ગૃહમાઘુરી
મહિલાઓ માટે
આવી રહી છે સ્પેશ્યલ ફિનિશંિગ સ્કૂલ્સ
બંગાળના જમીનદારનો છોકરો,
જેને સ્કૂલે જવું ન ગમે. રોજ જુદા જુદા બહાના કાઢે. એક
દિવસ પેટમાં દુઃખે, એક દિવસ માથું દુઃખે
આખરે પિતાએ થાકીને ઘેર શિક્ષક રાખ્યા. કુટુંબીજનોને એમ કે સ્કૂલે
ન ગયેલો રવીન્દ્ર શું જીવન બનાવશે, પરંતુ તે રવીન્દ્રને સાહિત્યનું નોબેલ
પ્રાઇઝ મળ્યું. કવિ ગેટે તેમની કૃતિ ગીતાંજલિ માથા પર મૂકીને નાચ્યા. તે
કોઈ નહિ પણ આપણા મહાન સાહિત્યકાર કવિવર રવીન્દ્રનાથ ટાગોર જેણે ભારતનું
રાષ્ટ્રગીત લખ્યું અને કલકત્તામાં શાંતિનિકેતન જેવી જ્ઞાનપીઠ સંસ્થા
સ્થાપી તેઓ માનતા કે ભણતરની સાથે ગણતર હોય તે જ સાચી શિક્ષા. વિષયરસ
અને જીવનરસનું એકતારી તાદાતમ્ય થવું જોઈએ તો જ માણસ તેને પચાવી
શકે.
આપણે ત્યાં એક માન્યતા છે કે સ્કૂલે
જાય તે જ ભણ્યો ગણાય. ભલે ને પછી તે થોથાં ઉપાડી જાય અને ભેંશ આગળ
ભાગવત થાય. આજે સમાજમાં એવા સેટ આઇડિયા સાથે વાલીવર્ગ ચાલતો હોય
છે કે સંતાનો ડોક્ટર, સી.એ., એન્જીનીયર, સી.એ., એમ.બી.એ. જેવી
કારકિર્દી બનાવે તો જ જીવનમાં આગળ વઘ્યા ગણાય. આનાથી આગળ આપણે
વિચાર ફલક વિસ્તારી જ શકતા નથી. બારમા ધોરણના કોઈ પણ પ્રવાહના
પરિણામ પછી સારા માર્કસ ન લાવનાર વિદ્યાર્થી નાસીપાસ થઈ આત્મવિશ્વાસ ગુમાવી
બેસે છે. પરંતુ શિક્ષણ અંગેની સાચી પરિભાષા એ જ ગણાય કે જેમાં વિદ્યાર્થીનો
સર્વાંગી વિકાસ થાય. આજની શાળાઓના ને કોલેજોના ભણતરથી, પેટિયું રળી
ખવાય પરંતુ જીવનમાં જ્યારે કોઈ મુશ્કેલી કે અડચણ આવે ત્યારે ગોથા ખાઈ
જવાય છે.
ગાંધીજીના બુનિયાદી તાલીમ
અંગેના વિચારો પણ અહીં નિર્દેશ માંગી લે છે તેમની વિચારસરણી અનુસાર
‘શિક્ષણ જીવનલક્ષી’ હોવું જોઈએ. કેવળ અક્ષરજ્ઞાન કે વિવિધ વિષયોનું
પોપટીયા જ્ઞાન આપવા કરતાં શિક્ષક કે તાલીમ કેન્દ્રોએ વિદ્યાર્થીનો સાંગોપાંગ
વિકાસ થાય તેવી તાલિમ વ્યવસ્થા કરવી જોઈએ. તેમાં વિદ્યાર્થીનો શારીરિક
શ્રમ, બુદ્ધિ તેમજ અઘ્યાત્મિક વિકાસ થવો જોઈએ. તેમણે કહ્યું કે ઃ "Education
means not nearly the absence of ignorance but bring-up physical,
intellectual, Social and Spritual well being."
જૂના સમયના ગુરૂકુળો પર એક આછી નજર
નાંખીએ તો સર્વાંગી વિકાસ થાય તે ઉદ્દેશ ઘ્યાનમાં રાખીને બાળકોને ભણતર
અપાતું. જંગલમાં લાકડીઓ કાપવાથી માંડી ધનુર્વિદ્યા સુધીની
બધી દિશા શીખવાતી જે જીવન માટે અત્યંત ઉપયોગી બનતી.
