હેલ્થ ટિટબિટ્સ
હાડકાં મજબૂત
કરવા એકલું કેલ્શ્યમ લેવાથી નહીં ચાલે ! કસરત પણ કરવી પડશે
અમેરિકામાં થએલા એક સંશોધન
અનુસાર તમે ખોરાક વાટે કેલ્શ્યમ લો પણ સાથે કસરત ના કરો તો તમારા
હાડકાં મજબૂત નહીં થાય. શરીરને ૮૦૦થી ૧૨૦૦ મી. ગ્રામ કેલ્શ્યમ જોઈએ જે
રોજ ૫૦૦ મી.લી. દૂધમાંથી મળી રહે. આ ઉપરાંત લીલાં શાકભાજી,
કઠોળ, અનાજ, તલ અને સૂકા મેવામાં પણ કેલ્શ્યમ મળે. ડૉક્ટરો તમને કેલ્શ્યમની
ગોળી લેવાની પણ સલાહ આપે છે. બાળકના જન્મ પછી હાડકાં, દાંત,
વાળ અને નખની મજબૂતાઈ અને વિકાસ માટે તેને ૨૦૦૦ મી.ગ્રામ જેટલું કેલ્શ્યમ
આપવું પડે. સંશોધનમાં એ પણ જાણવા મળ્યું છે કે સ્ત્રીઓમાં તેમનાં
હાડકાના વિકાસની ૪૦ ટકા જેટલી ક્રિયા ૧૨ થી ૧૬ વર્ષ દરમ્યાનમાં થાય
છે. આ સમય દરમ્યાન જો તેઓ કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ ના કરતાં
હોય તો તેમના શરીરનો (ખાસ કરીને ઊંચાઈ) વિકાસ ઓછો થશે એટલા
માટે આ ઊંમરે ચાલવાનું, દોડવાનું ડાન્સ કરવાનું કે રમતગમતમાં
ભાગ લેવાનું તેમને માટે એટલે કે તેમના હાડકાંની મજબૂતાઈ માટે ખૂબ
જરૂરી છે. હાડકાં પોલા થવા (ઓસ્ટીઓ પોરોસીસ)ની ક્રિયા ૩૦ વર્ષ પછી
સ્ત્રીઓમાં વિશેષરૂપે થાય છે. સોનેરી નિયમ એટલો કે તમારા બાળકોને
૧૨ વર્ષથી ૨૨ વર્ષ સુધી કેલ્શ્યમ મળે તેવા ઉપર જણાવેલા ખોરાક તો
આપવાનો જ પણ વિશેષમાં તેમને શારિરીક પ્રવૃત્તિ કરવા ઉત્તેજન
આપવું જરૂરી છે. બાળકોનો વિકાસ ૨૨ વર્ષ સુધી થાય તે દરમ્યાન
આ વાતનું ઘ્યાન તેમના મા-બાપને વડીલો ખાસ ઘ્યાન રાખે. ફક્ત દૂધ
પિવડાવવાથી નહીં ચાલે.
તમારી નિયમિત
સમયસર સૂવાની અને નિયમિત સમયસર ઊઠવાની ટેવ ખૂબ ફાયદાકારક છે
ઇંગ્લેન્ડમાં તાજેતરમાં થએલા એક સંશોધન
પ્રમાણે મોટી કે નાની ઉંમરના સ્ત્રી-પુરૂષો જે લકો શરીરના ઘડિયાળ (બોડી
ક્લોક)ને અનુસરે છે તેમને પહેલો ફાયદો સરસ ઉંઘ આવે છે. શરીરને
પૂરતો (છ થી આઠ કલાક) આરામ મળવાની શરીરની બધી જ સીસ્ટમ નિયમિત
ચાલે છે. તેમની કિડની આંતરડા, લીવર, ફેફસા સરસ કામ કરે છે એટલે શરીરને
નુકશાન કરનાર બધા જ ટોક્સીક (ઝેરી) પદાર્થો બહાર નીકળી જાય
છે અને તાજગી અને સ્ફૂર્તિમાં વધારો થાય છે. શરીર ચેતનવંતુ લાગે
છે લોહીનું પરિભ્રમણ સરસ થાય છે. સૌથી મોટો ફાયદો તેમના શરીરની
રોગપ્રતિકારક શક્તિ વધે છે. બેકટેરીઆ, વાયરસ અને ફન્ગસથી થનારા
નાના મોટા ચેપી રોગો તમને પરેશાન કરતા નથી. તેમના હૃદયની કાર્યક્ષમતામાં
એટલો બધો વધારો થાય છે કે તેમના શરીરના દરેક અંગોના
કોષોને પૂરતું લોહી અને શક્તિ મળે છે. દરેક અંગોની (સ્નાયુ
હાડકાં, લીવર, હોર્મોન ગ્રંથીઓ, મગજ, કિડની આંતરડા ફેફસા) ક્ષમતામાં
૧૦૦ ટકા જેટલો વધારો થાય છે. યાદ શક્તિ સુધરે છે.
