home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > પૂર્તિ

ગૃહમાઘુરી

અસહ્ય બફારામાં ત્વચાની સંભાળના કિમિયા

ઉનાળાની ૠતુમાં મોટા ભાગે બધાંને પરસેવાની સમસ્યા ઉદ્‌ભવતી હોય છે. ગરમીના લીધે ઘૂળ, પરસેવો ભેગા થઈ ત્વચાની રંગત ખરાબ કરી દે છે. ચહેરો, ચીકણો અને તૈલી થઈ જાય છે તેના કારણે ત્વચાના છિદ્રો પુરાઈ જાય છે અને બ્લેક હેડ્‌સ, ફોડલીઓ, ખીલની સમસ્યાઓ સર્જાય છે. પરંતુ ઉનાળામાં થોડી સંભાળ લઈએ તો ચહેરાને લાંબા સમય સુધી તાજગીભર્યા અને સુંદર દેખાડી શકીએ તો ઉનાળામાં સૌંદર્યની માવજત કઈ રીતે કરવી ?

* સવારે ઉઠીને ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો ત્યારબાદ ઓઇલ-ફ્રી સોપ કે જેન્ટલ ક્લીન્સરથી ચહેરો સાફ કરો. ગરમ પાણીનો ઉપયોગ ટાળો કારણ કે તે ત્વચાને શુષ્ક બનાવે છે.

* સવારે વહેલા ઉઠી ઠંડી હવામાં કે બગીચામાં મોર્નંિગ વૉક કે નાની મોટી કસરત કરવી જેથી વધારાનો પરસેવો નીકળી જશે અને શરીરને નવી તાજગી મળશે.

* નહાતી વખતે પાણીમાં ગુલાબ જળના ટીપા કે યુડીકોલન નાંખવું તેનાથી આખો દિવસ શરીરમાં ઠંડક જળવાશે.

* ચંદનનો લેપ ચહેરા પર લગાડવાથી ત્વચાને ઠંડક મળશે અને ત્વચા નિખરશે.

* ઉનાળામાં જ્યારે બહાર નીકળો ત્યારે એલોવેરાનો અર્ક લગાવીને નીકળશો તો ત્વચા કાળી નહીં પડે અને સૂર્યપ્રકાશ સામે રક્ષણ થશે.

* અઠવાડિયામાં એકવાર સારા સ્ક્રબથી ચહેરાને સ્ક્રબ કરો જેથી ત્વચા પરના મૃત કોષો, તેલ, ઘૂળ વગેરે દૂર થઈ જાય. ત્વચા ઉંડે સુધી સાફ થઈ જાય. સ્ક્રબ માટે તમે બાજરીનો લોટ, ચોખાનો લોટ કે જવના લોટમાં થોડું દહી અને બે ટીપા લીંબુનો રસ ઉમેરી ચહેરા પર સરક્યુલર મૂવમેન્ટમાં થોડીવાર મસાજ કરી પછી ઠંડા પાણીથી ચહેરો ધોઈ નાંખો.

જો તમારી સ્ક્રીન ઓઇલી હોય તો અઠવાડિયામાં એક વાર મુલતાની માટીમાં ગુલાબજળ ભેળવી તેનો પેક ચહેરા પર લગાવો અથવા પાકા કેળાનો માવો બનાવી ચહેરા પર લગાડી શકો.

* જો તમારી ત્વચા તૈલી હોય તો ઘઉંના લોટનું ચળામણ કે જવના લોટમાં દૂધ કે લીંબુનો રસ મિક્સ કરી પેસ્ટ બનાવી લો. આ પેસ્ટ ચહેરા હાથ અને પગ પર લગાવો સૂકાઈ જાય પછી ધોઈ નાંખો.

* તડકાને લીધે ત્વચા પર ડાઘા પડી ગયા હોય તો જાંબુ અને આંબળાના પાન, હળદર, ચણાની દાળને બરાબર મિક્સ કરી વાટીલો આ પેસ્ટથી ત્વચા પર મસાજ કરો. ત્વચા નિખરી ઉઠશે.

* એક ચમચી, લીંબુના રસમાં બે ચમચી દૂધ અને થોડો ખાવાનો સોડા મિક્સ કરી રૂનું પૂમડું બોળી ચહેરા પર લગાવો ૧૦થી ૧૫ મિનિટ રહેવા દઈ ધોઈ નાંખો. ત્વચા નિખરી ઉઠશે.

* એક ચમચી દહીમાં એક ચમચી મુલતાની માટી મિક્સ કરી ચહેરા પર લગાડવાથી ચહેરો ચમકી ઉઠશે.

* તડકાને લીધે ત્વચા નિસ્તેજ થઈ જાય છે. આવી નિસ્તેજ ત્વચા માટે એક ચમચી મિલ્ક પાઉડરમાં અડધી ચમચી મધનું મિશ્રણ કરી ૨૦ મિનિટ સુધી ચહેરા પર લગાડી પછી ઠંડા પાણીથી ધોઈ નાંખો આ પ્રયોગ અઠવાડિયામાં બે કે ત્રણ વાર કરી શકાય.

* ચમકદાર ત્વચા માટે ચારોળી, બદામ, ચણાનો લોટ, હળદર બઘું મિક્સ કરી પેસ્ટ બનાવી ત્વચા પર લગાવો અને ૧૫થી ૨૦ મિનિટ રાખી ઠંડા પાણીથી ધોઈ લો. ત્વચામાં નિખાર આવશે.

* કસમયે પડી જતી કરચલીઓ ઓછી કરવા માટે ૧ ચમચી ઘઉંનોલોટ ૧ ચમચી મધ-મિક્સ કરી થોડા ગુલાબજળના ટીપાનાંખી પેસ્ટ બનાવીને ૧૫થી ૨૦ મિનિટ ચહેરા પર રાખો ત્વચા થોડી ટાઇટ થશે.

Top

Copyright   © Gujarat Samachar