ્સ’ નામના બિલાડાનું બહુમાન કરેલું. બ્રિટીશ રેલવેએ પાટાઓ નીચેના લાકડાંનાં પાટિયા અને સિગ્નલ્સને કોરી ખાતાં છછૂંદરો અને ઉંદરોને પકડવા ટિડલ્સ નામનો બિલાડો પાળેલો. બિલાડાએ બ્રિટિશ રેલ્વેને રૂા. ૨૦ કરોડનો ફાયદો કરાવ્યો હતો. બિલાડો મરી ગયો ત્યારે તેની મૃત્યુનોંધ લંડન ટાઇમ્સમાં છપાયેલી.

જાપાનમાં હવેનવી છોકરીઓ ગેઇશા બનતી નથી એટલે પતિઓ વાઇફથી થાકે ત્યારે તેનું મનોરંજન કરનારી પૂરતી ગેઈશા છોકરીઓ જાપાનમાં મળતી નથી એટલે ટોકિયો શહેરના આસાકુસા નામના ઉપનગરમાં એક બાઈએ ગેઇશા સ્કૂલ ઉભી કરી છે. તેમાં ભારતીય, પાકિસ્તાની કે અમેરિકન છોકરીને પણ ગેઇશાગર્લ તરીકે તાલીમ અપાશે. ગેઇશા વિષે બહુ ગલત ખ્યાલ છે. ગેઇશા માત્ર શારીરિક સુખની સાથી નથી. જો કે, અમુક ગેઇશા ગર્લ સેકન્ડ વાઇફ તરીકે જાપાનમાં કામ કરે છે, પરંતુ મોટે ભાગે જાપાનીસ ટી હાઉસમાં તેણે થાકેલા પુરુષનુ મનોરંજન કેમ કરવું અને તેને સ્પર્શ્યા વગર જ કેમ તેના જ્ઞાનતંતુને ઢીલા કરવા તેની કળા ગેઇશા જાણે છે. ગેઇશા સ્ત્રી ગમને ગલત કરે છે અને પતિ તેની ચંિતા ભૂલી જાય છે. આસાકુસામાં ગેઇશા સ્કૂલ ખૂલી છે તેમ વિદ્યાર્થિનીને કિમોનો નામનો જાપાની ડ્રેસ કેમ પહેરવો તે શીખવાશે અને ગેઇશાનો ટ્રેડમાર્ક થઈ ગયો છે તેવો મેકઅપ પણ શીખવાશે.

મહાન ફિલસૂફ પ્લેટો માનતા હતા કે, તેમના પ્રજાસત્તાકના લોકો શાકાહારી બની જશે તો સ્વભાવમાં નરમ અને શાંત બની જશે. ગણિતશાસ્ત્રી પાયથાગોરસે એક વિકરાળ રીંછ પાળ્યું હતું અને તેને શાકાહારી બનાવીને એકદમ શાંત અને ઢીલું બનાવી દીધેલું.

સ્પેનમાં છૂટાછેડા બહુ વધી ગયા છે ત્યાંની કેટલેન હેલ્થ એન્ડ સોશિયલ સર્વિસ ઇન્સ્ટીટયૂટ ૫૦ વર્ષ સુધી લગ્નજીવન અતૂટ રાખનાર યુગલને ઇનામ આપે છે અને હોલિડે રિસોર્ટમાં રહેવાની એક મહિનાની ફી આપે છે.

ઇંગ્લેન્ડના ડેવિડ ક્રેડોક નામના ગંધશાસ્ત્રીએ અફર ઉધરાણી માટે નવી વૈજ્ઞાનિક રીત શોધી છે. તમે જ્યારે તમારા દેણદાર ઉપર ઉઘરાણીનો પત્ર કે બિલ મોકલો ત્યારે તેના ઉપર તમે ડેવિડ ક્રેડોફે શોધેલું ગંધવાળું રસાયણ લગાવો એટલ એ દેણદાર અચૂક બિલ ભરી દેશે. આ બિલની ગંધ જ ઘરાકને તરત નાણાં ભરી દેવા પ્રેરશે.

ડૉ. કેનેથ કૂપર કહે છે કે, જલદીથી ચાલનારો કલાકની ૪.૫ માઇલની ઝડપે ચાલે તો કલાકમાં ૪૦૦ કેલરી બળી જાય છે. ઝડપથી ચાલનારા રોજ ૧ કલાક ચાલે તો ડાયાબીટીસ નાબૂદ થઈ જાય. જો કે સ્વીડનના ડૉ. હાન્સ વોરનબર્ગ કહે છે કે પુરુષ ઝડપથી ચાલીને કે અડધા કલાકના વ્યાયામથી તેના સાથળ અને કુલાને પાતળા પણ કરી શકે પણ એટલા વ્યાયામથી સ્ત્રીના સાથળ-કુલાની ચરબી જાય નહીં. તે માટે સ્ત્રીએ ઓછી કેલરીવાળો ચરબી વગરનો અને દૂધ-દહીં વગરનો ખોરાક લેવો જોઈએ.

તાઇવાનમાં કોઈ ધનિકનું અપહરણ કરીને પછી રૂા. ૧૦ લાખની બાનની રકમ કેમ ઉઘરાવાય છે તે જાણો છો ? પાળેલા કબૂતરો અપહરણકર્તા માટેનો ચેક ચાંચમાં ભરાવીને લઈ આવે છે.

આપણા શરીરમાં ઘણા બધા પ્રકારના બેક્ટેરીયા છે. આ બધા બેક્ટેરીયાનું વજન બે કિલો જેટલું થાય.

Copyright   © Gujarat Samachar