ઉપચાર કથા
માપસર આહારથી
આયુષ્ય લંબાય
આચાર્ય
દ્રઢબલ જીજ્ઞાસુ યુવાન રથિન અને અનિકેતને દીર્ધ અને નિરોગી જીવન
જીવવા માટે ઉપદેશ આપી રહ્યા છે. તેમાં એક વાત આહાર વિશે એમણે
કહી. જીવનના અસ્તિત્વનું કારણ આહાર છે. પણ આહાર ‘માપસર’ લેવો
જોઈએ. અતિશય આહાર નહિ પણ ‘મિત’ (માપમાં) આહાર લેવો તે, મિતાહાર,
આરોગ્યની દ્રષ્ટિએ લાભ કારક છે.
અતિશય આહારથી અનેક રોગો થાય છે.
આયુર્વેદની આ મહત્વની વાતને જાણે અનુમોદન આજના સંશોધકો
આપી રહ્યા છે. વોશંિગ્ટન યુનિવર્સિટીના જે સમાચારની નોંધ છપાઇ
છે તેનો સાર આમ છે.
નિયંત્રિત આહાર લેવાના નિયમથી આયુષ્ય
લંબાય છે. મર્યાદામાં કેલરી લેવાથી હૃદયની કાર્ય શક્તિ સુધરે
છે. છ વર્ષના સંશોધનનો સાર છે કે કેલરી નિયંત્રણમાં રાખવાથી
હૃદય યુવા હૃદયની જેમ કામગીરી કરવા માંડે છે. આથી આયુષ્યમાં
૩૦ ટકા વધારો થાય છે અને કેન્સર થવાની સંભાવના ઘટી જાય છે.નિયંત્રિત
આહાર લેવાથી જાણે કે યુવાની સ્થિર થાય છે.
અતિ સર્વત્ર વર્જયેત્. પ્રિય સ્વાદવાળી
વાનગી ટેવવશ અતિશય ખાનારાઓએ ચેતવું જોઈએ. ઘી, તેલ, માખણ, મલાઇ,
ખાંડ વગેરેની સર્વ મીઠાઇઓ આ બધામાં ઘણી કેલરી છે. લાંબુ, સશક્ત
અને નિરોગી જીવવું હોય તો કેલરી ઘટાડવી જોઈએ. ૠતુ ૠતુના ફળોને
રોજંિદુ સ્થાન આપવું જોઈએ. આયુર્વેદ કહે છે કે સ્થૂળતા
અનેક રોગોને નિમંત્રે છે. સ્થૂળતા કરતા કૃશતા આરોગ્યની દ્રષ્ટિએ એટલે
વધારે સારી બાબત છે.
|