ગુરૂકુળ, ટાગોર અને ગાંધીજીની વિચારસરણીવાળી
સ્કૂલોને આજના આઘુનિક સમયમાં ‘ફીનીશીંગ સ્કૂલ’ નામ અપાયું છે
તેમાં ખાસ કરીને બહેનોની ‘ફીનીશીંગ સ્કૂલ’માં સર્વાંગી તાલીમ અપાય
છે. જેમાં વિષયરસ એ જીવનરસ બની જાય છે. બધા જ વિષયોને સાંકળી
લેવાય છે. પરદેશમાં બહેનો માટેની આવી ‘ફીનીશીંગ’ સ્કૂલની
ખૂબ બોલબાલા છે ભારતમાં ઉટી ખાતે તેની શરૂઆત થઈ છે અને વિસ્તરી રહી
છે. ઘણી નાની નાની વાતો જે સ્કૂલ અને કોલેજકાળ દરમ્યાન રહી જતી
હોય છે. જે જીવન માટે ખૂબ મહત્ત્વની બની જાય છે, તે વાત ફીનીશીંગ સ્કૂલમાં
શીખવાડવામા આવે છે. ખાસ કરીને યુવતીઓની સ્કૂલમાં આના પર વધારે
ભાર મૂકવામાં આવે છે. ફીનીશીંગ સ્કૂલની શરૂઆત સ્વીત્ઝર્લેન્ડમાં થઈ. આ
વિચારસરણી ધીરે ધીરે બીજા દેશોમાં ફેલાતી ગઈ. આજે
અમેરિકામાં આવી સ્કૂલોની સંખ્યા ઘણી વધી છે.
આજની યુવતીઓનો ઝોક શિક્ષણ તરફ અને
કારકીર્દી તરફ વધારે છે. લગ્ન એ તેમનું અત્યબંિદુ નથી,
કારકીર્દીનો એવરેસ્ટ તેમને ચડવો છે. આજની આઘુનિકને, સ્વાભિમાની,
આત્મવિશ્વાસ અને જવાબદારીનું સંપૂર્ણ ભાન છે પરંતુ જીવનમાં ઘણીવાર
એકલતા અનુભવે છે ફીનીશીંગ સ્કૂલમાં જીવન જીવવાની તાલીમ મળે છે.
તેના મુખ્ય ઉદ્દેશોમાં જીવનમાં આવતી મુશ્કેલ
પરિસ્થિતિનો સામનો કરી કઈ રીતે માર્ગ કાઢવો તે કોઈ સ્કૂલમાં શીખવડાતું
નથી. અહીં જીવન ઉપયોગી શિક્ષણ અપાય છે. અઘરા પ્રશ્નોનું નિરાકરણ ફીનીશીંગ
સ્કૂલ આપે છે. છોકરીઓ કોર્પોરેટ (નિગમ) અને કૌટુંબિક બની મુશ્કેલીઓનો
સામનોકરતા અને મક્કમ બનતા શીખવાડાય છે. રોજીંદા જીવનની અડચણોનો
ઉકેલ કેવી રીતે કરવો તે શીખવાડાય છે આ બઘું ફીનીશીંગ સ્કૂલના કોર્સમાં
છે. છોકરીઓના ભણતર ઉપરાંત સારો ઉછેર અને સામાજિક માનમરતબો જળવાઈ
રહે તે તેમના અભ્યાસનો એક ભાગ છે તેમની કેળવણી ત્રણ વિભાગમાં વહેંચી
નાંખવામાં આવી છે.
વિભાગ- ૧ વોકેશનલ ટ્રેનંિગ
આ વિભાગ હેઠળ યુવતીઓને હોમસાયન્સ
શીખવાડાય છે જેમાં પહેલો ભાર રસોઈકળા પર મૂકવામાં આવે છે. સ્ત્રી
ઘરની ધરોહર છે, અને તેના દ્વારા રંધાતા ખોરાક પર કુટુંબીજનોના
સ્વાસ્થ્યનો આધાર છે દરેક સ્ત્રીનો સમતોલ અને સ્વાદિષ્ટ
આહાર અંગેની રાંધણકળાનું જ્ઞાન હોવું જોઈએ, એ વાત ઘ્યાનમાં
રાખી રસોઈકળાનું પૂર્ણ શિક્ષણ અપાય છે આ પછી ઘરને આર્થિક રીતે કેવી
રીતે ચલાવવું તે શિખવાડાય છે જેમાં બજેટીંગ, બચત વગેરેનો સમાવેશ થાય
છે. ઘર ચાર દિવાલ વડે બનતું નથી તેને સુશોભિત પણ કરવું પડે છે.
સુશોભન કળાનું જ્ઞાન પણ આ વિભાગ હેઠળ આપવામાં આવે છે. આઘુનિક સમયમાં
સ્ત્રીએ પોતાની જાતને અપ-ટુ-ડેટ રાખવી જરૂરી છે આ માટે બ્યુટી થેરપીના
ક્લાસ પણ ચલાવવામાં આવે છે. જેમાં થ્રેડીંગ, વેક્સીંગ, બ્લીચીંગ, ફેશીયલ,
હેરસ્ટાઇલ વગેરે શીખવાડાય છે. દરેક છોકરીઓને પોતે સુંદર
કેવી રીતે દેખાઈ શકે આકર્ષક વ્યક્તિત્વ કેવી રીતે કેળવાઈ શકે તે
શિખવાય છે.