શારીરિક શક્તિ વધે છે, પાચન શક્તિ સુધરે છે, ઉંમર કરતાં નાના
લાગે છે. ડાયાબીટીસ, બી.પી., થાયરોઈડ વગેરે રોગો થતા અટકે છે.,
પેલી જાુની કવીતા યાદ છે ને ? ‘‘વહેલા સુઈ વહેલા ઉઠે,
બળ બુદ્ધિ ધન બહુ વધે’’, ‘‘સુખમાં રહે શરીર’’ આનાથી
ઉલટું તમે નિયમિત સુઇ ના જાઓ, નિયમિત ઉઠો નહીં ઉંઘ પુરતી ના આવે
એટલે તમારી આખી સીસ્ટમ ખોરવાઈ જાય તમને બી.પી. થાય, રોગપ્રતિકારક શક્તિ
ઘટી જવાથી શરદી, ઉધરસ, તાવ, ઝાડા, ઉલટી, મરડો, સોજા જેવા
અનેક રોગો થાય. ડાયાબીટીસ થાય. કામમાં ઘ્યાન ના રહે, જાતીય શક્તિ, યાદ
શક્તિ, પાચન શક્તિ વગેરે ઓછી થઈ જાય. અકાળે ઘડપણ આવી જાય. શરીર પર કરચલીઓ
પડી જાય. આંખની જોવાની, કાનની સાંભળવાની શક્તિ ઓછી થઈ જાય. દાંત
પડી જાય. રોગ કે રોગ વગર મૃત્યુ વહેલું આવે. સ્વભાવ ચિડીઓ થઈ જાય.
ડીપ્રેશન આવે સતત ભય લાગ્યા કરે. આવા લોકોને દારૂ સિગરેટના વ્યસની
થતા વાર ના લાગે તેઓ કાર એક્સીડંટ પણ કરે. મારામારી પણ કરે કારણ
તેમને ગુસ્સો પણ જલદી આવે. તેઓને થાક પણ ખૂબ લાગે. સંશોધકોએ
એક વિશેષ વાત પણ જણાવી છે કે સમાજમાં ૧૦ થી ૧૫ ટકા જ લોકો જ નિમિયત
સુનારાને ઉઠનારા છે. બીજા ૨૦ ટકા રાત્રે જાગનારાને મોડા અનિયમિત ઉઠનારા
છે. બાકીના ૬૦ થી ૭૦ ટકા ધડીકમાં નિયમિત થવાનો પ્રયત્ન કરે છે અને
ધડીકમાં ઘરના અને બહારના વાતાવરણ અને જેના પર કાબુ નથી એવા કારણોને
લીધે અનિયમિત થઈ જાય છે. તમારી તંદુરસ્તી માટે તમારે સૂર્ય
અને ચંદ્રની ઉગવાની અને આથમવાની નિયમિતતાને, ઉનાળો, શિયાળો અને ચોમાસાના
નિયમિત ૠતુચક્રને, પશુપંખીની નિયમિતતાને અને તારા, નક્ષત્ર અને ગ્રહોના
ચક્રને ઘ્યાનમાં રાખવું ખૂબ જરૂરી છે.
તંદુરસ્તી
સતત જાળવવા રોજ દસ હજાર ડગલાં ચાલો
એક નાનકડું મીકેનીકલ સાધન મળે
છે જેને ‘‘પેડોમિટર’’ કહેવાય સવારે પથારીમાંથી પગ બહાર
મુકો કે તરત જ આ સાધન તમારી કમરપટ્ટા ઉપર બાંધી દો.
રાત્રે સુઈ જાઓ ત્યારે તે કાઢી અને તેમાં તમે આખા દિવસમાં કેટલા
ડગલા ભર્યા એનો આંકડો (નંબર) તમે જોઈલો.
