home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > પૂર્તિ

કોેરોના

તડકાથી પડતા કાળા ડાઘ હાઇપર પીગમન્ટેશન

સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણો ત્વચા માટે ખૂબ જ હાનીકારક હોય છે. જેનાં કારણે સમ્બર્ન અને પીગમેન્ટેશનની તકલીફ ત્વચામાં જોવા મળે છે.

આ તકલીફ ગોરી ત્વચા ધરાવતી વ્યકિતઓમાં વિશેષ જોવા મળે છે. કેમ કે ગોરી ત્વચામાં ત્વચાને રક્ષણ અને રંગ આપવાનું કાર્ય કરતાં મેલેલીન રંગ દ્રવ્યો ઓછા હોય છે. મેલેનોસાઇટસ નામના કોષોમાંથી ઉત્પન્ન થતાં મેલેનીન દ્રવ્ય એ ત્વચાના કુદરતી રક્ષકો છે. આપણે જ્યારે સૂર્યપ્રકાશમાં બહાર નીકળીએ ત્યારે ત્વચાનું રક્ષણ કરવા મેલેનીન દ્રવ્ય ત્વચાની અંદરના પડમાંથી ઉપરના પડમાં આવીને જમા થાય છે. એટલે જ તડકામાં રહેવાથી ત્વચા એકદમ લાલ દેખાય છે. જેમની ત્વચા નાજુક હોય તેમને વધારે લાલાશ અને ચચરાટનો અનુભવ થાય છે. ક્યારેક તેમાં ખંજવાળ પણ આવે અને જેને સનબર્ન કહે છે.

કાયમ તડકામાં રહેનારા અને ફરનારા લોકોની ત્વચા એટલે જ કાળી પડી જાય છે. કયારે આ મેલેનીન દ્રવ્યનાં ઉત્પાદન અને કાર્યમાં વિક્ષેપ આવતાં ત્વચા ઉપર કાળા, કથ્થઇ કે બદામી રંગનાં ધાબા ઉપસી આવે છે. જેને પીગમેન્ટેશન તરીકે ઓળખવામાં આવે છે.

આવી તકલીફ મોટા ભાગે ચહેરા અને ગર્દન પર જોવા મળે. કયારેક પીઠ અને હાથમાં પણ ડાઘા અને કાળાશ જોવા મળે છે. જેના કારણે ત્વચા નિસ્તેજ અને ફિક્કી દેખાય છે. ચેહરા ઉપર ડાઘના કારણે ચેહરાની સુંદરતા ઓછી થાય છે. ચેહરો ખરાબ લાગે છે.

આ કાળાશ અને ડાઘા દૂર કરવા માટે ‘સ્કીન પીલીંગ’ એક અસરકારક ઉપચાર છે. તેમાં ત્વચાનાં ડાઘાવાળા ઉપરના પડને દવાઓ દ્વારા દૂર કરી તમારી ત્વચાને ફરીથી ડાઘ રહિત અને તેજસ્વી બનાવવામાં આવે છે. દવાઓ દ્વારા ત્વચામાં આવી ખંજવાળ ચચરાટ પણ દૂર થાય છે. ત્વચા સુંદર ને કોમળ બની જશે.

ત્વચાને સૂર્યના તેજ કિરણોથી હંમેશાં બચાવવી જોઈએ. ઉનાળામાં ચંદન અને મધનું ફેસપેક લગાવવાથી તે કુદરતી સન સ્ક્રીનનું કાર્ય કરે છે. આ ઉપરાંત સારા સનસ્ક્રીનનો ઉપયોગ પણ બહાર નીકળતી વખતે ચોક્કસ કરવો. લીંબુ, હળદર અને દૂધ એ ત્વચાના ડાઘ દૂર કરવા માટે ખૂબ ઉપયોગી છે.

હોમિયોપથીમાં ત્વચાની સમસ્યાઓને દૂર કરવા માટે અસરકારક ઔષધો છે. જે એલર્જી, ખૂજલી, ખરજવું, સોરાયસીસ જેવા ત્વચાના હઠીલા રોગોમાં અસરકારક પરિણામ આપે છે અને ત્વચાની તકલીફોથી કાયમી છૂટકારો અપાવે છે.

Copyright   © Gujarat Samachar