home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > પૂર્તિ

આરોગ્ય ગીતા

સખત ખૂજલીને મટાડે એવો એક અસરકારક ઉકાળો...

રોગોની ચિકિત્સા બાબતમાં ચરકનું સ્થાન સર્વશ્રેષ્ઠ છે. (èÍîNýZ UèUî}u®ýg) નાના મોટા અસંખ્ય રોગોની મહર્ષિ ચરકે સારવાર સૂચવેલી છે.

મહર્ષિ ચરકે દસદસ ઔષધિઓના સમૂહમાં વહેંચણી કરી કુલ પચાસ ઔષધ સમૂહમાં પાંચસો જેટલી વનસ્પતિનો સમાવેશ કરેલો છે. શ્વાસને મટાડે એવી દસ ઔષધિ, ખાંસીને મટાડે એવી દસ ઔષધિ, એજ રીતે અર્શ, કૃમિ, તાવ, દાહ (બળતરા), શરીરમાં થતી તોડ-અંગમર્દ, ચામડીના રોગો હેડકી, ઊલટી અને એવા તો મોટા ભાગના રોગોને આવરી લઈને ઔષધ સમૂહ બનાવ્યા છે. થાકને ઉતારનારા દસ ઔષધો, વીર્યને વધારનારા દસ ઔષધો, ગર્ભનું સ્થાપન કરનારા ઔષધો, ઝેરનું મારણ કરનારા દસ ઔષધો - આમ પચાસ જેટલા ગુ્રપ પાડેલા છે. આ ઔષધ સમૂહમાંથી શરીરમાંથી થતી તીવ્ર વલૂર કે ખૂજલીને મટાડતા દસ ઔષધો વિશે આજે વાત કરવાની છે. આ ઔષધ સમૂહને ‘કંડૂદન દશેમાનિ’ એવા નામથી ઓળખવામાં આવે છે. ખજવાળ માટે સંસ્કૃતમાં ‘કંડૂ’ શબ્દ પ્રયોજાય છે.

વસંતૠતુની જીવનચર્યા જરા અટપટી છે. કેમકે વસંત શરૂ થતાં જ ગુજરાતમાં અને અમદાવાદ જેવા શહેરમાં સખત ગરમી શરૂ થઈ જાય છે. ગરમીના કારણે આઈસક્રીમ, ઠંડા પીણાં, તરબૂચ, ટેટી, કેરીનો રસ, વોટરપાર્કમાં સ્નાન વગેરે શરૂ થઈ જાય છે. અને એ રીતે કફની વૃદ્ધિ તથા પ્રકોપ સામાન્ય બની જાય છે. વઘુ પડતું મીઠું, દહીં, ગોળ, કેળા, મીઠાઈ, શિખંડ, શેરડીનો રસ, દિવસની ઊંઘ વગેરે કારણથી કફની વૃદ્ધિ અને વિકૃતિ થાય છે. ખંજવાળ જેવા રોગો માટે અસ્વચ્છતા પણ એક મોટું કારણ છે. ‘વિરુદ્ધ આહાર’ એ ચામડીના રોગોનું એક મોટામાં મોટું કારણ છે. દૂધ સાથે ફળો, દૂધ સાથે ખટાશ, તલ સાથે ગોળ, ફ્રૂટ સલાડ, મિલ્ક શેઈક, બજારમાં વેચાતો ‘મેંગો મિલ્ક શેઈક’ નામનો કેરીનો રસ વગેરે ખંજવાળ, ખરજવું, કોઢ, સોરાઈસીસ જેવા અનેક ચર્મરોગોનું મહત્વનું કારણ બને છે.

કેટલાક લોકોને કૃમિના કારણે, ગુદાના ભાગમાં ખંજવાળ આવે છે. સ્ત્રીપુરુષોને ગુપ્ત ભાગમાં પણ સખત ખૂજલીની તકલીફ થતી હોય છે. ખરજવું કે ખસ જેવો કોઈ રોગ થયેલ હોય તો જે તે સ્થાનમાં ખૂજલી આવતી હોય છે. એ જ રીતે કેટલાક લોકોને આખા શરીરમાં ખૂજલી થતી હોય છે.

આવી બધી તકલીફમાં ઉપયોગી થાય એવા આ ઉકાળામાં લીમડાની અંતરછાલ (કે લીમડો), કરંજ, દારૂ હળદર, ચંદન, જટામાંસી, ગરમાળો, કુટજ-કડો, સરસવ, જેઠીમધ અને નાગરમોથ એમ દસ દ્રવ્યોનો સમાવેશ થાય છે. આ દ્રવ્યોને સરખા ભાગે લઈ બરાબર સાફ કરી અધકચરા (યવકૂટ) ખાંડી એક કાચની બરણીમાં આ ભૂકો ભરી રાખવો. પચીસ ગ્રામ જેટલો ભૂકો બે ગ્લાસ પાણીમાં પલાળી ધીમા તાપે ઉકળવા દેવો. એકાદ કપ જેટલું પ્રવાહી બચે ત્યારે ઉતારી, ગાળીને ઠરે ત્યારે પી જવું. સવારસાંજ આ પ્રયોગ ચાલુ રાખવો. ખંજવાળનું પ્રમાણ વધારે હોય તો આની સાથે કિશોર ગૂગળ, આરોગ્યવર્ધિની અને ગંધક રસાયનની બે બે ગોળી સવારસાંજ લઈ શકાય. આ સિવાય કોઈ વિશેષ સ્થાનમાં ખંજવાળ આવતી હોય ત્યારે આ ઉકાળા ઉપરાંત ચિકિત્સામાં જરૂરી ફેરફાર કરવો જોઈએ. ચર્મરોગ હરતેલ, અર્કતેલ, કચ્છુ રાક્ષસ તેલ કે મહામરિચ્યાદિ તેલનો પણ જે તે સ્થાન પર લગાવવામાં ઉપયોગ કરી શકાય.ખૂજલી આવતી હોય એવી વ્યક્તિ લીમડાના પાંદડા નાંખીને ઉકાળેલા પાણીથી સ્નાન કરે તો પરિણામ જલદીથી મળે છે.

Copyright   © Gujarat Samachar