તમારો રોજનો આંકડો ૧૦,૦૦૦ કે તેથી
વધારે હોય તો તમે જીંદગી સુધી તંદુરસ્ત રહેશો
એટલું જ નહીં પણ તમારે કોઈ પણ જાતની બીજી કસરત પણ નહીં કરવી પડે. પણ
ઉતાળવા ના થતા. સતત ૧૦,૦૦૦ ડગલાંની વાત નથી. આખા દિવસમાં છુટક
છુટક પણ તમે ચાલતા હો અને કુલ ૧૦,૦૦૦ ડગલા થાય તો પણ ચાલે. દા.ત.
ઘરમાં છો અને પાણી પીવું છે ઉઠીને તમારી જાતે રસોડામાં જઈ પી લો.
પગલાં ગણાશે. નજીકમાં કાંઈ જવું છે ચાલીને જાઓ. પગલાં ગણાશે. ડૉ.
કુપરના ડલાસ (ટેકસાસ) સ્થિત એરોબીક ઇન્સ્ટીટયુટમાં થએલા એક પ્રયોગ
પ્રમાણે સમાજના મોટાભાગના સ્ત્રી-પુરૂષો ૧૨ થી ૧૪ કલાક બેસી રહે છે.
૬ થી ૮ કલાક સુઈ રહે છે અને બાકીના સમયમાં થોડું ઘણું ચાલે છે તે
માંડ બે હજારથી ત્રણ હજાર ડગલાં ચાલે છે. આવા લોકોને મોટીવેશન માટે
એક પેડોમીટર લાવીને કમરે બાંધવાની સલાહ ડૉ. એન્ડ્રીઆ ડને (કુપર
ઇન્સ્ટીટયુટ) આપી. તેમને નવાઈ લાગે તેવા પરિણામ મળ્યા. નિયમિત કોઈપણ
પ્રકારની કસરત નહી કરનારા સાવ આળસુ લોકો પણ આ પેડોમીટરનો ઉપયોગ
કરવાથી ફક્ત ચાર માસમાં ૧૦,૦૦૦ ડગલાં ચાલતા થઈ ગયા. પરીણામે તેઓનું
બી.પી. ઘટ્યું, શરીરની ચરબી ઘટી, શરીર શેપમાં આવ્યું. થાક લાગતો બંધ
થયો. નિરાંતે ઉંધ આવવા માંડી. નાના મોટા ચેપીરોગો (ઇન્ફેકશન)
થવાના બંધ થયા. વજન ઘટ્યું. સ્ફૂર્તિ આવી. શરીરમાં જોમ આવ્યું અને
સૌથી વધારે તો તેમનો અભિગમ (એટીટ્યુડ) પોઝીટીવ થઈ ગયો.
જેમ જેમ વજન
વધશે તેમ તેમ તમે જલદી ઘરડા થઈ જશો
૩૨ વર્ષથી ચાલતા એક પ્રયોગ જે તુલાને
સ્કૂલ ઓફ પબ્લીક હેલ્થ તરફથી શરૂ કરવામાં આવ્યો છે તેને ‘બોગાલુસા
સ્ટડી’ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રયોગમાં ૧૯૮૮ની સાલથી ૪૯ વ્યક્તિઓના
લોહી તપાસવામાં આવ્યા. ઉંચાઈ, વજન અને બ્લડ સુગરનો રેકોર્ડ પણ લીધો.
આમાંથી જે લોકોના વજન આળસને કારણે અને વધારે ખાવાથી વઘ્યા
હતા તેઓના અભ્યાસ કરતાં એવું જાણવા મળ્યું કે તેમના ડીએનએની લંબાઈ
ઓછી થતી હતી. શરીરમાં વજન ઉપરાંત ઇન્સ્યુલીન રેઝીઝટન્સ પણ હતો. આ
રેઝીઝટન્સને કારણે સોજો આવ્યો. ફ્રીરેડીકલનું પ્રમાણ વઘ્યું. આને લીધે
ઘડપણની બધી જ જાતની નિશાનીઓ વાળ ધોળા થવા, યાદશક્તિ
ઓછી થવી. આંખે ઓછું દેખાવું, તાવ શરદી ઉધરસ વગેરે
થવા આવા બધા લક્ષણો થયા. ટુંકમાં વજન વધવાથી ઘડપણના લક્ષણો
દેખાય અને તમે ઘરડા દેખાવો.
|