આજના સમયમાં ટેબલ મેનર્સ, બોલવા-ચાલવાની
રીતભાત વગેરે ખૂબ જરૂરી છે એ અંગે પણ શિક્ષણ આપવામાં આવે છે. અહીં
પબ્લીક મેનર્સ પણ ઘ્યાન અપાય છે ખાસ તેની તાલીમ અપાય છે.
વિભાગ-૨ સ્કીલ ટ્રેનંિગ
આ વિભાગમાં યુવતીની અંદર જે
કળા હોય તે વિકસાવવામાં આવે છે. જેમ કે નૃત્ય, સંગીત, ચિત્ર, શિલ્પકામ
વગેરે વિષયોને પ્રાધાન્ય આપવામાં આવે છે. યુવતીના રસ પ્રમાણે તેની
સ્કીલ (આવડત) કેળવવામાં આવે છે. આ ઉપરાંત કોમ્પ્યુટરનું પૂરું જ્ઞાન
અપાય છે. આ અંગેનો શોર્ટ ટર્મ કોર્સ કરાવાય છે. જીવનમાં સ્વાસ્થ્ય જાળવવું
ખૂબ મહત્ત્વનું છે. આથી સૌ પ્રથમ યુવતીઓને એરોબીક કસરત, સ્વીમીંગ
વગેરે કરાવાય છે. સ્કૂલમાં જીમ પણ આવેલી હોય છે જેમાં તેમને દિવસના
અનુકૂળ ટાઇમે કલાક પસાર કરવાનો હોય છે. યુવતીને રમતગમતની પણ તાલીમ
અપાય છે તેને ગમતી રમત ટેનિસ, બેડમંિગ્ટન, ઘોડેસ્વારી, બાસ્કેટબોલ વગેરે
શીખવાડાય છે. સ્વ-બચાવ માટે માર્શલ આર્ટ જેવા કે કુમ્ફુ, કરાટે વીનબીડો
વગેરે શીખવાય છે. વચ્ચે વચ્ચે ટ્રેકંિગની પણ તાલીમ અપાય છે.
વિભાગ- ૩ વ્યક્તિગત વિકાસ
આ વિભાગ હેઠળ વ્યક્તિનો વ્યક્તિ વિકાસ
થાય એ ઘ્યાનમાં રખાય છે. જાહેરમાં બોલવાની વકતૃત્વકળા, નેતાગીરી લેવાની
વગેરે તાલીમ અપાય છે. સાથે સામાન્ય જ્ઞાન અને વિશ્વ અને અનેક દેશોમાં
રોજબરોજ બનતા બધા ક્ષેત્રના બનાવોમાં પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડીયા
દ્વારા જ્ઞાન આપવામાં આવે છે. અહીં ભણતરના દરેક વિષયનું પણ જ્ઞાન
અપાય છે. ખાસ કેરિયર કાઉન્સેલંિગ અંગેનો સમય ફાળવવામાં આવે છે જેથી
ભવિષ્યમાં જો કોઈને આગળ પોતાના વિષયમાં ભણવું હોય તો ભણી શકાય.
ખાસ તે માટે માર્ગદર્શન સેન્ટર આવેલું છે. અહીં બધા વિષયો
અને તે અંગેના વ્યવસાય માટે જ્ઞાન અપાય છે જેથી યુવતીની કારકિર્દીની
પસંદગી કરી શકે.
આ સંસ્થાના સ્થાપક શ્રી થોમસનું કહેવું
છે કે, જે યુવતીઓ ભણવામાં સહેજ નબળી હોય તેનામાં બીજી કોઈ આવડત
પડેલી હોય છે. જેનો અહીં વિકાસ થાય છે. જીવનનો એવો રાહ મળે છે.
જેમાં ભણતર સાથે ગણતર મેળવીને જીવનના રાહ પર અડચણ વગર વિકાસ સાધી
શકે છે તેના વિષય રસને વ્યવસાયિક રસમાં ફેરવી શકે છે. ઓછા માર્કસ
પછી જીવન અટકી જાય છે તે માન્યતાનું અહીં ખંડન જોવા મળે છે.
આજે ધીમે ધીમે આ આઘુનિક
ગુરૂકુળ ‘ફીનીશીંગ’ સ્કૂલો વિકસી રહી છે. જેનો લાભ યોગ્ય યુવતીઓએ
લેવો જરૂરી છે.
Top
|